Instagram Reelsની સાથે મોકલો Avatar રિએક્શન, ફોલો કરો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ઈન્સ્ટાગ્રામ સૌથી વધારે પોપ્યુલર સોશિયલ મીડિયા એપ્સમાંની એક છે. ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સને ઝકડી રાખવા માટે, તેમના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે લગભગ દર સપ્તાહે નવા નવા ફીચર્સ લઈને આવે છે. હજી કેટલાક દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર ફેસબુકની જેમ અવતાર લોન્ચ કરવાના ફીચરની શરૂઆત થઈ છે. ઘણા બધા યુઝર્સ આ અવતાર ક્રિએટ કરીને તેનો રોજેરોજ ઉપયોગ કરવાનો આનંદ પણ મેળવી રહ્યા છે. જો કે, આ મેટા અવતાર્સ હાલ માત્ર ચેટમાં જ વાપરી શકાય છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ હવે એવી સુવિધા લાવ્યું ચે, જેની મદદથી યુઝર્સ પોતાના અવતારને રીલ્સ પ્લેટફોર્મ પર પણ શૅર કરી શક્શે.

Instagram Reelsની સાથે મોકલો Avatar રિએક્શન, ફોલો કરો સ્ટેપ્સ

કોઈ રીલ્સ કે પોસ્ટને જ્યારે તમે મેસેજમાં શૅર કરશો, ત્યારે તેની સાથે તમે તમારા મેટા અવતારનું રિએક્શન પણ શૅર કરી શક્શો. સોશિયલ મીડિયા એપ દ્વારા તાજેતરમાં જ આ ફીચર ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, અને ઘણા યુઝર્સ આ ફીચરનો લાભ પણ લઈ રહ્યા છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે સાવ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે પણ પોતાના અવતાર રીએક્શન સાથી રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી શકો છો.

ઈન્સ્ટાગ્રામ રીલ્સ સાથે અવતાર રિએક્શન શૅર કરવા તમારે નીચે દર્શાવેલા સ્ટેપ્સ પ્રમાણે આગળ વધવાનું છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તો તમારા સ્માર્ટ ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે તેના રીલ્સ સેક્શનને ઓપન કરીને, તમારે જે પણ રીલ્સ તમારા ફ્રેન્ડ સાથે શૅર કરવી છે, તે સિલેક્ટ કરો. તમે રીલ્સના બદલે જો કોઈ પોસ્ટ શૅર કરવી હોય તો પોસ્ટ પણ સિલેક્ટ કરી શકો છો.

સ્ટેપ 3: હવે જેમ તમે સામાન્ય રીતે રીલ્સ કે પોસ્ટ શૅર કરો છો, તે જ રીતે શૅર બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4: તમારે તમારા જે મિત્ર સાથે આ રીલ્સ કે પોસ્ટ શૅર કરવી છે, તેમની પ્રોફાઈલ સિલેક્ટ કરો.

સ્ટેપ 5: એકવાર સિલેક્શન થઈ ગયા રછી, તમને Write Messageની જમણી બાજુમાં અવતાર બટન જોવા મળશે. તમારે આ બટન પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 6: હવે તમે જે અવતાર ક્રિએટ કર્યો છે, તેના જુદા જુદા સ્ટીકર્સ તમને અહીં જોવા મળશે. તમે તમારા રિએક્શન મુજબ કોઈ પણ અવતાર સિલેક્ટ કરીને રીલને શૅર કરી શકો છો. આ માટે તમારે બસ એ અવતાર રિએક્શન પર ટેપ જ કરવાનું છે.

સ્ટેપ 7: તમે એકવાર અવતાર સ્ટીકર પર ટૅપ કરશો કે તે સિલેક્ટ થઈ જશે. છેલ્લે તમારે સેન્ડ બટન દબાવવાનું છે. બસ, તમારો અવતાર રીલ્સ કે પોસ્ટની સાથે શૅર થઈ ગયો.

હવે જ્યારે તમે આ ચેટબોક્સ ખોલીને જોશો ત્યારે તમે શૅર કરેલી પોસ્ટ કે રીલ સાથે તમને તમારું અવતાર રિએક્શન પણ જોવા મળશે. કોઈ પણ મિત્રો કે ફોલોઅર્સની સાથે ઈન્ટરએક્શન કરવા માટે રીતે રીલ્સ કે પોસ્ટ સાથે અવતાર શૅર કરવા એક સારો વિકલ્પ છે. આ રીતે તમે પોતાનો મૂડ પણ દર્શાવી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
How To Send an Avatar Reaction While Sharing Reels on Instagram

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X