Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન આવશે તો જોયા વગર ખબશે કે કોનો કૉલ છે, સરળ રીતે સેટ કરો કૉલર આઈડી અનાઉન્સમેન્ટ
આપણા સ્માર્ટફોનમાં સંખ્યાબંધ એવા ફીચર્સ છે, જેનો આપણે ઉપયોગ જ નથી કરતા અથવા તો આપણને આ ફીચર્સ વિશે ખબર નથી હોતી. આવું જ એક ફીચર કૉલ અનાઉન્સમેન્ટ ફીચર પણ છે, જેના વિશે મોટા ભાગના યુઝર્સને ખ્યાલ નથી હોતો. તમને જણાવી દઈએ કે ગૂગલે એન્ડ્રોઈડ માટે કોલ અનાઉન્સમેન્ટ ફીચર છેક 2021માં લોન્ચ કર્યું હતું.

આ ફીચર ફોન એપનો ઉપયોગ કરીને તમારા ફોન પર જેનો પણ કૉલ આવે છે, તેનું નામ બોલે છે, અને તમને જણાવે છે કે તમને કોણ ફોન કરી રહ્યું છે. એટલે તમારે મેન્યુઅલી સ્ક્રીન પર જઈને નથી જોવું પડતું કે તમને કોણ ફોન કરી રહ્યું છે. આજે અમે તમને જણાવીશું કે તમે એન્ડ્રોઈડ ફોનમાં કોલર અનાઉન્સમેન્ટ ફીચર કેવી રીતે અનેબલ કરી શકો છો.
કોલર આઈડી અનેબલ કરવા માટે આટલા સ્ટેપ્સ ફોલો કરો.
અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ, જેની મદદતી તમે કોલર અનાઉન્સમેન્ટ શરૂ કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોન એપ ઓપન કરો અને જમણી બાજુ દેખાતા થ્રી ડોટ્સ મેન્યુ પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે પોપ અપ મેન્યુમાંથી સેટિંગ્સમાં ક્લિક કરો.
સ્ટેપ 3: હવે એડવાન્સ ઓપ્શન સુધી નીચેની બાજુ સ્ક્રોલ કરો અને કોલર આઈડી અનાઉન્સમેન્ટ પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે આગલા પેજ પર અનાઉન્સ કોલર આઈડી ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 5: હવે આ ફીચરને ઓન કરવા માટે ઓલવેઝ અતવા તો વ્હેન યુઝિંગ હેન્ડસેટ ઓપ્શન પસંદ કરો.
બસ આટલું કરતા જ તમારા ફોનમાં કોલર આઈડી અનાઉન્સમેન્ટ ઓપ્શન ઓન થઈ જશે. જો તમે ઓલ્વેઝ સિલેક્ટ કરશો, તો જ્યારે પણ તમારા ફોનમાં કોઈનો કોલ આવશે, તો તેમનું નામ કે નંબર અનાઉન્સ થશે. જો તમે વ્હેન યુઝિંગ હેન્ડસેટ ઓપ્શન સિલેક્ટ કર્યું છે, તો જ્યારે તમે હેન્ડ્સ ફ્રી ભરાવી હશે, ત્યારે તમને તેમાં કોલરનું નામ સંભળાશે.
તમે ઈચ્છો ત્યારે આ ફીચરનો ઉપયોગ બંધ પણ કરી શકો છો.
કૉલર અનાઉન્સમેન્ટ બંધ કરવા માટે આટલું કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોન એપમાં જઈને જમણી બાજુ દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો અને સેટિંગ્સ ઓપ્શનમાં જાવ.
સ્ટેપ 2: હવે કોલર આઈડી અનાઉન્સમેન્ટમાં જઈને અનાઉન્સ કોલર આઈડી ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: અહીં એક પોપ અપ મેન્યુમાં આ ફીચર ડિસેબલ કરવા માટે નેવર ઓપ્શન પર ટેપ કરો.
આ સ્ટેપ્સને ફોલો કરીને તમે સરળતાથી આ ફીચરને અનેબલ કે ડિસેબલ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications