આખો દિવસ જોયા કરો છો Reels? આટલું કરો અને એપ કહેશે હવે બંધ કરો!

By Gizbot Bureau
|

આજકાલ આપણે બધા જ રીલ્સ ખૂબ જોઈએ છીએ. કેટલાક યુઝર્સ તો એવા પણ છે કે જે એકવાર રીલ્સ જોવાનું શરૂ કરે તો કલાકો ક્યાં નીકળી જાય છે, તે ખ્યાલ નથી રહેતો. જો તમે પણ એવા ઈન્સ્ટાગ્રામ યુઝર છો, જે આ સમસ્યાથી પરેશાન છો, તો હવે આનો ઉપાય મળી ગયો છે. ઈન્સ્ટાગ્રામ પોતે જ તમને એક એવી સુવિધા આપે છે, જેનાથી તમે સમયસર એપનો ઉપયોગ બંધ કરી શક્શો. ઈન્સ્ટાગ્રામ પોતે જ તમને કહેશે કે બસ કરો ભઈસાબ હવે બીજું કામ કરો. ઈન્સ્ટાગ્રામના જ ફીચર દ્વારા તમે ડેઈલી ટાઈમ લિમિટ સેટ કરી શકો છો. આ ટાઈમ લિમિટ પૂરી થતા જ ઈન્સ્ટાગ્રામ તમને એક રિમાઈન્ડર આપશે.

આખો દિવસ જોયા કરો છો Reels? આટલું કરો અને એપ કહેશે હવે બંધ કરો!

ઈન્સ્ટાગ્રામ એક લોકપ્રિય શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. મોટા ભાગના લોકો ઘણા ખરા કલાકો તેની પર વીતાવી દે છે. માંડ તમે ફોન બાજુમાં મૂકોને કોઈ મિત્ર રીલ્સ શૅર કરે એટલે પાછા કલાકો રીલ્સ જોવામાં જતા રહે છે. ખાસ કરીને જ્યારે તમે નાનકડો બ્રેક લઈને રીલ્સ જુઓ છો, ત્યારે આ નાનકડો બ્રેક મોટો ક્યારે થઈ જાય છે, તેનું ધ્યાન રહેતું નથી. એકલતામાં ટાઈણ પાસ કરવા માટે રીલ્સ સારો ઉપાય છે, પરંતુ કેટલીકવાર તેને કારણે તમારા મહત્વના કામ અટકી પડે છે.

ઈન્સ્ટાગ્રામને કારણે અભ્યાસ કે પછી ઓફિસના કામમાં સમય ઓછો પડવા લાગે છે. એટલે ઈન્સ્ટાગ્રામ પોતે જ યુઝર્સને એપ વાપરવાની ટાઈમ લિમિટ સેટ કરવાનો ઓપ્શન આપે છે. જી હાં, તમારી સુવિધા મુજબ તમે એક ટાઈમ લિમિટ સેટ કરી શકો છો, એટલા સમય પછી ઈન્સ્ટાગ્રામ જ તમને એપ યુઝ કરવાની ના પાડશે.

ઈન્સ્ટાગ્રામ તમને એક રિમાઈન્ડર મોકલશે કે તમે કેટલા સમય સુધી એપનો ઉપયોગ કર્યો છે. આજે અમે તમને નીચે કેટલાક સ્ટેપ્સ દ્વારા આ ટાઈમ લિમિટ સેટ કરવાના સ્ટેપ્સ જણાવીશું.

ઈન્સ્ટાગ્રામ પર ટાઈમ લિમિટ નોટિફિકેશન સેટ કરવા માટે આટલું કરો.

તમને એ પણ જણાવી દઈએ કે આ સુવિધા એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને આઈફોન બંને યુઝર્સ માટે અવેલેબલ છે. આ માટે તમારે બસ કેટલાક સેટિંગ્સ ચેન્જ કરવાના છે.

આઈફોન યુઝર્સે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે ડાબી બાજુ સૌથી નીચેની તરફ દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે રાઈટ સાઈડ ઉપરની તરફ આપવામાં આવેલી ત્રણ ડોટ લાઈન્સ પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે સેટિંગ્સ અને પ્રાઈવસીના ઓપ્શન પર ક્લિક કરો.


સ્ટેપ 5: અહી તમને ટાઈમ સ્પેન્ટ નામનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપ 6: આ ક્લિક કરતા જ તમને સ્ક્રીન પર Set Reminder to take breaks, Set Daily Time Limit, Notification Settings એમ ત્રણ ઓપ્શન મળશે.

સ્ટેપ 7: અહીં તમારે Set Daily Time Limit પર ક્લિક કરો. અહીં તમને 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ, 1 કલાક અને 2 કલાક એવા ઓપશન મળશે. તમારી જરૂરિયાત મુજબ કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરો.

તમે જે ટાઈમ લિમિટ નક્કી કરશો, તે પૂરી થયા બાદ ઈન્સ્ટાગ્રામ તમને રિમાઈન્ડર આપશે. જેના પરથી તમને ખ્યાલ આવશે કે હવે તમારે એપનો ઉપયોગ નથી કરવાનો.

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પણ એપલની જેમ જ આ જ સ્ટેપ્સ ફોલો કરીને ડેઈલી ટાઈમ લિમિટ સેટ કરી શકાય છે.

Best Mobiles in India

English summary
How to set time limit for Instagram usage follow guide

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X