તમારા ફોન દ્વારા જ જાણો તમારા મિત્રોનું લોકેશન, બસ આ સ્ટેપ્સ કરો ફોલો

By Gizbot Bureau
|

ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે, જ્યારે આપણે આપણા મિત્રો કે સગાસંબંધીઓનો સંપર્ક નથી કરી શક્તા. તોફાન હોય, ભારે વરસાદ હોય કે પછી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ હોય, ત્યારે સૌથી પહેલા આપણને આપણા ઓળખીતા લોકોની ચિંતા સતાવે છે. આવી સ્થિતિમાં જો ફોનથી સંપર્ક ન થઈ શકે તો ચિંતા વધતી જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં લોકેશન ટ્રેકિંગ ઉપયોગી બને છે. એવી કેટલીક રીત છે, જેના દ્વારા તમે તમારા સ્માર્ટ ફોન કે મોબાઈલ નંબર દ્વારા લોકોને ટ્રેક કરી શકો છો. આજે અમે તમને કેટલીક એવી સરળ રીત જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે લોકેશન ટ્રેક કરી શકો છો.

તમારા ફોન દ્વારા જ જાણો તમારા મિત્રોનું લોકેશન, બસ આ સ્ટેપ્સ કરો ફોલો

થર્ડ પાર્ટી એપનો ન કરો ઉપયોગ

તમને જણાવી દઈએ કે આ રીતે લોકેશન ટ્રેકિંગ માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે થર્ડ પાર્ટી એપ્સ તમારી અંગત માહિતી ચોરી કરી શકે છે, જે સુરક્ષિત નથી.

પોલીસ આ રીતે શોધે છે એડ્રેસ

તમને જણાવી દીએ કે લોકેશન ટ્રેક કરવાની જુદી જુદી રીતમાં સૌથી વધુ વપરાતી જે રીત છે, તે રીત ટેલિકોમ કંપનીઓ સાથે જોડાયેલો છે. પોલીસ અને સરકારી એજન્સીઓ કોઈ વ્યક્તિને શોધવા માટે આ રીત અપનાવે છે. પોલીસ ટેલિકોમ કંપનીની મદદ લઈને કોર્ટના આદેશ દ્વારા યુઝરની ડિટેઈલ્સ મેળવી લે છે. આ પદ્ધતિનો ઉપયોગ આપણે બધા નથી કરી શક્તા.

Truecaller એપનો કરો ઉપયોગ

અમે તમને એ રીત જણાવીશું જેની મદદથી તમે પોલીસ કે ટેલિકોમ કંપનીઓની મદદ વગર તમારા ઓળખીતા લોકો ક્યાં છે, તે જાણી શક્શો. આ માટે તમારે Truecaller એપનો ઉપયોગ કરવાનો રહેશે. અહીં તમારે સર્ચમાં એ વ્યક્તિનો મોબાઈલ નંબર નાખવાનો છે, જે વ્યક્તિનું લોકેશન તમે જાણવા ઈચ્છો છો. આમ કરવાથી તમને સીધું જ તે વ્યક્તિનું સ્થાન જાણવા નહીં મળે, પરંતુ આ વ્યક્તિ કયા વિસ્તારના છે, તે જાણી શકાશે. આ રીત દ્વારા તમે તે વ્યક્તિના મોબાઈલ ઓપરેટરનું નામ પણ જાણી શકો છો. જો તે વ્યક્તિનું નામ પણ નથી જાણતા તો તેમનું નામ પણ જાણી શકો છો. એટલે કે અજાણ્યો ફોન નંબર કોના નામે રજિસ્ટર છે, તે જાણી શકાય છે.

Whatsapp કરશે મદદ

ટ્રુ કોલર સિવાય પણ હજી એક ઉપાય છે, જેના દ્વારા તમે તમારા મિત્રોનું લોકેશન જાણી શકો છો. આ રીત છે વ્હોટ્સ એપ. જો કોઈ વ્હોટ્સએપ યુઝર તમને પોતાનું લાઈવ લોકેશન અથવા કરંટ લોકેશન મોકલશે, તો તમને તેમનું લોકેશન અને તેઓ હાલ કયા વિસ્તારમાં છે, તે સરળતાથી ટ્રેક કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
How to trace the locations of your friends via mobile number or smartphone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X