કોણ જોઈ રહ્યું છે તમારી Instagram પ્રોફાઈલ, આ રીતે જાણો

|

Instagram હાલ સૌથી વધુ વપરાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે. સૌથી પહેલા આ પ્લેટફોર્મની શરૂઆત થઈ ત્યારથી તેની શરૂઆત માત્ર ફોટોઝ શૅર કરવા માટે થઈ હતી. બાદમાં તેમાં વીડિયોઝ, આઈજીટીવી, લાઈવ અને રિલ્સ ઉમેરાયા અને Instagramની લોકપ્રિયતા વધવા લાગી. આજે ઈન્સ્ટાગ્રામ ચેટ માટે, નવી બાબતો શોધવા, શૅર કરવાનું માધ્યમ બની ચૂક્યુ છે. એમાંય કન્ટેન્ટ ક્રિએટ કરતા લોકો માટે કમાણીનું સાધન પણ બન્યું છે. Instagram યુઝ કરતા લોકોને હંનેશા એ સવાલ હોય છે, કે તેમની પ્રોફાઈલ કોણએ વિઝીટ કરી છે. જો તમારે પણ એ જાણવું છે કે તમારું Instagram અકાઉન્ટ કોણ જોઈ રહ્યું છે, તો અમારી પાસે તમારા માટે કેટલીક ટિપ્સ છે.

કોણ જોઈ રહ્યું છે તમારી Instagram પ્રોફાઈલ, આ રીતે જાણો

તમને સવાલ થશે કે કોણે આપણી Instagram પ્રોફાઈલ જોઈ એ કેવી રીતે જાણી શકાય? શું આ માટેક ઈ ખાસ ટેક્નિક કે પછી એપ છે કે કોણે તમારી પ્રોફાઈલ જોઈ તે જણાવે? તો જવાબ છે ના. Instagram પર પણ આ માટે કોઈ ઈનબિલ્ટ ફીચર નથી. પરંતુ તેમ છતાંય કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપીને તમે જાણી શકો છો કે તમારી Instagram પ્રોફાઈલ કોમ કોણ જોઈ રહ્યું છે.

જો તમે તમારા Instagramમાં કેટાક ફીચર્સમાં ફેરફાર કરશો, તો તમને એ અંદાજ આવી જશે કે તમારી Instagram ટાઈમલાઈન પર કોણ આવ્યું હશે.

Instagram વિઝિટર્સનું નામ જાણવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1 – સૌથી પહેલા Instagram અકાઉન્ટ ઓપન કરો. હવે તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નીચેની તરફ ડાબી બાજુ દેખાતા તમારા પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો.

સ્ટેપ 2 – અહીં તમને એ બધા જ લોકોનું યુઝર નેમ જોવા મળશે, જેણે તમારી સ્ટોરી જોઈ છે. જો કેટલાક યુઝર્સ તમને ફોલો નહીં કરતા હોય, તો Instagram દર્શાવશે કે તેમણે તમારી પ્રોફાઈલ જોઈ છે.

સ્ટેપ 3 – આ ફીચર દ્વારા તમે એવા યુઝર્સને સર્ચ અને બ્લોક કરી શકો છો, જેમને તમને પોતાની સ્ટોરી દર્શાવવા નથી ઈચ્છતા.

સ્ટેપ 4 – આ માટે તમારે જે-તે યુઝરના નામની જમણી બાજુ દેખાતા મેનુ બટન પર ક્લિક કરવાનું છે.

હવે અહીં Hide Storyનો વિકલ્પ પસંદ કરો અને તમારા ઈન્સ્ટાગ્રામ સ્ટોકર્સને તમારી સ્ટોરીમાંથઈ બ્લોક કરી દેવામાં આવશે.

ધ્યાન રાખો કે તમારે જો કોઈ યુઝરને પોતાની સ્ટોરી નથી બતાવવી તો આ ફીચરનો ઉપયોગ તમારે દરેક સ્ટોરીમાં કરવો પડશે. કારણ કે Instagram સ્ટોરીઝ 24 કલાકમાં એક્સપાયર થઈ જાય છે.

સ્કેમર્સથી સાવધાન

તમારી Instagram પ્રોફાઈલ કોણે કોણે જોઈ છે, એ દર્શાવતી ઘણી થર્ડ પાર્ટી એપ્સ છે અથવા તો આવો દાવો કરતી એપ્સ છે. પરંતુ આવી એપ વાપરવાથી સ્કેમર્સ તમારું અકાઉન્ટ હેક કરી શકે છે. તમારી બેન્કિંગ ડિટેઈલ્સ પણ ચોરી શકે છે. એટલે આવી કોઈ થર્ડ પાર્ટી એપ વાપરવાથી બચવું જોઈએ. આવી કોઈ પણ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ ન કરો, જે આવા ખોટા દાવા કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To See Who Viewed Your Instagram Profile

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X