Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઉનાળામાં Fridge નથી આપી રહ્યું કૂલિંગ? તો આ ટિપ્સનો કરો ઉપયોગ
ઉનાળો પૂરજોરમાં તપી રહ્યો છે. સૂરજ બાફી નાખે તેવી ગરમી વરસાવી રહ્યો છે. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં ફ્રિજનો ઉપયોગ વધી ગયો છે. આમ તો ફ્રિજની જરૂર આખા વર્ષ દરમિયાન રહેજ છે. પરંતુ ઉનાળાની ઋતુમાં એટલે કે ગરમીમાં ફ્રિજ ઓછી ઠંડક આપતું હોવાની ફરિયાદ સામાન્ય થઈ પડે છે. શક્ય છે કે ઘણીવાર તમારું ફ્રિજ જૂનું થઈ ગયું હોવાને કારણે કે પછી ટેક્નિકલ ખામી હોવાને કારણે પૂરતી ઠંડક જનરેટ ન કરતું હોય. પરંતુ મોટા ભાગના કિસ્સામાં ફ્રિજમાં ઓછી ઠંડકનું કારણ યુઝર્સની આદતો હોય છે. તમારી કેટલીક આદતો જ ફ્રિજની ઠંડક ઘટાડે છે, સાથે જ ફ્રિજ બગડી જવાની શક્યતા પણ વધારે છે. આવી સ્થિતિમાં યુઝર્સે ફ્રિજનો ઉપયોગ કરવા દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો પર ધ્યાન આપવું જોઈએ.

કન્ડેન્સર કોઈલ
ફ્રિજની કન્ડેન્સર કોઈલને સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ. ફ્રિજને આપણે રસોડાના કોઈ ખૂણામાં મૂકી દઈએ છીએ, અને પછી વર્ષો સુધી તેને ભાગ્યે જ ખસેડીએ છીએ. આવી સ્થિતિમાં ફ્રિજની કન્ડેન્સર કોઈલ પર ધૂળ અને ગંદકી જામી જાય છે. જેને કારણે કોઈલ બ્લોક થઈ જાય છે. આ વાતને કારણે ફ્રિજના કૂલિંગ પર અસર પડે છે. સાતેજ કોમ્પ્રેસર પણ વધારે તાકાત કરવી પડે છે. જેન કારણે કોમ્પ્રેસર વહેલું ખરાબ થઈ જાય છે.
સ્પેસ મેનેજમેન્ટ
ફ્રિજમાં સામાન યોગ્ય રીતે મૂકવો જોઈએ. તમે ફ્રિજમાં કોઈ પણ વસ્તુ મૂકો ત્યારે ધ્યાન રાખો કે તેની અંદર એર ફ્લો સરળતાથી થઈ શકે. કારણ કે આ એરફ્લોને કારણે જ ફ્રિજનું ટેમ્પરેચર જળવાઈ રહે છે. જ્યારે ફ્રિજમાં વધારે પડતો સામાન હોય કે પછી એર ફ્લો બ્લોક થઈ જાય તો ઠંડક ઘટતી જાય છે. પરિણામે ટેમ્પરેચર જાળવી રાખવા માટે કોમ્પ્રેસર પર વધારે જોર પડે છે. અને વધારે પાવર વપરાવાથી વધારે લાઈટબિલ પણ આવે છે.
ગરમ વસ્તુઓ ફ્રિજમાં મૂકવી
ક્યારેય કોઈ પણ સ્થિતિમાં ફ્રિજની અંદર ગરમ વસ્તુઓ ન મૂકવી જોઈએ. ગરમ વસ્તુ ફ્રિજની અંદર મૂકવાથી ફ્રિજની અંદરનું તાપમાન વધી જાય છે, જેને કારણે ફ્રિજમાં મૂકેલી બધી જ વસ્તુઓ બગડી જવાની શક્યતા રહે છે. સાથે જ ફ્રિજની અંદરનું તાપમાન મેઈન્ટેઈન કરવા માટે ફરી એકવાર કોમ્પ્રેસર પર વધારે તાકાત પડે છે.
સમયાંતરે ફ્રિજ સાફ કરતા રહો
ફ્રિજના પાછળના ભાગને સમયાંતરે સાફ કરતા રહેવો જોઈએ. ઉનાળામાં ફ્રિજની પાછળની ભાગમાં વધારે પાણી સ્ટોર થઈ જાય છે. પરિણામે તમારે સમયાંતરે ફ્રિજને સાફ કરતા રહેવું જોઈએ. જેથી ફ્રિજની મશીનરી બરાબર કામ કરતી રહે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications