Instagramમાં Parental Supervisionનો કરો ઉપયોગ, બાળકો પર રાખો નજર

By Gizbot Bureau
|

Metaની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે ખાસ પેરેન્ટલ સુપરિવિઝન ફીચર રોલઆઉટ કર્યું છે. કોઈ પણ બાળકના માતા-પિતા આ પેરેન્ટલર સુપરવિઝન ટૂલનો ઉપયોગ કરીને પોતાના બાળકોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટને કંટ્રોલ કરી શકે છે. પેરેન્ટ્સ 13થી 17 વર્ષના બાળકોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટનું ધ્યાન રાખી શકે છે. જો કે, હાલ આ ફીચર ઓપ્શનલ છે.આ ફીચરનો ઉપયોગ કરવા માટે માતા-પિતા અને બાળક બંનેની સહમતી હોવી જરૂરી છે. સુપરવિઝન રિમૂવ થતા જ બીજા વ્યક્તિને તાત્કાલિક નોટિફિકેશન મળી જાય છે. જો તમારા બાળકો ઈન્સ્ટાગ્રામનો વધારે પડતો યુઝ કરે છે, અને તમે તેમની એક્ટિવિટી પર નજર રાખવા ઈચ્છો છો તો આ ફીચર એક બેસ્ટ ઓપ્શન છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે આ પેરેન્ટલ કંટ્રોલ ફીચરનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો.

Instagramમાં Parental Supervisionનો કરો ઉપયોગ, બાળકો પર રાખો નજર

આ સ્ટેપ્સને કરો ફોલો, ઈન્સ્ટાગ્રામ પેરેન્ટલ સુપરવિઝન ફીચરનો ઉપયોગ કરો

- ઈન્સ્ટાગ્રામના આ ફીચરનો ઉપયોગ કરવા માટે બંને પાર્ટી એટલે કે માતા-પિતા અને બાળકો બંનેના ડિવાઈઝમાં ઈન્સ્ટાગ્રામનું એક સરખું વર્ઝન હોવું જરૂરી છે.

- આ ફીચરનો ઉપયોગ કરવા માટે માતા-પિતા અને બાળકો બંનેની સહમતી હોવી જરૂરી છે.

- બાળકની ઉંમર 13થી 17 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

- માત્ર એક જ પેરન્ટ બાળકના અકાઉન્ટને સુપરવાઈઝ કરી શકે છે.

કોઈ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પેરેન્ટલર સુપરવિઝન શરૂ કરતા પહેલા પેરન્ટલ ઈન્વાઈટ એક્સેપ્ટ કરવી પડશે. જો, કોઈ ટીનેજર ઈન્વાઈટ મોકલે છે, તો તેમણે એ વેરિફાઈ કરવું પડશે, કે કયા પેરન્ટે આ ઈન્વાઈટ સ્વીકાર્યું છે અને તેમના અકાઉન્ટને મેનેજ કરશે?

આ રીતે મોકલો ઈન્વાઈટ

- તમારા ડિવાઈસમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરો.

- તમારી પ્રોફાઈલમાં ફોટો પર ક્લિક કરો અને સેવિંગ્સમાં જાવ.

- અહીં તમને સુપરવિઝનનો વિકલ્પ મળશે, જ્યાં ફેમિલી સેન્ટર વિકલ્પ પર ક્લિક કરો.

- અહીં ક્રિએટ ઈન્વાઈટ બટન પર ક્લિક કરો.

- હવે બીજીવાર ક્રિએટ ઈન્વાઈટ ઓપ્શન પર ક્લિક કરો.


આ રીતે કરો ઈન્વાઈટ એક્સેપ્ટ

કોઈ પણ રીતે ઈન્વાઈટ આવ્યા બાદ એક્સેપ્ટ બટન પર ક્લિક કરીને ઈન્વાઈટનો સ્વીકાર કરી શકાય છે. તમને કોણે આમંત્રણ આપ્યું છે, તેના આધારે તમે આ ઈન્વાઈટ એક્સેપ્ટ અને રિજેક્ટ કરી શકો છો.

જો માતા-પિતા બાળકોને ઈન્વાઈટ કરે, તો આ ઈન્વાઈટ સ્વીકાર્યા બાદ તરત જ સુપરવિઝન શરૂ થઈ જશે. જો કોઈ બાળકો પોતાના માતા-પિતાને ઈન્વાઈટ કરે છે, તો સુપરવિઝન ત્યાં સુધી શરૂ નહીં થાય, જ્યાં સુધી માતા-પિતા આ ઈન્વાઈટ સ્વીકારતા નથી, અને બાળકો એ વેરિફાઈ નથી કરી લેતા કે માતા-પિતા જ એ વ્યક્તિ છે, જે તેમના અકાઉન્ટ પર નજર રાખી શકે છે.

આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ વધી ગયો છે, દરેક ઉંમરના લોકો સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે, ત્યારે ટીનેજર્સ બાળકોના મોબાઈલ ઉપયોગ પર નજર રાખવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર દરેક જાતનું કન્ટેન્ટ અવેલેબલ છે, ત્યારે તમારા બાળકો શું કરી રહ્યા છે, તે જાણવા માટે આ ફીચર્સ ખૂબ જ ઉપયોગી છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Set Up Parental Supervision on Instagram

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X