Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Baal Aadhaar Card બનાવવા, અપડેટ કરવા આ રીતે કરો ઓનલાઈન અરજી
ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણ એટલે કે UIDAIએ બાળકોના આધાર કાર્ડ, બાલ આધાર કાર્ડ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. UIDAIની ગાઈડલાઈન પ્રમાણે 5 વર્ષ અને 15 વર્ષની ઉંમરના બાળકો માટે આધાર ડેટામાં બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવી હવે જરૂરી છે. એટલે કે હવે જ્યારે તમારું બાળક 5 વર્ષનું અને 15 વર્ષનું થાય ત્યારે તમારે તેના આધાર કાર્ડમાં ફિંગર પ્રિન્ટ, રેટિના સહિતના રેકોર્ડ્ઝ અપડેટ કરાવવા પડશે.

UIDAIએ ટ્વિટર પર માહિતી આપતા કહ્યું છે કે હવે 5 અને 15 વર્ષના બાળકોની બાયોમેટ્રિક ડિટેઈલ્સ અપડેટ કરવી પડશે, આ પ્રક્રિયા નિઃશુલ્ક રીતે થઈ શક્શે. સાથે જ UIDAIએ પોતાના ટ્વિટમાં એ પણ જાહેરાત કરી છે કે બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા બાદ બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે આ અપડેટ કરાવવા માટે માતા-પિતાએ પોતાના બાળકોને લઈને તેમની બાયોમેટ્રિક ડિટેઈલ્સ અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવું પડશે.
શું છે બાલ આધાર કાર્ડ?
UIDAI જે દેશના દરેક નાગરિકો માટે 12 આંકડાનું આધાર ઈસ્યુ કરે છે, અને મેનેજ કરે છે, તે જ સંસ્થા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલ આધાર કાર્ડ જાહેર કરે છે. આ કાર્ડના ઉપયોગથી દેશના નાગરિકો સરકારી યોજનાઓનો લાભ લઈ શકે છે, બાલ આધાર કાર્ડ જન્મથી જ બાળકો માટે ડિજિટલ ફોટો ઓળખ પત્ર તરીકે કામ કરે છે.
નવજાત માટેનું બ્લૂ કલરના આધાર કાર્ડ
બાલ આધાર કાર્ડને સામાન્ય વ્યક્તિઓના આધાર કાર્ડથી અલગ પાડવા માટે UIDAI 0થી 5 વર્ષની ઉંમરના બાળકો માટે વાદળી રંગનું આધાર કાર્ડ ઈસ્યુ કરે છે. જો કે આ બ્લૂ આધાર કાર્ડ બાળક જેવું 5 વર્ષનું તાય કે તરત જ અમાન્ય થઈ જાય છે. એટલે આધાર કાર્ડને અપડેટ કરવા માટે માતા-પિતાએ પોતાના બાળકની બાયોમેટ્રિક ડિટેઈલ્સને આધાર કાર્ડમાં અપડેટ કરાવવી પડશે.
બાલ આધાર કાર્ડ માટે આ રીતે કરો અરજી
સ્ટેપ 1: UIDAIની સત્તાવાર વેબસાઈટ www.uidai.gov.in પર લોગ ઈન કરો.
સ્ટેપ 2: અહીં આધાર કાર્ડ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમારે બાળકનું નામ, માતા-પિતાનું નામ, તેમનો ફોન નંબર, બાળક અને માતા-પિતાની જરૂરી માહિતી અપડેટ કરવી પડશે.
સ્ટેપ 4: બાદમાં તમારે તમારું એડ્રેસ, વિસ્તાર, શહેર અને રાજ્ય સહિતની માહિતી ભરવી પડશે.
સ્ટેપ 5: આ બધી જ ડિટેઈલ્સ ભર્યા બાદ સબમિટ કરો.
સ્ટેપ 6: આટલું કર્યા બાદ તમારે અપોઈન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 7: હવે તમારા એરિયામાં તમને નજીક પડે એવું આધાર કેન્દ્ર શોધો અને અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરો.
સ્ટેપ 8: આ અપોઈન્ટમેન્ટ દરમિયાન તમારે ઓળકના પુરાવા, એડ્રેસના પુરાવા, સંબંધનો પુરાવો, જન્મ તારીખના પુરાવા જેવા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે. હવે આધાર કેન્દ્રના કર્મચારી પ્રક્રિયા પૂરી કરશે, અને તમારી અરજીની પ્રક્રિયા ટ્રેક કરવા માટે તમને એક્નોલેજમેન્ટ નંબર આપશે.
સ્ટેપ 9: આધાર કાર્ડ 60 દિવસની અંદર તમારા ઘરે પોસ્ટમાં આવી જશે.
બાલ આધાર કાર્ડને કરો અપડેટ
સ્ટેપ 1: તમારા બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે www.uidai.gov.in પર લોગ ઈન કરો અને તમારા બાળકોની ડિટેઈલ્સ અપડેટ કરવા માટે અપોઈન્ટમેન્ટ બુક કરો.
સ્ટેપ 2: હવે તમારા બાળકનું જન્મનું પ્રમાણ પત્ર, ઓળખનું પ્રમાણ પત્ર અને એડ્રેસ પ્રૂફ લઈને આધાર કેન્દ્ર પર જાવ.
સ્ટેપ 3: આધાર કર્મચારી આટલા પુરાવા બાદ બાળકનો ફોટો અને બાયોમેટ્રિક્સ અપડેટ કરી દેશે.
નોટ: ઉલ્લેખનીય છે કે જ્યારે તમે તમારા બાળકનું આધાર કાર્ડ રજિસ્ટર કે અપડેટ કરાવો છો, ત્યારે તમારે વાલી તરીકે તમારું આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications