Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Holi Special: બસ આટલું કરો, તમારો ફોન પાણીના કારણે નહીં બગડે
હાલ તો લગભગ દરેક સ્માર્ટફોન વોટર રેઝિસ્ટન્ટ સાથે આવે છે, આ માટે સ્માર્ટફોનને રેટિંગ પણ આપવામાં આવે છે. પરંતુ તેમ છતાંય ઘણીવાર સ્માર્ટફોનમાં પાણી જવાથી ફોન બગડી જાય છે. હવે જ્યારે તમે બધા હોળી રમવાના છો, ત્યારે સ્માર્ટફોન પલળી જવાની શક્યતા ખૂબ જ છે. આપણે બધા જ હવે ફોનથી દૂર રહી શક્તા નથી. નાના નાના દરેક કામ માટે સ્માર્ટફોનની જરૂર પડે છે. ત્યારા સ્વાભાવિક છે કે હોળી રમવા દરમિયાન પણ ઘણા બધા યુઝર્સના સ્માર્ટફોન તેમના ખિસ્સામાં જ હોય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું, જેનો ફોલો કરીને તમે તમારા સ્માર્ટફોનને એકદમ સુરક્ષિત લરાખી શક્શો. સાથે જ જો તમારો સ્માર્ટફોન પલળી જશે, તો પણ તેને બચાવી શક્શો.

જો કે આ ઉપાયો જણાવવાની સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે જરૂરી નથી કે આ ઉપાયોથી તમારો સ્માર્ટફોન ચાલુ થઈ જ જાય. શક્ય છે કે જો વધારે નુક્સાન થયું હોય તો તમારે ફોન ટેક્નિશિયનને પણ બતાવવો પડી શકે છે. દુઃખની વાત એ છે કે સ્માર્ટફોન વોરંટીમાં હોવા છતાંય મોટા ભાગની બ્રાન્ડ પાણીથી થતા નુકસાનને કવર નથી કરતા. જો કે એપલ પોતાના સ્માર્ટફોનમાં લિક્વિડ કોન્ટેક્ટ ઈન્ડિકેટર આપે છે, જે જણાવે છે કે તમારો ફોન પાણીના સંપર્કમાં છે. સામાન્ય રીતે iPhoensમાં આ ઈન્ડિકેટર સિમ કાર્ડ સ્લોટની અંદર હોય છે. જો તમારો આઈફોન પાણીથી બગડી જશે, તો સિમ સ્લોટની અંદર રહેલો એક સફેદ સ્ક્રૂ આખો લાલ થઈ ગયો હશે.
જો ફોન પાણીમાં પડી જાય તો આટલું કરો.
1. ફોનને પાણીમાંથી બહાર કાઢીને સૌથી પહેલા સ્વિચ ઓફ કરી દો. પાણીવાળો ફોન જેટલો લાંબો સમય ચાલુ રહેશે, તેના બગડી જવાની શક્યતા એટલી વધારે છે. જો તમારો ફોન પાણીમાં પલળી ગયો છે, તો તેને સ્વિચ ઓફ કરીને બેક કવર ખોલીને સૌથી પહેલા તેમાંથી બેટરી કાઢી લો.
2. સ્માર્ટફોનને પાણીમાંથી બહાર કાઢવા માટે પાણીની અંદર ફોનને વધારે ન હલાવો. ફોન હલાવવાથી અંદર વધારે પાણી જઈ શકે છે. સાથે જ ફોનને પાણીની બહાર કાઢ્યા બાદ હેર ડ્રાયરથી સૂકવવાનો પણ પ્રયત્ન ન કરો. આમ કરવાથી પાણી ફોનના જે ભાગમાં નહીં પહોંચ્યું હોય, ત્યાં પણ પહોંચશે. આ ઉપરાંત એકાદ જગ્યાએ વધારે ગરમ હવા જવાથી, તે પાર્ટ બગડવાની પણ શક્યતા રહે છે.
3. જો તમારો સ્માર્ટફોન પાણીમાં પડી ગયો છે, તો 2 3 દિવસ સુધી ફોનને ચાલુ ન કરો. ફોનની અંદર ગયેલા પાણીને આપોઆપ જ સુકાઈ જવા દો. સાથે જ તમે ફોનને ઓછામાં ઓછા છ કલાક સુધી ચોખાની અંદર દબાવીને મૂકી રાખો. આમ કરવાથી પાણી વહેલું સુકાઈ જશે.
4. જો પાણીમાં પડવાથી ફોન બંધ થઈ જાય તો તેને ભૂલે-ચૂકે પણ ચાર્જ ન કરો. સાથે જ તમે સિમકાર્ડ ટ્રેને પણ થોડા સમય માટે બહાર કાઢીને રાખી શકો છો.
જો તમે મિત્રો સાથે ધૂળેટી રમવા જઈ રહ્યા છો, તો તમારા સ્માર્ટફોનને ઝિપલોક બેગમાં રાખો. આ ઉપરાંત તમે એક વૉટરપ્રુફ પાઉચ ખરીદીને ફોન તેમાં પણ રાખી શકો છો. આવા વોટરપ્રુફ પાઉચ તમને કોઈ પણ મોબાઈલ એક્સેસરીઝની દુકાન પર મળી જશે. જો કે અમારી સલાહ એ છે કે ધૂળેટી રમવા દરમિયાન તમે તમારો સ્માર્ટફોન જોડે જ ન રાખો, એ જ ફોન બચાવવાનો બેસ્ટ ઉપાય છએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications