Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર આ રીતે શેડ્યુલ કરો Live, Reels, Post, સરળ છે રીત
Instagram યુઝર્સને રીલ્સ અને પોસ્ટ શેડ્યુલ કરવાની સુવિધા મળે છે. સાથે જ યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ શેડ્યુલ કરી શખે છે. જો તમે તમારા ફોલોઅર્સને લાઈવ સેશન અંગે એડવાન્સમાં જણાવવા ઈચ્છો છો તો તેને શેડ્યુલ કરી શકો છો. ઘણી વાર એવું બને છે કે યુઝર્સ કોઈ પોસ્ટ કે રીલ્સ સ્પેસિફિક ટાઈમ પર પોસ્ટ કરવા ઈચ્છતા હોય છે પરંતુ બીજા કોઈ કામને કારણે આ ટાઈમ ચૂકી જવાય છે. અથવા તો નેટવર્કને કારણે પર્ટિક્યુલર તે સમયે રીલ્સ કે પોસ્ટ કરી શકાતી નથી.

આવી સ્થિતિ ટાળવા માટે યુઝર્સ રીલ્સ અને પોસ્ટને શેડ્યુલ પણ કરી શકે છે. જો તમે મેટાના સૌથી લોકપ્રિય ઈન્સટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના આ ફીચરનો હજી સુધી ઉપયોગ નથી કર્યો તો જરાય ચિંતા ન કરો. આજે અમે તમને લાઈવ, રીલ્સ સહિતની પોસ્ટ શેડ્યુલ કરવાની આખી રીત ડિટેઈલમાં જણાવીશું.
Instagram પર આ યુઝર્સ શેડ્યુલ કરી શકે છે રીલ્સ અને પોસ્ટ
તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર માત્ર બિઝનેસ ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સ જ રીલ્સ, ફોટોઝ, અને પોસ્ટને શેડ્યુલ કરી શકે છે. જ્યારે તમે તમારી પોસ્ટ એડવાન્સમાં બનાવી રાખીને શેડ્યુલ કરી દો છો તો આ રીતે તમારો સમય તો બચે જ છે, સાથે જ તમારા પોસ્ટિંગને મેનેજ કરવામાં પણ મદદ મળે છે.
પોસ્ટ અને રીલ્સ શેડ્યુલ કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખો.
- ધ્યાન રાખો કે રીલ્સ અને પોસ્ટ શેડ્યુલ કરવા માટે તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રોફેશનલ હોવું જરૂરી છે.
- એક દિવસમાં માત્ર 25 પોસ્ટ જ શેડ્યુલ કરી શકાય છે.
- તમે વધુમાં વધુ 75 દિવસ પહેલા કન્ટેન્ટ શેડ્યુલ કરી શકો છો.
પોસ્ટ અને રીલ્સ શેડ્યુલ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
- સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો. બાદમાં + આઈકન પર ક્લિક કરો.
- હવે તમારે જે પોસ્ટ કરવી છે કે જે રીલ અપલોડ કરવી છે, તે સિલેક્ટ કરો. બાદમાં તેનું કેપ્શન, ઈફેક્ટ અને ફિલ્ટર્સ એડ કરો.
- હવે તમારે કન્ટેન્ટ પોસ્ટ કરતા પહેલા Advanced સેટિંગમાં જવાનું છે.
- અહીં તમને Scheduleનો વિકલ્પ મળશે. હવે તમે એક ડેટ અને ટાઈમ સિલેક્ટ કરી શકો છો, જ્યારે તમારે આ પોસ્ટ અને રીલ અપલોડ કરવાની છે.
- પછી Done પર ક્લિક કરો. હવે Schedule બટન પર ક્લિક કરો અને પોસ્ટ તેમજ રીલ શેડ્યુલ કરી લો.
ü ધ્યાન રાખો કે શેડ્યુલિંગ દરમિયાન તમે પ્રોડક્ટ ટેગિંગ, કોલાબ્રેશન, ફેસબુક પર ક્રોસ પોસ્ટિંગ, સ્પોન્સર્ડ પોસ્ટ જેવા ફીચર્સનો ઉપયોગ નહીં કરી શકો.
Live સેશન કેવી રીતે શેડ્યુલ કરશો?
Live શેડ્યુલ કરવાનો ઓપ્શન બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. લાઈવ શેડ્યુલ કરવા માટે ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને + આઈકન પર ક્લિક કરો અને Live સિલેક્ટ કરી લો. હવે સ્ક્રીન પર ડાબી બાજુ શેડ્યુલનું ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરો અને ટાઈમ સ્લોટ સિલેક્ટ કરીને લાઈવ શેડ્યુલ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
