Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Docsના eSignature ફીચરનો ઉપયોગ કરી સાઈન કરો ડોક્યુમેન્ટ
તમે ઘણીવાર એ મૂંઝવણમાં ફસાયા હશો કે જ્યારે તમારે કોઈ ડોક્યુમેન્ટને ઓનલાઈન સાઈન કરીને તમારા ક્લાયન્ટ કે એચઆરને પાછલો મોકલવાનો હોય. જો કે ઓનલાઈન સાઈન કરવા માટે તમને ઘણી મુશ્કેલીઓ પણ પડી હશે. જેમ કે સૌથી પહેલા તમે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરશો, તેની પ્રિન્ટ કઢાવશો. તેના પર સાઈન કરસો. પછી તેને સ્કેન કરશો અન જેને મોકલવાનો છે, તેને સેન્ડ કરશો. પરંતુ હવે આ બધી જ જફામાંથી છૂટકારો મળશે. તમે કોઈ પણ ડોક્યુમેન્ટને તમારા લેપટોપ કે કમ્પ્યુટરમાં જ ઓનલાઈન ડિજિટલી સાઈન કરી શક્શો.

ગૂગલે તાજેતરમાંજ ડોક્સ ફાઈલ માટે ઈસિગ્નેચર ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી યુઝર્સ ઓફિશિયલ કોન્ટ્રેક્ટ્સ, ડોક્યુમેન્ટ્સ સહિતના કાગળોને ગૂગલ ડોક્સ દ્વારા જ ડિજિટલી સાઈન કરી શક્શે.
હાલ તો આ ફીચર બીટા ફેઝમાં છે, પરંતુ આ એક ઓપન બીટા પ્રોગ્રામ છે. એટલે કે તમે પણ આ ફીચરનો ઉપયોગ કરી શકો છો. જો તમારે પણ ડિજિટલી સાઈનનો ઉપયોગ કરવો હોય તો તમે અહીં આપેલા સ્ટેપ્સની મદદથી તમારા ડોક્યુમેન્ટને ગૂગલ ડોક્સમાં જ સાઈન કરી શકો છો.
કોણ કરી શક્શે ફીચરનો ઉપયોગ?
ગૂગલ ડોક્સું આ ઈસિગ્નેચર ફીચરસ હજી બીટા ફેઝમાં છએ. જો તમારી પાસે વર્કસ્પેસનું ઈન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ છે, તો તમે બીટા ફેઝમાં રહેલા આ ફીચરનો ઉપયોગ કરી શક્શો. જો તમે વર્કસ્પેસના બીજા કોઈ પ્લાન ધરાવો છો, તો તમારે બીટા સાઈન અપ પ્રોસેસ ફોલો કરવી જરૂરી છે.
સાથે જ એ પણ જણાવી દઈએ કે આ ઈ સિગ્નેચર રિખ્વેસ્ચ ગૂગલ અકાઉન્ટનો ઉપયોગ કરનાર કોઈ પણ યુઝરને મોકલી શકાય છે, ભલે તેમની પાસે ગૂગલ વર્કસ્પેસનું સબસ્ક્રીપ્શન હોય કે ન હોય.
ડોક્યુમેન્ટ બનાવવા અને ઈસિગ્નેચર મોકલવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારું ગૂગલ ડ્રાઈવ ઓપન કરીને એક નવો ડોક ક્રિએટ કરો આથવા તમારી પાસે જે ડોક છે, તે ઓપન કરો.
2. હવે ટૂલ્સમાં જાવ અને ઈ સિગ્નેચર ઓપ્શન પર ક્લિક કરો.
3. ઈસિગ્નેચરના ફિલ્ડને તમારા ડોક્યુમેન્ટમાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. અહીં તમારે સિગ્નેચર, ઈનિશિયલ્સ, નામ કે પછી સાઈન કરવાની ડેટ જે જે ડિટેઈલ્સ જોઈએ છીએ, તે રાખવા કે ન રાખવા તે નક્કી કરી શકો છો. તમે કોઈ પણ ડોક્યુમેન્ટમાં વધુમાં વધુ 200 ફિલ્ડ એન્ટર કરી શકો છો.
ઈસિગ્નેચર રિક્વેસ્ટ મોકલવા માટે આટલું કરો.
1. જરૂરી ફિલ્ડ એડ કર્યા બાદ હવે તમારે જમણી બાજુ દેખાતી પેનલમાંથી રિક્વેસ્ટ સિગ્નેચર પર ક્લિક કરવાનું છે.
2. તમારા ડોકનું એડિટ એક્સેસ જે જે યુઝર પાસે છે, તે જ આ રિક્વેસ્ટ બટન જોઈ શક્શે. જો તમારી પાસે ડોકનું એડિટ એક્સેસ નથી તો તમને આ બટન નહીં મળે.
3. હવે એક પીડીએફ ફાઈલ જનરેટ થશે, જેનું ટાઈટલ તમારે એન્ટર કરવાનું છે.
4. બાદમાં તમારે ડોકમાં જેની સાઈન લેવાની છે, તેનું ઈમેઈલ એડ્રેસ એન્ટર કરો.
5. જો તમારે કોઈ મેસેજ ટાઈપ કરવો છે, તો પણ તમે આ મેઈલમાં લખી શકો છો.
6. હવે રિક્વેસ્ટ સિગ્નેચર નામના બટન પર ક્લિક કરો.
7. આટલું કર્યા બાદ ઈસિગ્નેચર રિક્વેસ્ટ ક્રિએટ થઈ જશે.
8. તમારા ડોક્યુમેન્ટની એક પીડીએફ ફાઈલ બનશે, અને તમારે જેની સાઈન લેવાની છે, તેમને વ્યુ એક્સેસ મળશે. આ માહિતી તેમને ઈમેઈલ દ્વારા મળશે.
ગૂગલ ડોકમાં ઈસિગ્નેચર કરવા માટે આટલું કરો.
1. તમને સાઈન કરવા માટે જે મેઈલ આવ્યો છે, તે મેઈલ ઓપન કરો.
2. આ મેઈલમાં આવેલી લિંક પર ક્લિક કરો.
3. જો તમારે આ પીડીએફ ફાઈલને સીધી જ ડ્રાઈવમાંથી સાઈન કરવી હોય તો Sign વિકલ્પ પર ક્લિક કરો.
4. હવે કોઈ પણ ઈસિગ્નેચર ફિલ્ડ સિલેક્ટ કરો.
5. અહીં તમારું આખું નામ અથવા ઈનિશિયલ્સ ટાઈપ કરો.
6. બાદમાં તમારે Adopt and sign પર ક્લિક કરીને તમારી સિગ્નેચર કન્ફર્મ કરવાની છે.
7. તમારી સાઈન કન્ફર્મ તી ગયા બાદ કમ્પલિટ પર માર્ક કરો.
8. જે ડોક તમે સાઈન કર્યો છે, તેને એકવાર રિવ્યુ કરી લો.
9. હવે છેલ્લે એગ્રી એન્ડ કન્ટિન્યૂ પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications