Androidમાંથી iPhoneમાં ટ્રાન્સફર કરો ડેટા, આ સ્ટેપ્સ કરો ફોલો

By Gizbot Bureau
|

Android ફોનમાંથી iPhoneમાં ડેટા લેવા માટે યુઝર્સે ઘણો સંઘર્ષ કરવો પડે છે. તમે એન્ડ્રોઈડ ડિવાઈસમાંથી આઈફોન પર સ્વિચ કરી રહ્યા છો, અને કેટલીક મહત્વની ફાઈલ્સ તમારે આઈફોનમાં ટ્રાન્સફર કરવી છે, તો ઘણી પ્રક્રિયા કરવી પડે છે. આનું કારણ છે કે બંને ઓપરેટિંગ સિસ્ટમ જુદી જુદી છે. એટલે એન્ડ્રોઈડથી આઈફોનમાં સરળતાથી ડેટા ટ્રાન્સફર કરવાની રીતો જાણવી જરૂરી છે. આપની મદદ માટે આ આર્ટિકલમાં અમે એ રીત જણાવીશું, જેના દ્વારા સરળતાથી તમે એન્ડ્રોઈડથી આઈફોનમાં ડેટા ટ્રાન્સફર કરી શકો છો. જો કે, સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ અને આઈઓસ ડિવાઈસની ઓપરેટિંગ સિસ્ટમ લેટેસ્ટ વર્ઝનમાં અપડેટેડ હોવી જરૂરી છે. સાથે જ બંને ફોનમાં ચાર્જિંગ ફૂલ હોવું જરૂરી છે.

Androidમાંથી iPhoneમાં ટ્રાન્સફર કરો ડેટા, આ સ્ટેપ્સ કરો ફોલો

Androidમાંથી iPhoneમાં ડેટા ટ્રાન્સફર કરવાની રીતો

Move to iOS એપ

Move to iOS એપલ ઈંક દ્વારા બનાવવામાં આવેલી એક ફ્રી એપ છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ દ્વારા તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી આઈફોનમાં સરળતાથી ડેટા ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયા વાયરલેસ રીતે થાય છે.

  • સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉલોડ કરો.
  • બાદમાં તમારા આઈફોન પર સ્વિચ કરો અને સેટઅપ દરમિયાન એપ્સ અને ડેટા વિકલ્પ પસંદ કરો.
  • અહીં Move from Android ઓપ્શન પસંદ કરો.
  • તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર Move to iOS એપ ઓપન કરો અને Continue પર ટેપ કરો.
  • હવે તમારા iPhone પર સેટ અપ પ્રોસેસ દરમિયાન એપ્સ અને ડેટા વિકલ્પ પર ટેપ કરો અને Take Data from Android ઓપ્શન પસંદ કરો.
  • પ્રોસેસને આગળ વધારવા માટે Agree બટન પર ટેપ કરો.
  • હવે તમારો iPhone ઓપન કરો, અન તેમાં પણ Agree બટન પર ટેપ કરો. બાદમાં યુનિક કોડ આવે ત્યાં સુધી રાહ જુઓ.
  • હવે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનની સ્ક્રીન પર એક કોડ જોવા મળશે, આ કોડ આઈફોનમાં એટર કરો. બાદમાં તમારે જે ડેટા ટ્રાન્સફર કરવો છે, તે સિલેક્ટ કરો.
  • ટ્રાન્સફર સમાપ્ત થઈ જાય ત્યાર બાદ આઈફોનના સેટિંગ્સમાં જઈને મૂવ ફ્રોમ એન્ડ્રોઈડ ઓપ્શન બંધ કરો.

Google Driveમાંથી ડેટા ટ્રાન્સફર કરવાની રીત

Androidમાંથી iPhoneમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરવો પણ સરળ છે. અહીં અમે તમને ગૂગલ ડ્રાઈવના ઉપયોગ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવાની રીત જણાવીશું.

સૌથી પહેલા સેફ્ટી માટે તમારા એન્ડ્રોઈડ ફોનના બધા જ ડેટાનો ગૂગલ ડ્રાઈવ પર બેક અપ લો. આ માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનું સેટિંગ્સ ઓપન કરો.

  • અહીં System વિકલ્પ પર ટેપ કરો અને પછી Backupમાં જઈને Backup on Google Drive ઓપ્શન પસંદ કરો.
  • હવે તમારા આઈપોન પર ગૂગલ ડ્રાઈવ ઈન્સ્ટોલ કરો.
  • તમારા આઈફોન પર એ જ જીમેઈલ આઈડીથી લોગઈન કરો, જે આઈડીથી એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં લોગઈન છો.
  • હવે તમારા આઈફોન પર ગૂગલ ડ્રાઈવ એપ ખોલો અને બેકઅપ લીધેલો ડેટા સર્ચ કરો.
  • બાદમાં આઈફોનમાં મેન્યુ પર જાવ અને ત્યાંથી બેકઅપ ઓપ્શન પસંદ કરો.
  • અહીંથી એ ડેટા પસંદ કરો, જેનો ડેટા તમે ટ્રાન્સફર કરવા ઈચ્છો છો, બાદમાં રિસ્ટોર પર ક્લિક કરો.
  • ટ્રાન્સફર પુરુ થશે, એટલે તમારો ડેટા ટ્રાન્સફર થઈ જશે.
Best Mobiles in India

English summary
How to transfer data from android to iOS

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X