ખોવાયેલો ફોન ટ્રેક કરવો છે? Google Maps ઉપરાંત આટલી રીતે કામ બનશે સરળ

By Gizbot Bureau
|

કોઈ પણ વ્યક્તિ આજે એવો નથી, જેની પાસે ફોન ન હોય. સાથે જ ફોન ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ઘટનાઓ પણ આંતરેદિવસે સામે આવે છે. ત્યારે જરૂર પડે છે, ફોનને ટ્રેક કરવાની. હાલના દિવસોમાં ફોનને શોધવો એ રૂના ઢગલામાંથી સોય શોધવા બરાબર છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રીક જણાવીશું, જેની મદદથી તમે સાવ ફ્રીમાં ફોન નંબર ટ્રેક કરી શક્શો. મોટા ભાગના લોકોને એ સવાલ સતાવતો હોય છે, કે ફોન ટ્રેક કેવી રીતે કરીશું. તો અમે તેના જવાબ સાથએ હાજર છીએ. ફોનને તેના IMEI નંબરથી તેમજ ગૂગલ મેપ્સથી પણ ટ્રેક કરી શકાય છે.

ખોવાયેલો ફોન ટ્રેક કરવો છે? Google Maps ઉપરાંત આટલી રીતે કામ બનશે સરળ

IMEI નંબરથી થશે ફોન ટ્રેક

દરેક મોબાઈલ હેન્ડસેટનો એક યુનિક IMEI નંબર હોય છે, જે તેની કી આઈડેન્ટિટી છે. આ IMEI નંબરથી તમે ખોવાયેલો ફોન શોધી શકો છો. તમારા ફોનને શોધવા માટે IMEI પોર્ટલ પર જવું પડશે. સામાન્ય રીતે પોલીસ આ જ રીતે ખોવાયેલા ફોન શોધે છે. દરેક ફોનનો IMEI નંબર યુનિક હોવાથી આ રીતે ફોન શોધવો સરળ બને છે.

ફ્રીમાં આ રીતે શોધી શકાશે તમારો ખોવાયેલો ફોન

આજના સમયમાં દરેક નાના-મોટા કામ એપ્લીકેશન દ્વારા થઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર સંખ્યાબંધ ફોન ટ્રેકિંગ એપ્લિકેશન અવેલેબલ છે. સાથે જ એપ સ્ટોર પર પણ તમને આવી એપ્લીકેશન મળી શક્શે. આ માટે બસ તમારે જે નંબર શોધવો છે, તે નંબર જ એપ્લીકેશનમાં એન્ટર કરવાનો હોય છે. જો તમારો ફોન ખોવાઈ ગયો હોય, અને જેની પાસે ફોન છે, તેણે સીમકાર્ડ કાઢી નાખ્યું હોય, તો આ રીતથી ફોન શોધી શકાતા નથી.

ફોનનું લોકેશન કરો ટ્રેક

એન્ડ્રોઈ અને આઈઓએસ બંને ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન સહેલાઈથી શોધી શકાય છે. એન્ડ્રોઈડ ઓએસ ધરાવતા ફોન તમે ગૂગલ મેપ્સની મદદથી શોધી શકો છો. આ ઉપરાંત તમે Find My Device વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો, જે આઈફોનમાં Find My Phoneના નામે ઉપલબ્ધ હોય છે. આ માટે તમારે બસ જરૂરી ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરવો પડશે.

સ્વીચ ઓફ થયેલો ફોન શોધો

જે ફોન ખોવાઈ ગયા કે ચોરાઈ ગયા બાદ સ્વીચ ઓફ થઈ ગયો હોય તે પણ શોધી શકાય છે. જો કે આ સુવિધા માત્ર iPhone પૂરતી મર્યાદિત છે. iPhoneનું બ્લૂટૂથ લોકેશન નામનું ફીચર તમારા ખોવાયેલા આઈફોનને શોધવામાં મદદગાર બને છે. જો તમારો ફોન ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ નથી, કે ફોનની બેટરી પૂરી થઈ ગઈ છે, તો પણ તમે ફોન શોધી શકો છો. પરંતુ ફરી એકવાર જણાવી દઈએ કે આ ટ્રિક માત્ર આઈફોન માટે જ છે.

ડેટા કનેક્શન વગરનો ફોન કેવી રીતે મળશે?

એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં આ ટ્રિક કામ કરે છે. જુદી જુદી મેપિંગ એપ્સ તમારા ફોનને ઈન્ટનેટ કનેક્શન વગર પણ એક્ટિવ રાખે છે. તમારા ફોનમાં GPS સેન્સર હોય છે, જે તમારા લોકેશનને બે જુદી જુદી રીતે ટ્રેક કરે છે. જેમાંનું આસિસ્ટેડ GPS તમારા નજીકના સેલફોન ટાવર સાથે કનેક્ટેડ હોય છે, ભલે પછી તમારા ફોનનું ડેટા કનેક્શન ઓન ન હોય! એટલે તમે તમારા ફોનને ડેટા કનેક્શન વગર પણ શોધી શકો છો.

ફોન કોલનું લોકેશન કેવી રીતે શોધી શકાય?

આ કામ માટે પણ પ્લે સ્ટોર પર જુદી જુદી એપ્સ ઉપલબ્ધ છે. આ બધી જ એપ ફોનના IMEI નંબર અને GPSની મદદથી ફોન કોલનું લોકેશન ટ્રેસ કરી શકો છો. દરેક ફોન કોલ તમે જ્યાં છો, ત્યાં નજીકના ફોન કોલ ટાવર સાથે કનેક્ટ થાય છે, એપ્સ પણ તેના આધારે જ ફોન કોલનું લોકેશન શોધે છે.

ગૂગલ મેપ્સ દ્વારા શોધો ફોનનું લોકેશન

ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ પણ ફોનને ગૂગલ મેપ્સની મદદથી પણ શોધી શકાય છે. જો કે આ એન્ડ્રોઈડ ફોનમાં શક્ય છે. જો કે આ માટે સૌથી પહેલા તમારે Find My Device એપની જરૂર પડશે, જેની મદદથી તમે તમારા ફોનને ટ્રેક કરી શક્શો. બસ તમારે જે ફોન શોધવાનો છે, તે તમારા ગૂગલ અકાઉન્ટ સાથે લિંક હોવો જરૂરી છે.

બસ તમારો ફોન શોધવો કંઈ ખાસ અઘરો નથી. જો કે, તમારે આ માટે કેટલીક મહત્વની માહિતી આપવી જરૂરી છે. તમારા ફોનને ટ્રેક કરવા માટે IMEI નંબર, મોબાઈલ નંબર, લિંક્ડ અકાઉન્ટ સહિતની માહિતીની મદદથી તમે તમારો ફોન ટ્રેક કરી શકો છો. મઆ ડિટેઈલ્સ માત્ર મોબાઈલ યુઝર્સ પાસે જ હોય છે, એટલે ફોન શોધવાની રીત સેફ છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Track A Phone? Simple Steps For Phone Tracking

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X