Whatsapp થી ગુગલમેપ સુધી તમે તમારી લોકેશન કયા ચાર રીતે શેર કરી શકો છો

By Gizbot Bureau
|

Location ટ્રેકિંગ પીચર એ પહેલાથી જ કોન્ટ્રોવર્શિયલ રહ્યું છે. જ્યારે ઘણા બધા સ્પાઉસ અને માતાઓ માટે આ ફ્યુચર વરદાન સ્વરૂપ છે ત્યારે જ ઘણા બધા લોકો આ ફીચર નિંદા પણ કરતા હોય છે કેમકે એડવર્ટાઇઝ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ લોકો પર ખૂબ જ સરળતાથી આ ફીચરને કારણે નજર રાખી શકે છે.

Whatsapp થી ગુગલમેપ સુધી તમે તમારી લોકેશન કયા ચાર રીતે શેર કરી શકો છો

અને આ પ્રકારની લોકેશન ટ્રેકિંગ ટેકનોલોજીનો જ્યારે ખોટી રીતે વપરાશ કરવામાં આવે છે ત્યારે તે કોઈની પ્રાઇવેસી ની અંદર ઉલ્લંઘન કરી શકે છે પરંતુ જો તેને સમજી વિચારી અને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ મદદરૂપ પણ સાબિત થઈ શકે છે. Location ટ્રેકિંગ ના ફાયદાઓ ઘણા બધા છે કેમકે તમારા પરિવારજનો અથવા તમારે એન્ડ તમારી લોકેશન અને તેની આજુબાજુના વિસ્તાર વિશે જાણી શકે છે. તો તમે તમારી લોકેશન તમારા મોબાઈલ ફોન પર કયા 4 રીતે શેર કરી શકો છો તેના વિશે જાણવા માટે આગળ વાંચો.

1. વોટ્સએપ પર લોકેશન શેર કરવી

Whatsapp ની અંદર તમે જે વ્યક્તિને તમારી લોકેશન મોકલવા માંગો છો તેના ચેટ ને ઓપન કરો. ત્યારબાદ ઘટે જ બટન પર ટેપ કરી અને લોકેશન વિકલ્પને પસંદ કરો. ત્યારબાદ વોટ્સએપ તમારી કરંટ લોકેશન ને જાણી લેશે અને ત્યારબાદ તમારે સેન્ડ કરંટ લોકેશન પર ટેપ કરવાનું રહેશે જેથી જે તે વ્યક્તિને તમારી કરંટ લોકેશન મોકલી દેવામાં આવશે.

2. ફેસબુક મેસેન્જર પર લોકેશન શેર કરવી

તમને મેસેજ બોક્સ ની જમણી બાજુ જીપીએસ લોકેશન આવશે. જ્યારે ફેસબુક દ્વારા તમને મેસેન્જર માટે turn on location નો વિકલ્પ આપવામાં આવે ત્યારે તમારે ઓન પર ટેપ કરવાનું રહેશે. અને જ્યારે પણ તમે મેસેજ મોકલશો અથવા ત્યારે તમારી લોકેશન તેની સાથે મોકલી દેવામાં આવશે.

3. એસ.એમ.એસ દ્વારા લોકેશન શેર કરવી.

સંદેશ પર સ્થાન ડેટા પણ શેર કરી શકાય છે. વાર્તાલાપ પર જાઓ જ્યાં તમે સ્થાન શેર કરવા માંગો છો, 'પેપર ક્લિપ' ચિહ્નને હિટ કરો અને સ્થાનને ટેપ કરો. પછી તમે કોઈ સ્થાન શોધી શકો છો, અથવા તેને આપમેળે સ્થિત કરવા માટે જીપીએસ બટનને હિટ કરી શકો છો. જ્યારે તમે "મોકલો" દબાવો છો ત્યારે પ્રાપ્તકર્તા તમારા સ્થાન માટે એક Google નકશા ID પ્રાપ્ત કરશે.

4. Googlemaps ની મદદથી લોકેશન શેર કરવી.

Google maps ની અંદર જાઓ અને ત્યારબાદ તમે જે લોકેશન શોધી રહ્યા છો તેને ગોતો ત્યારબાદ તમે જે એરિયાને મોકલવા માંગતા હો તે રિયા પર પ્રેસ કરી રાખો. ત્યારબાદ ગુગલમેપ નો રેટ પીન આઇકોન તે જગ્યા પર આવી જશે અને તેનું એડ્રેસ નીચે બતાવી દેવામાં આવશે. અને ત્યાર બાદ જ્યારે તમે તે એડ્રેસ પર ટાઈપ કરશો એટલે તમને સેવા અથવા શેરનો વિકલ્પ આપવામાં આવશે તેની અંદર તમારે જે વ્યક્તિને શેર કરવું હોય તેને શેર કરી શકો છો.

અને એવી બીજી ઘણી બધી થર્ડ પાર્ટી એપ્સ પણ છે જેવી કે ફાઈન્ડ માય ફ્રેન્ડ life360 ફેમિલી અને સિમ્પલ જેવી એપ્લિકેશન છે કે જે મોબાઇલને ટ્રેક અને લોકેટ બંને કરી શકે છે.

Best Mobiles in India

English summary
How To Share Your Location Using WhatsApp And Google Maps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X