Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Airtel, Vi, BSNLના સિમમાં આ રીતે બંધ કરો ફ્લેશ મેસેજ, ફોલો કરો સ્ટેપ્સ
તમે જ્યારે જ્યારે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હશો, અથવા કોલ કરતા હશો, ત્યારે ત્યારે તમને એરટેલ અથવા વોડાફોન તરફી ફ્લેશ મેસેજ આવતા હશે. તમારો ડેટા આટલો બાકી છે, તમે આટલી મિનિટ વાત કરી છે, આ માહિતી નેટવર્ક પ્રોવાઈડર ફ્લેશ મેસેજમાં આપે છે. આ આર્ટિકલમાં અમે તમને એરટેલ અને વોડાફોન-આઈડિયાના સિમકાર્ડમાં આવતા ફ્લેશ મેસેજ બંધ કરવાની રીત જણાવીશું. આ રીત દરેક પ્રકારના એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર કામ કરે છે.

શું છે ફ્લેશ મેસેજ?
એરટેલ અને વોડફોન-આઈડિયા જેવા નેટવર્ક ડેટાનો ઉપયોગ અને બચેલો ડેટા, તેની વેલિડિટી વિશે માહિતી આપવા માટે ફ્લેશ મેસેજ મોકલે છે. જ્યારે તમે કોઈ વોઈસ કોલ કરો છો, અથવા કોલ કટ કરો છો, ડેટા કનેક્શન બંધ કરો છો, ત્યારે તમારી સ્ક્રીન પર આવા ફ્લેશ મેસેજ ઝબકે છે. જેમાં તમારા કોલની ડ્યુરેશન સહિતની વિગતવાર માહિતી હોય છે.
Airtelમાં આ રીતે બંધ કરો ફ્લેશ મેસેજ
જો તમે એરટેલનું નેટવર્ક વાપરી રહ્યા છો તો તમારા સ્માર્ટફોન પર આવતા ફ્લેશ મેસેજ રોકવા માટે તમારે સિમ ટૂલકિટ સેટિંગ્સમાં જવું પડશે. આ રીત દ્વારા પ્રિપેઈડ અને પોસ્ટપેઈડ બંને યુઝર્સ ફ્લેશ મેસેજ બંધ કરી શકે છે. ચાલો જાણીએ આ સેટિંગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
1. સૌથી પહેલા તમારા સ્માર્ટ ફોનમાં એપ્સ મેન્યુ ખોલો.
2. અહીં તમારે Airtel સર્વિસિઝ એપ શોધીને, ઓપન કરવાની છે.
3. જેમાંથી તમારે Airtel Nowનો ઓપ્શન પસંદ કરવાનો છે.
4. અહીં સ્ટાર્ટ અથવા સ્ટોપ વિકલ્પ પર ક્લિક કરો.
5. આ સ્ટોપ ઓપ્શન ચાલુ કરવાની સાથે જ તમારા ફ્લેશ મેસેજ બંધ થઈ જશે.
Vi પર ફ્લેશ મેસેજ બંધ કરવા આટલું કરો.
Vi ફ્લેશ મેસેજને બે રીતે ડિસેબલ કરી શકાય છે. જો તમે પોસ્ટપેઈડ યુઝર છો, તો ફ્લેશ મેસેજ બંધ કરવા માટે તમારે 199 નંબર પર CAN FLASH લખીને મેસેજ કરવો પડશે. આ જ રીતે પ્રિપેઈડ યુઝર્સે 144 નંબર પર CAN FLASH ટાઈપ કરીને મેસેજ મોકલવો પડશે. આ ઉપરાંત યુઝર્સ Vi એપ પણ ઓપન કરીને ફ્લેશ મેસેજ ડિએક્ટિવેટ કરી શકે છે. આ માટે તમારે એપ ખોલીને તેમાં ફ્લેશના ઓપ્શનને માત્ર ડિસેબલ કરવાનો છે.
Reliance Jio પર ફ્લેશ મેસેજ આ રીતે બંધ કરો
તમારા સ્માર્ટફોનમાં My Jio એપ ઓપન કરો અને આ એપને અન ઈન્સ્ટોલ કરી દો. મોટા ભાગે તો આમ કરવાથી તમને આવતા ફ્લેશ મેસેજ બંધ થઈ જશે. આ ઉપરાંત તમે જીયો કસ્ટમર કેરમાં કોલ કરીને પણ ફ્લેશ મેસેજ બંધ કરાવી શકો છો.
BSNL પર ફ્લેશ મેસેજ બંધ કરવાની રીત
BSNL પર ફ્લેશ મેસેજ બંધ કરવા માટે તમારા ફોન પર BSNL સિમ ટૂલકિટ એપ ઓપન કરો, જે BSNL મોબાઈલના નામથી છે. અહીં તમને BSNL Buzz Service નામનો વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો અને એક્ટિવ કરો પર ક્લિક કરો. બાદમાં ફ્લેશ મેસેજ ડિએક્ટિવેટ કરવા માટે Deactivate to stop the flash messages વિકલ્પ પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications