Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmailમાં 25 MBથી મોટો ફોટો કે ફાઈલ કેવી રીતે કરશો સેન્ડ? આ રહ્યા સ્ટેપ્સ
જો તમારે કોઈ પણ ફાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈન્ટરનેટ દ્વારા મોકલવા ઈચ્છો છો, તો તમારે ઓનલાઈન ટૂલ્સ જેમ કે વ્હોટ્સ એપ, ગૂગલ ક્વિક શૅર કે પછી કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. જો આ ફાઈલ 5થી 7 એમબીની છે, તો પછી ફાઈલ મોકલવા માટે તમારી પાસે ઘણા વિકલ્પ છે. પરંતુ જ્યારે વાત આવે મોટી ફાઈલ મોકલવાની જેમ કે એકાદ જીબી ફાઈલની તો તમારે વી ટ્રાન્સફર જેવા ઓનલાઈન ઓપ્શનનો સહારો લેવો પડે છે.
જીમેઈલમાં પણ જુદી જુદી સાઈઝની ફાઈલ મોકલી શકાય છે, પરંતુ તેમાંય એક લિમીટ સેટ કરવામાં આવી છે. જેને કારણે ડિરેક્ટ મેઈલમાં ફાઈલ મોકલવામાં તકલીફ પડે છે. ચાલો આજે એ જાણીએ કે જીમેઈલમાં મોટી સાઈઝની ફાઈલ મોકલવા માટે શું કરવું જોઈએ. કેવી રીતે 25 એમબી કરતા વધુની સાઈઝની ફાઈલ જીમેઈલ દ્વારા મોકલી શકાય છે.

જીમેઈલમાં એક ફીચર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે એક સાથે ઘણા બધા અટેચમેન્ટ મોકલી શકો છો, ભલે તેની સાઈઝ 25 એમબી કરતા વધારે હોય. આ ફીચરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા જીમેઈલમાં જઈને તમારે જેને પણ મેઈલ કરવો છે, તેનું ફોર્મેટ સેટ કરી લો. એટલે કે તમારે મેઈલમાં જે લખવું છે તે લખી લો અને પછી નીચે આપેલા અટેચમેન્ટ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે નીચે આપેલા ઓપ્શનમાંથી Upload file from drive ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 3: હવે કમ્પ્યુટરમાં કે ફોનમાં જ્યાં પણ તમારી ફાઈલ સેવ છે, તેને સિલેક્ટ કરો અને અપલોડ કરી દો.
સ્ટેપ 4: અપલોડની પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ, ફાઈલ તમારા જીમેઈલ મેસેજમાં ગૂગલ ડ્રાઈવ લિંક તરીકે આવી જશે.
સ્ટેપ 5: જીમેઈલમાં તમે જે પણ મેસેજ લખ્યો છે, તેને ફરીવાર ચેક કરી લો, જે મેઈલ આઈડીમાં મેઈલ મોકલી રહ્યા છો, તે મેઈલ આઈડી લખો અને પછી Send ઓપ્શન પર ક્લિક કરો.
આ રીતે તમે સરળતાથી તમારા ગૂગલ ડ્રાઈવ દ્વારા મોટી ફાઈલ્સ અને ફોટોઝને અટેચમેન્ટ લિંકની મદદથી શૅર કરી શકો છો. મેઈલ મેળવનારે તમારી ફાઈલ જોવા માટે બસ મેઈલમાં રહેલી લિંક પર ક્લિક કરવાની રહેશે.
મેઈલમાં અટેચમેન્ટ મોકલતા પહેલા આટલું ધ્યાન રાખો.
- આ રીતે તમે 25 જીબીની સાઈઝ સુધીની જ ફાઈલ મેઈલમાં મોકલી શકો છો. આનાથી મોટી સાઈઝની ફાઈલ મોકલવા માટે તમારે બીજી રીત અપનાવવી પડશે.
- જો તમે મેઈલમાં ફાઈલ અટેચ નથી કરવા ઈચ્છતા તો ડ્રાઈવની લિંક સીધી જ મેઈલ કરી શકો છો. આના માટે તમારે ફાઈલ્સને સીધી જ ડ્રાઈવમાં અપલોડ કરવી પડશે.
- ડ્રાઈવમાં ફાઈલ અપલોડ કર્યા બાદ ફાઈલ્સની સિક્યોરિટી અને પ્રાઈવસી પણ સેટ કરી શકો છો.
આ રીતે જીમેઈલની મોટી ફાઈલ્સ સરળતાથી શૅર કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications