Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મોબાઈલમાં સ્લો ચાલે છે ઈન્ટરનેટ, આ ટિપ્સનો કરો ઉપયોગ
5જી લોન્ચ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ અને વપરાશ બંને વધી ચૂક્યા છે. 5જીના કારણે હવે આપણે ફિલ્મો જોવા માટે, ગેમ રમવાથી લઈને ઓફિસના કામ કરવા સુધી દરેક કામ માટે મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. જો ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય તો આપણા ઘણા બધા કામ રઝળી પડે છે. જો તમારા મોબાઈલમાં પણ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય તો વધારે ચિંતા કરવાની જરૂર નથી . અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેના દ્વારા તમે મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો.

તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે નીચે આપેલા ઉપાય કરો.
ફોન બંધ કરીને, ફરી ચાલુ કરો.
ઈન્ટરનેટની સ્પીડ બૂસ્ટ કરવા માટે આ સૌથી સામાન્ય ટ્રિક છે. તમારા મોબાઈલ ફોનને ઓફ કરીને ફરી સ્વીચ ઓન કરો. ફોનને રિસ્ટાર્ટ કરવાથી બધા જ નેટવર્ક પણ રિફ્રેશ થઈ જશે, અને ઈન્ટરનેટ યોગ્ય સ્પીડે ચાલવા લાગશે. આ ઉપરાંત તમે ફોનમાં એરપ્લેન મોડ ઓન કરીને થોડા સમય બાદ બંધ પણ કરી શકો છો. આમ કરવાથી પણ તમારું નેટવર્ક વ્યવસ્થિત ચાલવા લાગશે.
Cache ડિલીટ કરો.
મોબાઈલ ફોનમાં જો વધારે પડતી કેશે ફાઈલ્સ થઈ જાય તો મોબાઈલની પ્રોસેસની સાથે સાથે ઈન્ટરનેટની સ્પીડ પણ સ્લો થઈ જાય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં રહેલી કેશે ફાઈલ્સ તાત્કાલિક અસરથી ડિલીટ કરો. કેશે ફાઈલ્સ ડિલીટ કરવાથી તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધી જશે, સાથે જ પ્રોસેસિંગ સ્પીડ પણ વધી જશે.
ઓટો અપડેટ ઓપ્શન બંધ કરો.
ઓટો એપ અપડેટ ફીચર સ્માર્ટ ફોનની ઈન્ટરનેટની સ્પીડ સ્લો કરી દે છે. આ ફીચર બેકગ્રાઉન્ડમાં એપને પોતાની જરૂરિયાત મુજબ અપડેટ કર્યા કરે છે. જેને કારણે તમારો ડેટા પણ સતત વપરાયા કરે છે. પરિણામે તમારા ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ બૂસ્ટ કરવા માટે આ ઓટો અપડેટ ફીચર બંધ કરી દો. આમ કરવાથી ઈન્ટરનેટની સ્પીડ વધી જશે.
જુદા જુદા વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો.
ફોનમાં ગૂગલ ક્રોમ જેવા હેવી વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવાથી પણ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. આવી સ્થિતિમાં તમે ઓપેરા મિની જેવા લાઈટ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો.
ઈન્ટરનેટ સેટિંગ રિસેટ કરો.
ઈન્ટરનેટના સેટિંગ્સને રિસેટ કરીને પણ તમે સ્પીડ વધારી શકો છો. આ માટે તમારે સ્માર્ટફોનના સેટિંગ્સમાં જવાનુ છે, અહીં તમને મોબાઈલ નેટવર્ક ઓપ્શન મળશે. અહીં તમારે ઓટોમેટિક સેટિંગ બંધ કરવાના છે. બાદમાં મેન્યુઅલી તમારા મોબાઈલ નેટવર્કને સિલેક્ટ કરો. આમ કરવાથી ઈન્ટરનેટ પહેલાની જેટલી જ ગતિથી કામ કરવા લાગશે.
વગર કામના એપ્સ બંધ રાખો.
તમારા સ્માર્ટ ફોનમાં જો બેકગ્રાઉન્ડમાં ઘણી બધી એપ્સ ઓપન હોય તો તેના કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ સ્લો થઈ શકે છે. આ એપ્લિકેશન સતત ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં મોબાઈલથી ઈન્ટરનેટની સ્પીડ વધારવા માટે બેકગ્રાઉન્ડમાં ચાલતી બધી જ એપ્સને બંધ કરી દો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications