Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ ટિપ્સને ફોલો કરીને સુરક્ષિત રાખો સ્માર્ટફોનનો ડેટા, હેકર્સ નહીં ચોરી શકે
સ્માર્ટ ફોનની પ્રાઈવસી આજકાલ મોટો પડકાર બની ચૂકી છે. રોજેરોજ ડેટા લીકના સમાચાર આપણને વાંચવા મળે છે. આવામાં સ્માર્ટફોન યુઝર્સે પોતાની પ્રાઈવસીને લઈ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. યુઝર્સે હંમેશા સાવચેત રહેવું પડે છે કે, ક્યાંક ક્યારેક તેમનો પણ ડેટા લીક ન થઈ જાય. પરંતુ આ બાબતે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી 9 ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમારા મોબાઈલ ફોનનો ડેટા એકદમ સુરક્ષિત રાકી શક્શો.

કોઈ પણ એપને લોકેશન અને કોન્ટેક્ટની પરમિશન ન આપો.
તમારો ડેટા સેફ રાખવા માટે કોઈ પણ એપને લોકેશન અને કોન્ટેક્ટનું એક્સેસ ન આપો. એપ ઈન્સ્ટોલ કરતા પહેલા જરૂરથી ચેક કરો કે એપ કઈ કઈ પરમિશન માગી રહી છે. એપ ઈન્સ્ટોલ કરતા પહેલા તેના રેટિંગ અને રિવ્યુ જરૂરથી ચેક કરો. ઘણા એપ્સ બેકગ્રાઉન્ડમાં ડેટા પ્રોસેસ કરતા રહે છે, એટલે પરમિશન આપતા પહેલા ધ્યાનથી ટર્મ્સ એન્ડ કંડીશન વાંચી લો.
અંગત કામ માટે પબ્લિક વાઈ ફાઈનો ઉપયોગ ન કરો.
આજકાલ દરેક પબ્લિક પ્લેસ પર ફ્રી વાઈ ફાઈ મળે છે. પરંતુ ઘણીવાર આવા વાઈ ફાઈનો ઉપયોગ મોંઘો પડી શકે છે. હેકર્સ અને સ્કેમર્સ મોબાઈલ એપ ઉપરાંત પબ્લિક વાઈ ફાઈનો ઉપયોગ કરતા સ્માર્ટફોન યુઝ્સને નિશાન બનાવે છે. એટલે બેન્કિંગ અને પર્સનલ કામ માટે પબ્લિક વાઈ ફઆઈનો ઉપયોગ ન કરો.
હંમેશા ફોનને પાસવર્ડથી લોક રાખો
ઘણી વાર આપણા સ્માર્ટ ફોન કોઈ પણ વ્યક્તિ ઉપાડી લેતા હોય છે, અને તેને ઓન કરીને તમારા ચેટ્સ કે ગેલેરી ચેક કરવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા મોબાઈલ ફોનને ફેસ આઈડી અથવા ફિંગર પ્રિન્ટ કે પછી પાસવર્ડથી લોક જરૂર કરો. આમ કરવાથી કોઈ પણ વ્યક્તિ તમારા ફોનને એક્સેસ નહીં કરી શકે.
શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરો.
ઈમેઈલ અથવા ટેક્સ્ટમાં આવતી કોઈ પણ લિંક ખોલવાથી બચો. ઘણીવાર ફ્રોડ અને સ્કેમર્સ બિલકુલ અસલી જેવી દેખાતી લિંક અને ટેક્સ્ટ મેસેજ મોકલે છે. સામાન્ય લોકો આવી ટ્રેપમાં આવી જાય છે, અને લિંક પર ક્લિક કરી દે છે. આવી લિંક પર ક્લિક કરતા જ તમારા ફોનનું એક્સેસ સ્કેમર્સને મળી જાય છે, અને તેમની પાસે બધો જ ડેટા પહોંચી જાય છે.
જુદા જુદા અકાઉન્ટના ઉપયોગ માટે જુદા જુદા પાસવર્ડ રાખો
જુદા જુદા અકાઉન્ટ માટે એક જ પ્રકારના પાસવર્ડનો ઉપયોગ ન કરો. એકવાર સ્કેમર્સના હાથમાં પાસવર્ડ આવી જાય તો તેઓ તમારા બધા જ અકાઉન્ટ ચેક કરે છે. જો તમને પાસવર્ડ બનાવતા નથી ફાવતું તો તમે પાસવર્ડ મેનેજરનો પણ ઉપયોગ કરી શકો છો. પાસવર્ડ મેનેજર તમારા બધા જ પાસવર્ડ યાદ રાખે છે.
ડેટાને ક્લાઉડ પર બેકઅપ કરી રાખો
જો તમારા ફોનના ડેટાનો તમે સતત બેક અપ લેતા રહો. આમ કરવાથી તમારી ઘણી મુસીબતો આસાન થઈ જશે. જો તમારો ફોન ક્યારેય ચોરાઈ જશે કે ખોવાઈ જશે, તો તમારા બેકઅપમાં રહેલી એપ્સ, ડેટા બધું જ તમને મળી જશે. એટલે ડેટાને ક્લાઉડ પર બેકઅપ રાખો.
ટ્રસ્ટેડ એન્ટીવાઈરસનો ઉપયોગ કરો.
તમારા ફોનમાં હંમેશા ટ્રસ્ટેડ એન્ટીવાઈરસ એપનો ઉપયોગ કરો. આવી એપ્સ તમને ફિશિંગ સાઈટ્સથી બચાવે છે. આ ઉપરાંત તમારા ફોનમાં ઈન્સ્ટોલ થનારી માલવેર એપ્સને સ્કેન કરીને તમને એલર્ટ આપે છે.
એપ્સને એપ સ્ટોર અથવા પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો.
ફોનમાં કોઈ પણ એપ ઈન્સ્ટોલ કરવા માટે માત્ર ઓફિશિયલ એપ સ્ટોરનો જ ઉપયોગ કરો. જો તમારી પાસે આઈઓસ ડિવાઈસ છે તો માત્ર એપ સ્ટોર અને તમારી પાસે એન્ડ્રોઈડ ડિવાઈસ છે તો ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરીને જ એપ ડાઉનલોડ કરો.
તમારો ડેટા એન્ક્રિપ્ટ કરો.
પાસવર્ડથી લઈને તમારા બેન્ક અકાઉન્ટ સુધી, ઓફિસના ડોક્યુમેન્ટ્સથી લઈને અંગત માહિતી સુધી બધું જ સ્માર્ટફોનમાં સ્ટોર હોય છે. એટલે તમારા ડિવાઈસમાં રહેલા ડેટાને એન્ક્રિપ્ટેડ રાખો, જેથી કોઈ બીજું તેને સરળતાથી એક્સેસ ન કરી શકે .
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications