Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારો ફોન થઈ ગયો છે સ્લો? આટલું કરો અને ફોન ચાલશે રોકેટ ગતિએ
એન્ડ્રોઈડ સ્માર્ટફોન જ્યારે નવો હોય છે, ત્યારે ફોનની સ્પીડને લઈને કોઈ મુશ્કેલી થતી નથી. પરંતુ ફોન જેમ જેમ જૂનો થવા લાગે છે, તેમ તેમ સ્માર્ટફોનનું પર્ફોમન્સ ધીમું થવા લાગે છે. જો તમે પણ એન્ડ્રોઈડ ફોનની સ્લો સ્પીડની સમસ્યાથી પરેશાન છો, તો આ આર્ટિકલ દ્વારા અમે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીશું, જેનાથી તમારા ફોનનું પર્ફોમન્સ એકદમ નવા જેવું ચકાચક રહેશે. જો કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય સ્માર્ટફોનની સ્પીડ અંગે સમસ્યા નહીં સર્જાય.

એન્ડ્રોઈડ ફોનની સ્પીડ જાળવી રાખવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ફોનમાં ઈન્સ્ટોલ્ડ એપ્સની સંખ્યા
એન્ડ્રોઈડ ફોનમાં દરેક યુઝર્સ બધા જ નાના મોટા કામ માટે ઢગલાબંધ એપ્સ ઈન્સ્ટોલ કરી દે છે. આ સંખ્યાબંધ એપ્સને કારણે ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય છે. જેની સીધી અસર ડિવાઈસની સ્પીડ પર પડે છે, અને તમારો ફોન સ્લો થઈ જાય છે. તમારા ફોનમાં જે એપ્સ વાપરવી જરૂરી છે, તેના લાઈટ વર્ઝનનો ઉપયોગ કરો, જેથી સ્ટોરેજ સ્પેસ બચી શકે.
સોફ્ટવેર અપડેટ
એડ્રોઈડ ફોન વાપરતા ઘણા યુઝર્સ પોતાના ફોનના સોફ્ટવેરની અપડેટને અવગણે છે. પરંતુ કોઈ પણ ફોનના સારા પર્ફોમન્સ માટે સોફ્ટવેર અપડેટ જરૂરી છે. જ્યારે કોઈ લેટેસ્ટ અપડેટ આવે છે, ત્યારે જૂના વર્ઝનમાં રહેલી ખામી દૂર થાય છે, પરિણામે તમારા ડિવાઈસને બૂસ્ટ મળે છે. સમયાંતરે જ્યારે જ્યારે અપડેટ્સ આવે ત્યારે તમારા ફોનના સોફ્ટવેરને અપડેટ કરતા રહેવાથી સ્પીડની પરેશાનીથી બચી શકાય છે.
ડિવાઈસ રિસેટ
ઘણી વખત તો ડિવાઈસને રિસેટ કરવાથી પણ ફોનની સ્લો સ્પીડની સમસ્યા દૂર થઈ જાય છે. હાર્ડ રિસેટ દરમિયાન કોઈ પણ ડિવાઈસ ઓટોમેટિકલી ડીપ ક્લિન થાય છે. ઘણીવાર ક્રેશ થયેલી એપ્સને કારણે તમારો ફોન સ્લો થઈ જાય છે, આવા ઈસ્યુ રિસેટ કરવાથી દૂર થઈ શકે છે.
કૅશ ફાઈલ્સ
દરેક સ્માર્ટફોનમાં રહેલી એપ્સ જેટલી વપરાય, તેટલી તેની કૅશ ફાઈલ્સ બનીને ફોનમાં સ્ટોર થતી જાય છે. જેની સીધી અસર તમારા સ્માર્ટફોનના સ્ટોરેજ પર પડે છે. એટલે જો કૅશ ફાઈલ્સને ક્લીન કરવામાં ન આવે તો તમારા સ્ટોરેજની જગ્યા ઓછી થવા લાગે છે. એટલે કૅશ ફાઈલને રોજેરોજ નહીં તો એટલીસ્ટ અઠવાડિયે એકવાર ક્લિન કરવાની આદત પાડવી જોઈએ. ફોનમાં આ માટે ઓટો એપ્સ પણ હોય છે, તેનો ઉપયોગ કરો.
હોમ સ્ક્રીન
હોમ સ્ક્રીન દરેક ફોનનો મુખ્ય હિસ્સો હોય છે. જો તમે પણ હોમ સ્ક્રીન પર ઢગલાબંધ એપ્સ રાખો છો, તો તેની અસર પણ ડિવાઈસ પર પડે છે. સ્ક્રીન પર રહેલી સંખ્યાબંધ એપ્સને કારણે ડિવાઈસની સ્પીડ ઘટવા લાગે છે. એટલે હોમ સ્ક્રીન પર અગત્યની એપ્સ જ રાખો.
ડિવાઈસ રિસ્ટાર્ટ કરતા રહો
ફોનની સ્પીડ જો વધારે જ સ્લો થઈ ગઈ હોય, તો ડિવાઈસ રિસ્ટાર્ટ કરવાથી સમસ્યા સોલ્વ થઈ શકે છે. જ્યારે કોઈ પણ ઉપાય કામ ન લાગે ત્યારે ફોન રિસ્ટાર્ટ કરવાથી ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications