Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમને ફોન કરનારને સંભળાશે તમારું નામ, સાવ મફતમાં કોલરટ્યુન સેટ કરવા આટલું કરો
જો કોઈ વ્યક્તિ તમને ફોન કરી રહ્યો છે, તો તેને બોરિંગ ટ્રિંગ ટ્રિંગ કે કોઈ ફિલ્મી ગીતના બદલે તમારું નામ સાંભળવા મળે, તો કેવું લાગશે. કોઈ તમને ફોન કરે ત્યારે તેમને એવું સાંભળવા મળે કે આ ભાઈ હમણા ફોન ઉપાડશે, થોડી રાહ જુઓ, તો તમારી શાનદાર ઈમ્પ્રેસન પડશે. તમે પણ ક્યારેક કોઈને કોલ કરતા સમયે આવી નામવાળી કોલર ટ્યુન સાંભળી જ હશે. રસપ્રદ વાત એ છે કે આવી નામવાળી કોલરટ્યુન સેટ કરવા માટે તમારે કોઈ જુદી પ્રક્રિયા નથી કરવાની, ન તો પૈસા આપવાના છે. આવી સ્પેશિયલ કોલર ટ્યુન તમે સાવ ફ્રીમાં સેટ કરી શકો છો.

જો તમે પણ નામવાળી કોલર ટ્યુન સેટ કરવા ઈચ્છો છો, તો એક જ શરતનું પાલન કરવાનું છે. તમારી પાસે જિયોનું સીમકાર્ડ હોવું ફરજિયાત છે. જો તમે જિયો યુઝર છો, તો સૌથી પહેલા તમારા ફોનમાં MyJio એપ ડાઉનલોડ કરો અને તેમાં તમારા જીયો નંબરની મદદથી લોગઈન કરો. બસ પછી નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા MyJio એપ ઓપન કરો અને મોબાઈલ સેક્શનમાં દેખાતા જીયો ટ્યુન્સ વિકલ્પ પર ટેપ કરો. જો તમને આ ઓપ્શન ન દેખાય તો એપમાં સૌથી ઉપરની તરફ દેખાતા સર્ચ બારમાં જીયો ટ્યુન્સ સર્ચ કરો.
સ્ટેપ 2: સ્ક્રીન પર જીયો ટ્યુન્સ પેજ ઓપન થઈ જાય, એટલે તમારે Setup JioTunes પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 3: અહીં તમારે Name JioTunes વિકલ્પ પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 4: બાદમાં સર્ચ બારમાં તમારું નામ લખીને સર્ચ કરશો, એટલે તમને તમારા નામવાળી પર્સનલાઈઝ્ડ કોલર ટ્યુન મળી જશે. આમાં તમને અલગ અલગ અવાજ અને ભાષામાં કોલર ટ્યુન મળશે, તેના પર પ્લે કરીને તમે તેને ચેક કરી શકો છો અને બાદમાં સિલેક્ટ કરી શકો છો.
સ્ટેપ 5: આ કોલરટ્યુનની સામે દેખાતા સેટ બટન પર ટેપ કરવાની સાથે જ આ ટ્યુન તમારા નંબર પર સેટ થઈ જશે.
તમને જણાવી દઈએ કે જીયો પહેલાથી જ અસંખ્ય નામોની જિયોટ્યુન્સ તૈયાર કરીને બેઠું છે. એટલે જો તમારું નામ કંઈક અલગ હશે, તો જ તમને આ લિસ્ટમાં કોલરટ્યુન નહીં મળે, બાકી મોટા ભાગે દરેક નામની કોલરટ્યુન તૈયાર છે. જો તમે ટ્યુન સેટ કરી ચૂક્યા છો, તો હવે તમને ફોન કરનાર દરેક વ્યક્તિને તમારું નામ સંભળાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications