Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp Video Call પર આ રીતે શૅર કરો સ્ક્રીન, આ રહ્યા સ્ટેપ્સ
WhatsAppએ તાજેતરમાં જ પોતાના પ્લેટફોર્મ પર એક નવું ફીચર એડ કર્યું છે, જેની મદદથી યુઝર્સ વીડિયો કોલ દરમિયાન પોતાની સ્ક્રીન પણ શૅર કરી શક્શે. આ ફીચરને કારણે યુઝર્સ સરળતાથી જેની સાથે વીડિયો કોલ કરી રહ્યા છે, તેની સ્ક્રીન પણ જોઈ શક્શે. આ ફીચરની મદદથી વીડિયો કોલ વધારે પર્સનલ બની જશે.

વ્હોટ્સ એપનું આ સ્ક્રીન શેરિંગ ફીચર્સ દસ્તાવેજ બતાવવા, ફોટોઝ બતાવવા, વીડિયોઝ બતાવવા અથવા તો પોતાના ફોનમાં રહેલી કોઈ પણ એપ સામેના યુઝરને બતાવવા માટે ઉપયોગી નીવડશે. આ ફીચરને કારણે ટ્રબલશૂટિંગ, ટીચિંગ, કોલાબ્રેટિંગ જેવા ટાસ્ક આસાન બનશે. દાખલા તરીકે તમે બહાર છો અને તમારા પેરેન્ટ્સને ફોનમાં કંઈક કરવું છે, તો વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શૅર કરીને તમે તેમને ગાઈડ કરી શક્શો.
આ ફીચર વીડિયો કોલ દરમિયાન લેન્ડસ્કેપ મોડને પણ સપોર્ટ કરે છે એટલે કે યુઝર્સ તેમના ડિવાઈસને રોટેટ કરીને વાઈડર સ્ક્રીન શૅર કરી શક્શે. આ ફીચર એન્ડ્રોઈડ, આઈઓએસ અને ડેસ્કટોપ વર્ઝન માટે રોલઆઉટ થઈ રહ્યું છે. જો કે, બધા જ યુઝર્સ સુધી પહોંચતા તેને થોડો સમય લાગશે.
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપ રોજેરોજ નવા ફીચર્સ એડ કરતું રહે છે. એમાંય વીડિયો કોલિંગ માટે આવેલા આ નવા ફીચર્સથી તેના ઉપયોગકર્તાઓમાં પણ વધારો નોંધાવાનો છે. કોરોનાકાળ દરમિયાન વીડિયો કોલનું પ્રચલન વધ્યું છે, ત્યારે આ નવી સુવિધા પણ ઉપયોગી સાબિત થશે. વ્હોટ્સ એપનું આ ફીચર ગ્લોબલી રોલઆઉટ થઈ રહ્યું છે. આ ફીચરનો યુઝ કરવા માટે તમારા ફોનમાં વ્હોટ્સ એપને અપડેટ કરી લો.
જો તમને પણ આ ફીચરનો ઉપયોગ કરવો હોય, તો અમે આ આર્ટિકલમાં તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપી રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે વ્હોટ્સ એપ પર વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શૅર કરી શક્શો.
વ્હોટ્સ એપના સ્ક્રીન શૅરિંગ ફીચરનો યુઝર કરવા માટે તમારા અને જેની સાથે તમારે સ્ક્રીન શૅર કરવી છે, બંને પાસે વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન હાલમાં બીટા વર્ઝન અપડેટેડ હોવું જરૂરી છે.
1. હવે તમારે જે વ્યક્તિને સ્ક્રીન શૅર કરવી છે, તેને વ્હોટ્સ એપમાં વીડિયો કોલ કરો. વીડિયો કોલ કરવા માટે તે વ્યક્તિના ડીપી પર ક્લિક કરીને વીડિયો આઈકન પર ક્લિક કરો.
2. એકવાર વીડિયો કોલ કનેક્ટ થઈ જાય બાદમાં તમને નીચેની તરફ નેવિગેશન બારમાં જ્યાં વીડિયો કંટ્રોલ્સ છે, ત્યાં એક સ્ક્રીન શેરિંગ આઈકન જોવા મળશે. આ આઈકન ફોન અને બહાર જતા બે એરો જેવો દેખાય છે. આ આઈકન પર ક્લિક કરો.
3. આટલું કરતા જ તમને એક સવાલ મળશે, જેમાં તમે વ્હોટ્સ એપ પર સ્ક્રીન શૅર કરવા માંગો છો કે નહીં તે પૂછવામાં આવ્યું છે. જો તમે ભૂલથી સ્ક્રીન શૅર કરી રહ્યા છો તો આ સવાલ ચેતવણી છે. સાથે જ આ સવાલ તમને પાસવર્ડ જેવી અંગત માહિતી શૅર કરતા પણ અટકાવે છે. જો તમે સ્ક્રીન શૅર કરવા માટે રેડી છો તો પછી સ્ટાર્ટ નાવ પર ક્લિક કરો અને તમારું સ્ક્રીન શેરિંગ શરૂ થઈ જશે.
એકવાર તમારી સ્ક્રીન શૅર થઈ જાય ત્યાર બાદ તમે ફોનમાં વ્હોટ્સ એપ મિનિમાઈઝ કરીને કોઈ પણ એપનો ઉપયોગ કરી શકો છો. તમે જે પણ કરશો, એ સામેના યુઝરને લાઈવ દેખાશે.
4. જો તમારે સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરવું છે, તો ફરી વ્હોટ્સ એપના વીડિયો કોલ પર જાવ અને સ્ટોપ શેરિંગ પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications