Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Telegram પર આ રીતે શૅર કરો Live Location, સરળ છે રીત
WhatsAppની જેમ જ ટેલિગ્રામ પણ એક લોકપ્રિય મેસેજિંગ એપ છે. જેના દ્વારા યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારની સાથે જોડાઈ શકે છે. ટેલિગ્રામમાં પણ ઈન્સટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ જેવા ફીચર્સ મળે છે. ટેલિગ્રામ દ્વારા યુઝર્સ એકબીજાને ફોટોઝ મોકલી શકે છે, વીડિયોઝ મોકલી શકે છે, ડોક્યુમેન્ટ શૅર કરી શકે છે. ટૂંકમાં વ્હોટ્સ એપ પર થતા બધા જ કામ ટેલિગ્રામ પર પણ થઈ શકે છે. ટેલિગ્રામ પર પણ તમે વ્હોટ્સ એપની જેમ લાઈવ લોકેશન શૅર કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે ટેલિગ્રામ પર અકાઉન્ટ ઓપન કરવા માટે ફોન નંબરની પણ જરૂર પડતી નથી.

ટેલિગ્રામના લાઈવ લોકેશન ફીચરની મદદથી તમે જે તે સમયે એક્ઝેટ કઈ જગ્યાએ ઉભા છો, તે જગ્યાનું લોકેશન તમે મિત્રો અને તમારા કોન્ટેક્ટમાં રહેતા લોકો સાથે શૅર કરી શકો છો. જો તમને ટેલિગ્રામના આ ફીચર વિશે ખ્યાલ નથી, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી છે. અહીં અમે તમને ટેલિગ્રામના આ ફીચરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે અંગે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું.
ટેલિગ્રામ પર લાઈવ લોકેશન શૅર કરવા માટે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
તમને જણાવી દઈએ કે બીજી મેસેજિંગ એપ અને ટેલિગ્રામના લાઈવ લોકેશનના ફીચરમાં થોડો ફરક છે. આ ફરક એ છે કે ટેલિગ્રામમાં ડેડિકેટેડ મેપ ટેબ અથવા તો સીધું જ લોકેશન શૅર કરવાનો વિકલ્પ નથી મળશે. પરંતુ અહીં તમે એક ચેટ થ્રેડમાં પોતાનું લોકેશન શૅર કરી શકો છો. બીજી કોમ્પિટિટિવ એપ્સની જેમ જ ટેલિગ્રામમાં તમે 15 મિનિટથી લઈને, 8 કલાક સુધી પોતાનું લોકેશન શૅર કરવાની ટાઈમ લિમિટ નક્કી કરી શકો છો.
આ રહ્યા સ્ટેપ્સ
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ટેલિગ્રામ એપ ઓપન કરો. હવે તમારે ચેટ થ્રેડ આઈકન પર ક્લિક કરવાનું છે.
- જમણી બાજુ દેખાતા અટેચમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો. હવે તમને જુદા જુદા ઓપ્શન જોવા મળશે. જેમાંથી એક લોકેશન વિકલ્પ પર ક્લિક કરો.
- અહીં તમને Share My Live Location for નામનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો, ત્યાર બાદ ઓકે બટન પર ક્લિક કરો.
- તમારે જેટલા સમય માટે લોકેશન શૅર કરવું છે, તે ટાઈમ લિમિટ અહીં સેટ કરી શકાશે.
- તમારી પાસે 15 મિનિટ, એક કલાક અને 8 કલાક એમ ત્રણ ટાઈમ ઓપ્શન છે.
- એક ઓપ્શન સિલેક્ટ કરીને શૅર બટન પર ક્લિક કરો.
બસ તમારું લાઈવ લોકેશન શૅર થઈ ગયું. હવે સામેના યુઝર તમે જે તે સમયે ક્યાં છો, તે આ લોકેશન દ્વારા જોઈ શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications