Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Cardને ઓનલાઈન કરો અપડેટ, 14 સપ્ટેમ્બર સુધી થશે ફ્રી
UIDAI દ્વારા માર્ચ મહિનામાં આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટે સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ સ્કીમ પૂર્ણ થવાની અંતિમ તારીખ 14 જૂન, 2023 હતી. 14 જૂન બાદ આધાર કાર્ડને અપડેટ કરવા માટે 50 રૂપિયા ફીઝ લાગવાની જોગવાઈ હતી. પરંતુ 15 જૂને UIDAIએ જાહેરાત કરીને આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. હવે આધાર કાર્ડ વધુ ત્રણ મહિના સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે. UIDAIએ 15 જૂને આ અંગે જાહેરાત કરી છે.

UIDAIએ માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી કે આધાર કાર્ડ યુઝર્સ 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી પોતાના આધાર કાર્ડની ડિટેઈલ્સને ફ્રીમાં ઓનલાઈન અપડેટ કરી શક્શે. પરંતુ હવે 15 જૂને ફરીથી જાહેરાત કરીને આ ડેડલાઈન લંબાવી દેવામાં આવી છે. હવે આધાર કાર્ડ યુઝર્સ 14 સપ્ટેમ્બર સુધીમાં પોતાના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરી શક્શે.
જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમારે તેમાં તાત્કાલિક ડેમોગ્રાફિક અપડેટ કરાવવી જરૂરી છે. UIDAIના કહેવા પ્રમાણએ જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું, તો તેમાં નવા આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ અપડેટ કરવા જરૂરી છે. ખાસ વાત એ છે કે હાલમાં આ અપડેશનની સુવિધા તમને સાવ ફ્રીમાં આપવામાં આવી રહી છે. હવે 14 સપ્ટેમ્બર બાદ આ ડેમોગ્રાફિક અપડેશન માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.
આધાર કાર્ડ એનરોલમેન્ટ અપડેશન રેગ્યુલેશન એક્ટ 2015 મુજબ આધાર કાર્ડ ધારકોએ દર 10 વર્ષે એકવાર પોતાના આધાર ડોક્યુમેન્ટ્સને અપડેટ કરાવવા પડશે. આ માટે કાર્ડ ધારકોએ જરૂરી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ જેમ કે આઈડેન્ટિટી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અપલોડ કરવા પડશે. જેથી આધાર કાર્ડના ડેટામાં આધાર યુઝર્સની આઈડેન્ટિટી ડિટેઈલ અને એડ્રેસ ડિટેઈલ લેટેસ્ટ રહી શખે.
ઓનલાઈન આ રીતે આધાર કાર્ડ અપડેટ કરો. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારે https://myaadhaar.uidai.gov.in/ પર જવાનું છે.
સ્ટેપ 2: બાદમાં અહીં તમારે તમારા આધાર કાર્ડની ડિટેઈલ ઈન્સર્ટ કરવાની છે. જે બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 આંકડાનો ઓટીપી આવશે.
સ્ટેપ 3: ઓટીપી ઈનપુટ કર્યા બાદ તમારે Name/Gender/Date of Birth & Address Update વિકલ્પ સિલેક્ટ કરવાનો છે.
સ્ટેપ 4: બાદમાં તમારે Update Aadhaar Online પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 5: હવે ડેમોગ્રાફિક ઓપ્શનના લિસ્ટમાં જઈને તમારે જે પણ માહિતી અપડેટ કરવાની છે, તેના પર ક્લિક કરવાનું છે. દાખલા તરીકે જો તમારે અડ્રેસ અપડેટ કરવાનું છે, તો આ લિસ્ટમાં એડ્રેસ પર ક્લિક કરો.
સ્ટેપ 6: અહીં તમારે જે માહિતી અપડેટ કરી છે, તેના પ્રૂફ માટે સ્કેન કોપી અપલોડ કરવાની છે.
આટલું કર્યા બાદ નવી ડિટેઈલ્સ વેરિફાઈડ કરવા માટે 15થી 30 દિવસનો સમય લાગશે. વેરિફિકેશન બાદ તમારી ડિટેઈલ્સ ઓનલાઈન અપડેટ થઈ જશે. જો કે આ અપડેટ થશે કે નહીં, તે તમારા સપોર્ટિવ ડોક્યુમેન્ટના વેરિફિકેશન પર આધાર રાખે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications