Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smart TV કરી શકે છે તમારી જાસૂસી, આ સેટિંગને કરો ઓફ
સ્માર્ટપોન દ્વારા જાસૂસી થવાના સમાચાર હવે નવા રહ્યા નથી. પરંતુ શું તમારું સ્માર્ટ ટીવી પણ જાસૂસી કરી શકે છે? આપણે સ્માર્ટ ફોનને લઈને જેટલા સતર્ક રહીએ છીએ, તેટલા સતર્ક સ્માર્ટ ટીવીને લઈને રહેતા નથી. સ્માર્ટ ટીવીમાં ન તો ઈનકોગ્નિટો મોડ હોય છે, ન તો કોઈ બીજા પ્રાઈવસી ફીચર્સ વિશે આપણે વિચાર કરીએ છીએ.

લગભગ એક દાયકા પહેલા આપણા ઘરમાં મોટા બોક્સવાળા ટીવી હતા. તેમાં સ્ક્રીન મોટી નહોતી, પરંતુ ટીવી સાઈઝ વધારે મોટી હતી. હવે સમયની સાથે ટીવીની ડિઝાઈન અને ફીચર્સ બંને બદલાયા છે. જેમાંથી સૌથી મોટું પરિવર્તન સ્માર્ટ ટીવી છે. હવે મોટાભાગે લોકોના ઘરમાં સ્માર્ટ ટીવી જ જોવા મળે છે.
સ્માર્ટ ટીવી તમારા વિશે શું જાણે છે?
હાલ સ્માર્ટ ટીવીમાં જાતભાતના ફીચર્સ અવેલેબલ હોય છે. તમે આ સ્માર્ટ ટીવીને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકો છો. ટીવી જોવા માટે હવે તમારે સેટ ટોપ બોક્સની જરૂર નથી. પરંતુ ઓટીટી એપ્સ તમારા સ્માર્ટપોનમાં ડાઉનલોડ કરી શકો છો, જેના દ્વારા તમે મોબાઈલની જેમ જ ટીવી પર કન્ટેન્ટ જોઈ શકો છો.
જો કે આ બધી આધુનિક સુવિધાઓ અને ફીચર્સની સાથે સ્માર્ટ ટીવીના કેટલાક જોખમ પણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે હાલ સૌથી કિમતી વાત યુઝર્સનો પર્સનલ ડેટા છે. જરા વિચાર કરી જુઓ કે શું થાય જો તમારું સ્માર્ટ ટીવી તમારા ઘરમાં થતી બધી જ વાતચીત, તમારા પરિવાર વિશેની માહિતી એક્ઠી કરી રહ્યું હોય?
આપણે બધા ડિજિટલ વર્લ્ડમાં જીવી રહ્યા છીએ, એટલે ટ્રેકિંગથી બચવું મુશ્કેલ છે. આપણી દરેક ગતિવિધિ ટ્રેક થયા કરે છે. સ્માર્ટ ફોન પર, સ્માર્ટ ટીવી દ્વારા ઘણો ડેટા કલેક્ટ કરી રહ્યા છે.
શું તમારું ટીવી પણ ડેટા કલેક્ટ કરે છે?
તમને લાગતું હશે કે આ ડેટા કલેક્ટ કરીને શું ફાયદો? પરંતુ કંપનીઓ આ ડેટાનો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકે છે. તમારી સ્ક્રીન પર દેખાતી એડ્સ દ્વારા જ કંપની પૈસા કમાય છે. આ બધા માટે સ્માર્ટ ટીવીનું એક ફીચર ACR મદદ કરે છે. ACR એટલે ઓટોમેટિક કન્ટેન્ટ રિકગ્નિશન ફીચર, જે એક વિઝ્યુઅલ રિકગ્નિશન ફીચર છે. જે તમારા ટીવી પર આવતી દરેક એડ્ઝ, ટીવી શો અને મૂવીને આઈડેન્ટિફાય કરે છે.
આ ફચીર સ્ટ્રીમિંગ બોક્સિસ, કેબલ, ઓટીટી એટલે સુધી કે જો તમે ડીવીડી કે પેનડ્રાઈવ કનેક્ટ કરીને જુઓ છો, તો તમે શું જોઈ રહ્યા છો, તે પણ ટીવીનું આ ફીચર રેકોર્ડ કરી શકે છે. આ રેકોર્ડ કરેલા ડેટા દ્વારા માર્કેટિંગ અને Ads ટાર્ગેટ કરવામાં આવે છે.
ઓફ કરી શકો છો આ સેટિંગ
જુદા જુદા ટીવીમાં જુદા જુદા પ્રકારે ACR સેટિંગ્સ ઓફ કરી શકાય છે. અમે તમને એક સામાન્ય રીત જણાવીશું, જો તમારી પાસે સેમસંગનું સ્માર્ટ ટીવી છે, તો તમે Smart Hub Menu> Settings> Support> Terms & Policy પર જવું પડશે.
અહીં તમને Sync Plus and Marketingનો વિકલ્પ મળશે, જેને તમે ડિસેબલ કરી શકો છો. જો તમે નવું સ્માર્ટ ટીવી સેટઅપ કરી રહ્યા છો, તો તમને ટર્મ્સ એન્ડ કંડીશન્સમાં જ ACR ઓફ કરવાનો વિકલ્પ મળશે.
Word Count 452
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
