Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram યુઝર્સ Close Friends સાથે શૅર કરી શક્શે પોસ્ટ અને રીલ, આ રીતે
Instagram પોતાના યુઝર્સને રોજેરોજ નવી સુવિધા આપવા પર ધ્યાન આપી રહ્યું છે. હાલ ઈન્સ્ટાગ્રામ મુખ્ય ફીડમાં ક્લોઝ ફ્રેન્ડઝ ફીચરને ડેવલપ કરવા પર ધ્યાન આપી રહ્યું છે. જેના કારણે યુઝર્સ માત્ર પોતાના ક્લોઝ ફ્રેન્ડ્ઝ સાથે જ ફોટોઝ અને રીલ્સને શૅર કરી શક્શે. આ ફીચર નાના ગ્રુપ્સ માટે છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતે આ નવી અપડેટ વિશે માહિતી શૅર કરી છે.
ઈન્સ્ટાગ્રામે કેટલાક વર્ષો પહેલા ક્લોઝ ફ્રેન્ડ્ઝ ફીચર લોન્ચ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધી આ ફીચર પર હજી સુધી ખાસ કંઈ કર્યુ નથી. પરંતુ હવે ઈન્સ્ટાગ્રામે આ ફીચરને પણ ડેવલપ કરવા પર કામ શરૂ કર્યુ છે. આ ફીચર ઘણા યુઝર્સ પોતાની રોજિંદી એક્ટિવિટીઝને માત્ર પોતાના નજીકના લોકોને દર્શાવવા માટે શૅર કરે છે. જો કે, યુઝર્સ પોતાની આ રોજિંદી એક્ટવિટીઝને ક્લોઝ ફ્રેન્ડ્ઝ સાથે માત્ર સ્ટોરીઝમાં જ શૅર કરી શક્તા હતા. પરંતુ મેટાની નવી અપડેટ પ્રમાણે હવે યુઝર્સ પોસ્ટ્સ અને રીલ્સને પણ માત્ર ક્લોઝ ફ્રેન્ડ્ઝ સાથે શૅર કરી શક્શે.

હાલ ઈન્સ્ટાગ્રામ BeReal એપની જેમ જ પોતાના જેવી એપ્સ સાથે કોમ્પિટ કરી રહી છે. અહીં રસપ્રદ વાત એ છે કે ટ્વિટર જે હવે એક્સ બની ચૂક્યુ છે, તેવી અન્ય લોકપ્રિય એપ્સ પાસે પણ સર્કલ જેવી સુવિધા હતી. જો કે આ સુવિધા કેટલાક સમય પહેલા જ બંધ કરી દેવામાં આવી હતી. જો કે એક્સની ટાર્ગેટ ઓડિયન્સ અને તેનું લક્ષ્ય જુદુ છે.
ફરી એકવાર ઈન્સ્ટા ફીચરની વાત કરીએ તો યુઝર્સ હવે એપના સ્ટેબલ વર્ઝન પર જ આ અપડેટેડ ક્લોઝ ફ્રેન્ડ્ઝ ફીચરનો ઉપયોગ કરી શક્શે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને વર્ઝનમાં અવેલબલ છે. પરંતુ આ ફીચર જો હજી તમારી ઈન્સ્ટાગ્રામ એપમાં નથી તો થોડી રાહ જુઓ. એકવાર પ્લે સ્ટોર કે પછી એપ સ્ટોર પર જઈને ઈન્સ્ટાગ્રામ એપને અપડેટ કરો. તમારામાં આ લેટેસ્ટ ફીચર આવી જશે.
હવે સવાલ છે કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આ ફીચરનો ઉપયોગ એકદમ ઈઝી છે. મુખ્ય ફીડમાં ક્લોઝ ફ્રેન્ડ્ઝ ફીચરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સનું પાલન કરો.
ક્લોઝ ફ્રેન્ડ્ઝ સાથે પોસ્ટ, રીલ શૅર કરવા માટે આટલું કરો.
સ્ટેપ 1: એપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા બાદ એપ ઓપન કરો અને નીચે દેખાતા + બટન પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે પોતાની પોસ્ટ ક્રિએટ કરો. આ પોસ્ટ ફોટો કે રીલ કંઈ પણ હોઈ શકે છે. પછી નેક્સ્ટ પર ક્લિક કરો.
સ્ટેપ 3: છેલ્લે શૅર પેજ પર, તમને એક ટેબ દેખાશે, જેમાં તમને Audiences ઓપ્શન મળશે. આ ઓપ્શન પર ટેપ કરો. બાદમાં તમને બે ઓપ્શન મળશે Everyone અને Close Friends. જો તમારે આ પોસ્ટને માત્ર તમારા ક્લોઝ ફ્રેન્ડ્ઝને જ દર્શાવવી છે તો ક્લોઝ ફ્રેન્ડની સામે દેખાતા સર્કલ પર ટેપ કરો.
સ્ટેપ 4: છેલ્લે Done વિકલ્પ પર ટેપ કરો અને પછી જમણી બાજુ ઉપરની તરફના ખૂણામાં દેખાતા Share બટન પર ટેપ કરો.
આ પોસ્ટ હવે માત્ર તમારા ક્લોઝ ફ્રેન્ડઝના લિસ્ટમાં રહેલા ફોલોઅર્સને જ જોવા મળશે. આ પોસ્ટ પર તમને રાઈટ અને ક્લોઝ ફ્રેન્ડઝનો આઈકન દેખાશે, જે દર્શાવે છે કે આ પોસ્ટ તમારા ક્લોઝ ફ્રેન્ડ્ઝને જ જોવા મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications