Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhar Cardમાં ઓનલાઈન ફેરફાર હવે થશે ફ્રી, જાણો પ્રોસેસ
UIDAIએ આધાર કાર્ડમાં ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સુવિધા ફ્રી કરી દીધી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટીએ તાજેતરમાં જાહેરાત કરીને કહ્યું છે કે, 14 જૂન સુધી બધા જ આધાર કાર્ડ યુઝર, પોતાના આધાર કાર્ડમાં ઓનલાઈન ફેરફાર સાવ ફ્રીમાં કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરાવવા માટે અત્યાર સુધી 25 રૂપિયા ફી લેવામાં આવતી હતી. પરંતુ પોતાના લેટેસ્ટ સ્ટેટમેન્ટમાં UIDAIએ કહ્યું છે કે 15 માર્ચથી લઈને 14 જૂન 2023 સુધી કોઈ પણ પ્રકારના ફેરફાર ફ્રીમાં થઈ શક્શે.

UIDAIએ પોતાના સ્ટેટમેન્ટમાં કોઈ પણ ફેરફાર ફ્રીમાં કરવાનો ખુલાસો કર્યો છે. જનહિતમાં UIDAIએ લીધેલા આ નિર્ણયથી દેશના લાખો નાગરિકોને ફાયદો થશે. જો તમારે પણ તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ જેવા કોઈ પણ ફેરફાર કરાવવા છે, તો 14 જૂન 2023 સુધીમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર સાવ ફ્રીમાં કરાવી શક્શો.
આધાર કાર્ડ એનરોલમેન્ટ એડ અપડેટ રેગ્યુલેશન 2016 મુજબ આધાર કાર્ડ ધારકોએ એનરોલમેન્ટના દર 10 વર્ષે પોતાના આધારના ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવવા પડશે. આ માટે કાર્ડ ધારકોએ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ જેમ કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, એડ્રેસ પ્રૂફ ફરીથી અપલોડ કરવા પડશે. જેથી તમારી લેટેસ્ટ ઓળખ, ફોટો સહિતની અગત્યની માહિતી તમારા આધાર કાર્ડના ડેટામાં લેટેસ્ટ અપડેટ રહે.
myAadhaar પોર્ટલ પર ડોક્યુમેન્ટ કરો અપલોડ
તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાની સુવિધા માત્ર myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. જો કોઈ આધાર કાર્ડ યુઝર કાર્ડ સેન્ટર પર જઈને પોતાના ડોક્યુમેન્ટ્સ જમા કરાવે છે, તો એના માટે 50 રૂપિયાની ફી આપવી જરૂરી છે. આધાર કાર્ડની આ અપડેટ્સમાં નામ, જન્મ તારીખ અને એડ્રેસમાં ફેરફાર સામેલ છે. આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સ સમય સમય પર અપડેટ કરવાથી કાર્ડ ધારકો સરકાર તરફથી મળતી યોજનાઓ, સુવિધાઓનો બરાબર રીતે લાભ લઈ શક્શે. સરકાર કાર્ડ ધારકોના રેકોર્ડને પણ લેટેસ્ટ અપડેટ રાખી શક્શે.
હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારની 1,200થી વધુ યોજનાઓ આધાર કાર્ડ પર આધારિત છે. આધાર કાર્ડમાં મળતા ડેટાને આધારે યોજનાનો લાભ કયા લાભાર્થીઓને મળે છે કે મળવો જોઈએ, તે નક્કી થાય છે. આધાર કાર્ડ આ બધી યોજનાઓ અમલમાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી બેન્કો, NBFCથી લઈને ટેલિકોમ સર્વિસિઝ માટે પણ ગ્રાહકોએ આધાર કાર્ડ આપવું જરૂરી હોય છે.
આ રીતે આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરો.
1. તમારા આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ કે માહિતી અપડેટ કરવા માટે સૌથી પહેલા myAadhaar ઓનલાઈન પોર્ટલ પર જાવ.
2. બાદમાં તમારા આધાર કાર્ડની ડિટેઈલ્સ ઈન્સર્ટ કરો, જે બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક 6 આંકડાનો ઓટીપી આવશે.
3. ઓટીપી ઈન્સર્ટ કર્યા બાદ તમને ડોક્યુમેન્ટ અપડેટ કરવાનો વિકલ્પ મળશે.
4. જે ડિટેઈલ તમારે અપડેટ કરવી છે, તે ડિટેઈલ ઈન્સર્ટ કરો અને સપોર્ટિવ ડોક્યુમેન્ટ અપડેટ કરો.
5. તમારી ડિટેઈલ વેરિફાઈડ થવા માટે 15થી 30 દિવસનો સમય લાગશે. બાદમાં તમારા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપડેટ થઈ જશે. જો કે આ ફેરફાર થશે કે નહીં તે તમે અપલોડ કરેલા સપોર્ટિવ ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશન પર આધારિત છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
