Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmailમાં કરો આખો મેઈલ તમારી ભાષામાં ટ્રાન્સલેટ, આ રહ્યા સ્ટેપ્સ
આજે દરેક વ્યક્તિ ગ્લોબલ થઈ ચૂક્યો છે. ઈન્ટરનેટે સાત સમુદ્ર પારના સંપર્કો પણ સરળ બનાવી દીધા છે. ત્યારે આપણે જુદી જુદી ભાષાના લોકો સાથે કનેક્ટ થવું પણ સામાન્ય બન્યું છે. આ સ્થિતિમાં કેટલીકવાર આપણને ન આવડી ભાષા કમ્યુનિકેશનમાં બેરિયર બને છે. પરંતુ હવે જીમેઈલની મોબાઈલ એપ્લીકેશનમાં આખેઆખા મેઈલ પણ તમારી ભાષામાં ટ્રાન્સલેટ થઈ શકે છે. આ માટે તમારે મેઈલને ક્યાંય કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. મેઈલ તમારા ઈનબોક્સમાં જ ટ્રાન્સલેટ થઈ જશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓસ બંનેમાં કામ કરે છે. અત્યાર સુધી આ ફીચર માત્ર જીમેઈલના વેબ વર્ઝન માટે જ અવેલેબલ હતું, હવે ગૂગલે તેને મોબાઈલ એપમાં પણ રોલઆઉટ કર્યું છે.

Gmailની મબાઈલ એપમાં યુઝર્સ માટે એક સુવિધાજનક ફીચર લઈને આવ્યું છે. જેને કારણે યુઝર્સ માટે બીજી કોઈ પણ ભાષાના મેઈલ સમજવા ખૂબ જ સરળ બની જશે.
તમે ભલે કોઈ પણ ભાષામાં મેઈલ રિસીવ કરો, ભલે તમને તે ભાષા ન આવડતી હોય, તેમ છતાંય જીમેઈલની મદદથી તમે જે તે મેઈલને સરળતાથી ટ્રાન્સલેટ કરીને વાંચી અને સમજી શક્શો. જીમેઈલનું આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ પર વાપરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
1. જીમેઈલ ઓપન કરો.
સૌથી પહેલા તમારા મોબાઈલમાં જીમેઈલ એપ ઓપન કરો. આ ફીચરનો ઉપયોગ કરવા માટે અને મેઈલ વાંચવા માટે જીમેઈલમાં લોગ ઈન કરો
2. તમારે જે મેઈલ વાંચવો છે, તે ઓપન કરો.
હવે તમારે જે મેઈલને ટ્રાન્સલેટ કરવો છે, તે મેઈલ પર જાવ અને ટેપ કરીને મેઈલ ઓપન કરો. એકવાર મેઈલ ઓપન થઈ જાય, ત્યાર બાદ તમે ટ્રાન્સલેશન ફીચરનો ઉપયોગ કરી શક્શો.
3. ટ્રાન્સલેશન ફીચરનો ઉપયોગ કરો.
હવે ઈમેઈલમાં જમણી બાજુ ઉપરની તરફ તમને ત્રણ ડોટ્સ જોવા મળશે. આ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો એટલે એક ડ્રોપડાઉન મેનુ ઓપન થશે. જેમાં જુદા જુદા વિકલ્પ હશે.
4. ટ્રાન્સલેશન ઓપ્શન સિલેક્ટ કરો.
આ ડ્રોપડાઉન મેનુમાંથી ટ્રાન્સલેટ ઓપ્શન સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કરતા જ તમારી ટ્રાન્સલેશનની પ્રક્રિયા શરૂ થશે.
5. તમારે જે ભાષામાં મેઈલ વાંચવો છે, તે સિલેક્ટ કરો.
હવે એક નવું મેનુ ઓપન થશે. જેમાંથી તમે ભાષા સિલેક્ટ કરી શક્શો. તમારે જે ભાષામાં મેઈલ ટ્રાન્સલેટ કરવો છે, તે ભાષા સિલેક્ટ કરો. તમારી ભાષા સિલેક્ટ કરવા માટે તમને ભાષાનું લિસ્ટ જોવા મળશે.
6. ટ્રાન્સલેટ થયેલો મેલ વાંચો
એકવાર તમે ભાષા પસંદ કરશો, એટલે જીમેઈલ તમારા મેઈલને જાતે જ ટ્રાન્સલેટ કરી નાખશે. બાદમાં તમે ટ્રાન્સલેટ થયેલો મેઈલ વાંચી શક્શો.
અગત્યના મુદ્દાઓ
- જો તમારાથી ભૂલમાં ટ્રાન્સલેશન બેનર જતું રહે છે, તો ચિંતા ન કરો. એકવાર એપને ઈમેઈલને ખ્યાલ આવશે કે મેઈલની ભાષા તમારી ભાષા કરતા જુદી છે, તો આ બેનર જાતે જ પાછું આવી જશે.
- જો તમે ઈચ્છો તો ટ્રાન્સલેશન બેનરને ઓફ પણ કરી શકો છો. આ માટે તમારે Don't Translate (language) again પ્રોમ્પ્ટને એક્સેપ્ટ કરવાનું છે.
- જો ક્યારેક કોઈ ગ્લિચના કારણે સિસ્ટમ જાતે જ મેઈલ ટ્રાન્સલેટ ન કરે , તમે થ્રી ડોટ મેન્યુમાં જઈને મેન્યુઅલ ટ્રાન્સલેશન ઓપ્શનનો પણ યુઝ કરી શકો છો.
આટલું યાદ રાખજો
- હાલ મોબાઈલ એપ્સ માટે આ ટ્રાન્સલેશન ફીચર હજી બીટા ફેઝમાં છે. તો કેટલીકવાર ટ્રાન્સલેશનમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
- ટેક્નિકલ કે પછી કાયદાકીય દસ્તાવેજો જેમાં શબ્દો ખૂબ અગત્યના છે, તેનું અદ્દલ ટ્રાન્સલેશન આ ફીચર કરતું નથી.
- તમે એક સમયે એક જ ઈમેઈલ ટ્રાન્સલેટ કરી શકો છો.
- આ ફીચર તબક્કાવાર રોલઆઉટ થવાનું છે. જો હાલ તમારી જીમેઈલ એપમાં આ ફીચર નથી તો ચિંતા ન કરો, થોડા દિવસોમાં તમને પણ મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications