Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે બિલની ચિંતા છોડીને વાપરો AC, આ ટ્રિક્સ બચાવશે બિલ
ગરમી આખા દેશમાં લોકોને ત્રાહિમામ્ પોકારાવી રહી છે. અને હજી તો એપ્રિલ મહિનામાં છીએ. મે મહિનામાં ગરમી તેના ઉચ્ચ સ્થાને હશે. આ ગરમીની સાથે સાથે દરેક વર્ષે લગભગ બધાના વિજળી બિલમાં પણ વધારો થાય છે. ગરમીના પારાની સાથે સાથે વિજળી બિલ પણ ઉપર જાય છે. આપણે બધા જ પંખાની સાથે સાથે એસીનો વપરાશ શરૂ કરી દઈએ છીએ. બહારથી આવીને રૂમમાં પહોંચતા જ, રાત્રે સૂતા સમયે એસી વગર રહેવાતું નથી. પરંતુ આ બધું કરવા દરમિયાન આપણે કેટલીક એવી ભૂલ કરીએ છીએ, જેનાથી આપણું લાઈટ બિલ ખૂબ જ વધી જાય છે. જો તમને પણ ઉનાળામાં એસીના ઉપયોગ સમયે બિલ વધવાની ચિંતા હોય, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે ઉપયોગી છે. અમે તમારા એસીના ઉપયોગ અને લાઈટ બિલને ઓછું કરવા માટે કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ.

લાઈટ બિલ બચાવવા કેટલું રાખશો એસીનું ટેમ્પરેચર?
આપણા બધાની આદત હોય છે કે એસી ચાલુ કરીને તરત જ તેને શક્ય એટલા ઓછા ટેમ્પરેચર પર કરી દઈએ, જેથી રૂમ ફટાફટ ઠંડો થઈ જાય. પરંતુ એસી જ્યારે તમે લઘુત્તમ તાપમાન પર ચલાવો છો, ત્યારે તે વિજળી પણ વધારે વાપરે છે, પરિણામે તમારું લાઈટ બિલ પણ વધતું જાય છે. એટલે આવું કરવાના બદલે એસીને તમે 24 ડિગ્રીની આસપાસ રાખી શકો છો. આ એક એવું નોર્મલ ટેમ્પરેચર છે, જેને કારણે તમારું એસી વધારે વિજળી નહીં વાપરે. એસીનું તાપમાન થોડું વધારે રાખીને તમે લાઈટ બિલમાં 24 ટકાનો ઘટાડો કરી શકો છો.
ઠંડી હવાનો સાચવો
આપણે બધા જ એસી ચાલુ કરીને રૂમને લગભગ પેક કરી દઈએ છીએ. એસી ચાલુ કરીને બારી અને દરવાજા બંધ કરીએ છીએ. પરંતુ હજી કેટલાક કામ કરીને તમે રૂમનું કૂલિગં મેઈન્ટેઈન કરી શકો છો, જેને કારણે પણ લાઈટ બિલ બચી શકે છે. જ્યારે પણ તમે એસી વાપરો છો, ત્યારે ધ્યાન રાખ કે સૂર્યપ્રકાશ આછો પાતળો પણ રૂમમાં ન આવે. બારી બંધ કરવાની સાથે તેના પર પડદા પણ લગાવી દો. જેથી રૂમમાં ગરમી નહીં આવે અને રૂમ ઝડપથી ઠંડો થશે.
એસી ચાલુ બંધ કરતા રહો
અમે એ વાત પણ જાણી લીધી છે કે એકવાર તમારો રૂમ ઠંડો થઈ જાય, ત્યાર બાદ સતત તેને કેવી રીતે ઠંડો રાખવો અને તેમાં એસીનો ઓછો ઉપયોગ કેવી રીતે કરવો? એકવાર તમારો રૂમ ઠંડો થઈ જાય, ત્યાર બાદ રૂમ ઓછામાં ઓછો 1 કલાક ઠંડો રહે છે. પરિણઆમે આ એક કલાક દરમિયાન તમે એસી બંધ રાખી શકો છો. જેને કારણે વીજ વપરાશ ઘટશે, અને લાઈટ બિલ પણ ઓછું આવશે.
રેગ્લુયર સર્વિસથી પણ એસી બચાવશે બિલ
તમારું એસી હવા ફેંકવા માટે બહારથી હવા ખેંચે છે, પરિણામે ઘણો કચરો પણ એસીના ફિલ્ટરમાં જમા થાય છે. આ કચરાને કારણે એસી ઠંડી હવા ફેંકવા માટે વધારે પાવર યુઝ કરે છે, જેને કારણે બિલ વધતું જાય છે. એક રિપોર્ટ મુજબ ગંદા ફિલ્ટર બદલીને નવા લગાવવાથી એસીના વીજ વપરાશમાં 15 ટકા જેટલો ઘટાડો થાય છે, જેને કારણે લાઈટ બિલ પણ ઓછું આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications