એન્ડ્રોઇડ ની અંદર ટેક્સ્ટ મેસેજીસ માટે ઓટોમેટિક રિસ્પોન્સ કઈ રીતે સેટ કરવો

By: Keval Vachharajani

એવી ઘણી બધી પરિસ્થિતિ આવતી હોઈ છે જયારે આપડે મેસેજ નો રિપ્લાય ના આપી શકીએ એમ હોઈએ અને ઘણી વખત તો કોલ્સ નો પણ જવાબ આપી શકી તેમ ના હોઈ જેમ કે કોઈ મિટિંગ, કે ડ્રાઈવિંગ કે ટ્રેકિંગ કરતી વખતે.

એન્ડ્રોઇડ પર ટેક્સ્ટ મેસેજીસ માટે ઓટોમેટિક રિસ્પોન્સ સેટ કરો

અને આ સમસ્યા ના સમાધાન માટે એવી ઘણી બધી 3rd પાર્ટી એપ છે કે જે ઓટોમેટિકલી તમારા ટેક્સ્ટ મેસેજીસ કે કોલ્સ ને રિસ્પોન્સ આપી દે છે, ખાસ કરી ને જો તમે તે વખતે કોઈ રિપ્લાય આપી શકવા ની પરિસ્થિતિ માં ના હો તો.અને તમે આ કામ કરી શકો છો તમારે માત્ર તમારા ફોન પર SMS ઓટો રિપ્લાય ટેક્સ્ટ મેસેજ એપ તમારા ફોન પર ડાઉનલોડ કરવા ની રહેશે.

એન્ડ્રોઇડ પર ટેક્સ્ટ મેસેજીસ માટે ઓટોમેટિક રિસ્પોન્સ સેટ કરો


#SMS ઓટો રિપ્લાય ટેક્સ્ટ મેસેજ

આ એપ તમરા મેસેજીસ ને ઓટોમેટિકલી રિસ્પોન્સ આપવા ની પરવાનગી આપે છે, અને તમે તેને મેનુઅલી ઓન અને ઓફ પણ કરી શકો છો, અને માત્ર તેટલું જ નહિ પરંતુ તમે તેનો સમય, તારીખ અને વાર મુજબ પણ ગોઠવી શકો છો.

અને આ એપ ની અંદર તમે કસ્ટમ મેસેજીસ ની મદદ થી જુદી જુદી પ્રોફાઈલ પણ બનાવી શકો છો, અને તેને કોને મોકલવું તે પણ નક્કી કરી શકો છો. અને માત્ર તેટલું જ નહિ આ એપ ની અંદર તમે તમારા કોન્ટેક્ટ થી અલગ પણ એક લિસ્ટ બનાવી શકો છો અને તેની અંદર તમે નક્કી કરી શકો છો કે તમારે કોને રિપ્લાય આપવો છે અને કોને નહિ.

અને તમને એક ઇમર્જન્સી લિસ્ટ પણ બનાવવા દે છે અને તેની અંદર જેના પણ કોન્ટેક્ટ હશે અને તેમનો જયારે પણ કોલ આવશે તેને તમારા સુધી કઈ પણ હોઈ પહોંચાડી દેવા માં આવશે.

એન્ડ્રોઇડ પર ટેક્સ્ટ મેસેજીસ માટે ઓટોમેટિક રિસ્પોન્સ સેટ કરો


#ઓટોમેટિક સિસપૉન્સ બાય લોકેશન

જો તમે કોઈ ચોક્કસ નંબર સુધી પહોંચવા માંગતા હો, તો IFTTT એ એક સારો અને હેન્ડી ઉપાય છે કે જે અમુક કસ્ટમ ફીચર્સ ની સાથે આવે છે. જેની અંદર તમે SMS મેસેજીસ આવે તેના માટે ઓટો રિસ્પોન્સ ઓન કરી શકો છો જેથી જયારે તે અમુક નંબર પર થી તમને મેસેજ આવે એટલે તરત જ તેની મેળે જ તેને રીપ્લે આપી શકાય. જેની અંદર નંબર અને તમે કઈ જગ્યા પર ચો એટલે કે તમારા લોકેશન પર થી પણ તે રિસ્પોન્સ આપી શકે છે.

એન્ડ્રોઇડ પર ટેક્સ્ટ મેસેજીસ માટે ઓટોમેટિક રિસ્પોન્સ સેટ કરો

આ સેવા નો ઉપીયોગ કરવા માટે તમારે તમારા ફોન ની અંદર IFTTT ને ઇન્સ્ટોલ કરવું પડશે અને ત્યાર બાદ તેની અંદર એન્ડ્રોઇડ મેસેજ ચેનલ્સ ને પણ એક્ટિવેટે કરવી પડશે. પરંતુ આની અંદર તમારે બધા જ નંબર ને મેનુઅલી નાખવા પડશે અને તેની સાથે સાથે તે પણ લખવું પડશે કે તમારે તેને શું રિપ્લાય આપવો છે.

આ તમને એવી જગ્યા પર કામ આવી શકે છે જયારે તમારે ખુબ જ ઓછા માણસો ને ઓટોમેટિક રિપ્લાય આપવો હોઈ બાકી જયારે ઘણા બધા લોકો ને એકસાથે ઓટોરિપ્લાય આપવા નું હોઈ ત્યારે આ એપ તમારા માટે અનુકૂળ નહિ રહે.

English summary
There are lots of inconvenient scenarios like meeting, driving, and trekking, where we cannot reply to messages and sometimes calls either.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot