WhatsApp પર આવતા અજાણ્યા કૉલને કરો સાઈલન્ટ, ફોલો કરો આ ટ્રિક

By Gizbot Bureau
|

વિશ્વની સૌથી વધુ વપરાતી સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને ટકાવી રાખવા માટે રોજેરોજ કંઈક નવું કરતી રહે છે. વ્હોટ્સ એપ લગભગ દરેક સપ્તાહે એપમાં નાના મોટા ફેરફાર કરીને યુઝર એક્સપીરિયન્સ સુધારવાનો પ્રયત્ન કરે છે. હજી કેટલાક દિવસ પહેલા જ વ્હોટ્સ એપે પોતાના યુઝર્સ માટે નવા ફીચર લોન્ચ કર્યા હતા. હવે મેટાની માલિકીની આ એપ એક એવું ફીચર લઈને આવી છે, જે દરેક યુઝર માટે ખૂબ ઉપયોગી છે. હવે વ્હોટ્સ એપ પર આવતા અનનોન કોલ્સને સાઈલન્ટ કરી શકાશે. આ ફીચર યુઝર્સને અજાણ્યા કોલર્સથી પ્રોટેક્ટ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે.

WhatsApp પર આવતા અજાણ્યા કૉલને કરો સાઈલન્ટ, ફોલો કરો આ ટ્રિક

Silence Unknown Callers ફીચર ખાસ કરીને વ્હોટ્સ યુઝર્સની પ્રાઈવસી સાચવવા માટે યુઝર્સને ઈનકમિંગ કોલ્સ પર વધારે કંટ્રોલ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ એક એવું પ્રાઈમરી ફંક્શન છે, જે સ્પામ કોલ્સ, સ્કેમ કોલ્સ કે પછી અજાણ્યા લોકો તરફથી આવતા કોલ્સને જાતે જ ફિલ્ટર કરી દે છે.

આ ફીચરને કારણે યુઝર્સની સિક્યોરિટીમાં એક સ્તર વધુ ઉમેરાયું છે. આ ફીચર જ્યારે એક્ટિવ હશે, ત્યારે યુઝર્સને અજાણ્યા કે સ્પામ કોલ્સની રિંગથી ડિસ્ટર્બન્સ નહીં થાય. જો કે, આવા કોલ વ્હોટ્સ એપના કોલ લોગમાં જોવા મળશે. જેના કારણે યુઝર્સ પછીથી તેને જોઈને કોલ બેક કરવો કે નહીં અથવા ફરી કોલ આવે તો ઉપાડવો કે નહીં તે નક્કી કરી શકે.

જો તમારે પણ વ્હોટ્સ એપના આ નવા અને ઉપયોગી સાઈલન્સ કોલ ફીચરનો લાભ લેવો છે, તો બસ નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરતા જાવ.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે વ્હોટ્સ એપના સેટિંગ્સ મેન્યુમાં જાવ.

ધ્યાન આપો કે એન્ડ્રોઈડ વર્ઝનમાં સેટિંગ્સ મેન્યુમાં જવા માટે તમારે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું છે. જ્યારે iOSમાં તમને સેટિંગ્સનું ઓપ્શન ડાબી બાજુ નીચેના ખૂણે મળશે.

સ્ટેપ 3: હવે અહીં Privacy નામના વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 4: અહીં તમને Callsનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો અને Silence Unknown Callers ફીચર પર ક્લિક કરો.

બસ, આટલું કરતા જ સાઈલન્સ અનનોન કોલર્સ ફીચર તમારા વ્હોટ્સ એપમાં એક્ટિવેટ થઈ જશે. આ ફીચર ઓન કર્યા બાદ જ્યારે પણ તમારા વ્હોટ્સ એપ પર અજાણ્યા નંબરથી ફોન આવશે, તો તેની રિંગ જાતે જ સાઈલન્ટ થઈ જશે. બાદમાં આવા સ્પામ કે સ્કેમ કોલ્સને તમે રિપોર્ટ પણ કરી શકો છો.

Best Mobiles in India

English summary
How to silent unknown or spam calls on WhatsApp

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X