Instagram અકાઉન્ટને હેકર્સથી બચાવો, શંકાસ્પદ ડિવાઈસમાંથી લોગઆઉટ

By Gizbot Bureau
|

આજકાલ ઈન્સ્ટાગ્રામનો યુઝર બેઝ ઘણો જ વધી ચૂક્યો છે. ઈન્સ્ટાગ્રામના રીલ્સ ફીચરે તેના યુઝર્સમાં જબરજસ્ત વધારો કર્યો છે. યુઝર્સ કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય કે ન કરતા હોય પરંતુ રીલ્સ જોવા માટે તો ઈન્સ્ટાગ્રામ ચલાવતા હોય જ છે. આવી સ્થિતિમાં હેકર્સ અને ફ્રોડસ્ટર્સ માટે પણ ઈન્સ્ટાગ્રામ હેકિંગનું અને છેતરપિંડીનું હાથવગું માધ્યમ બની ચૂક્યુ છે. પરિણામે પોતાના ઈન્સ્ટાગ્રામની સિક્યોરિટી પર ધ્યાન આપવું જરૂરી છે.

Instagram અકાઉન્ટને હેકર્સથી બચાવો, શંકાસ્પદ ડિવાઈસમાંથી લોગઆઉટ

જો તમને લાગતું હોય કે તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કોઈ એવા ડિવાઈસમાં લોગ ઈન છે, જે તમારી જાણમાં નથી, તો તમારું અકાઉન્ટ હેક થયું હોવાની પૂરેપૂરી શક્યતા છે. આવી સ્થિતિથી બચવા માટે દરેક યુઝરે પોતાનું અકાઉન્ટ એ અજાણ્યા ડિવાઈસમાંથી લોગઆઉટ કરવુંજ રૂરી છે. આ ટિપ્સ એવા યુઝર્સ માટે ખૂબ જ કામની છે, જે જુદી જુદી જગ્યાએ ઈન્સ્ટાગ્રામ એક્સેસ આપે છે, કે પછી કોઈ બીજાના ડિવાઈસમાંથી અકાઉન્ટ ઓપન કરીને યુઝ કરે છે.

તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કયા કયા ડિવાઈસમાં ઓપન છે, તેનું લિસ્ટ જોવ માટે તમારે એપમાં નીચેની તરફ દેખાઈ રહેલા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરવાનું છે. જ્યાં તમને ઉપરની તરફ ત્રણ ડોટ્સ જોવા મળશે, તેના પર ક્લિક કરો. હવે તમને અકાઉન્ટ સેન્ટરનો ઓપ્શન મળશે.

મેટાનું અકાઉન્ટ સેન્ટર ઓપન કર્યા બાદ તેની નીચે જોવા મળતા પાસવર્ડ અને સિક્યોરિટી ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને Where You’re logged in જોવા મળશે, તેના પર ક્લિક કરો. બસ હવે તમારું ઈન્સ્ટાગ્રામ જ્યાં જ્યાં ઓપન હશે, તે દરેક ડિવાઈસ આ લિસ્ટમાં દેખાશે. આ જોઈને તમે નક્કી કરી શક્શો, કે તમારી જાણ બહારના ડિવાઈસમાં તમારી પ્રોફાઈલ ઓપન છે કે નહીં.

જો આ લિસ્ટમાં કોઈ એવો મોબાઈલ કે ડિવાઈસ છે, જેમાં તમે ઈન્સ્ટાગ્રામ લોગઈન નથી કર્યું અને તે ડિવાઈસ શંકાસ્પદ છે, તો તાત્કાલિક એક્શન લેવાની જરૂર છે. લિસ્ટમાં દેખાતા આવા શંકાસ્પદ ડિવાઈસના નામ પર ક્લિક કરો એટલે નીચેની બાજુ તમને લોગઆઉટનો ઓપ્શન મળશે. બસ, તેના પર ક્લિક કરો અને જે-તે ડિવાઈસમાંથી તમારી પ્રોફાઈલ લોગઆઉટ થઈ જશે. ધ્યાન રાખો કે તમે અહીં લોગઈન હિસ્ટ્રી પણ જોઈ શકો છો, જેનાથી તમે ક્યાં ક્યાં અને કઈ કઈ ડિવાઈસમાં અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ ઓપન કર્યું છે, તે જોઈ શકાશે.

ટુ સ્ટેપ વેરિફિકેશન પણ સિક્યોરિટીને બનાવશે મજબૂત

ઈન્સ્ટાગ્રામ એપમાં નીચેની બાજુ દેખાતા ફોટોઝવાળા ઓપ્શનની બાજુમાં ક્લિક કરો, હવે તમને ઉપરની બાજુ ત્રણ લાઈન દેખાશે. તેના પર ક્લિક કરો એટલે તમને અકાઉન્ટ સેન્ટરનો વિકલ્પ મળશે. ફરી એકવાર તેના પર ક્લિક કરીને પાસવર્ડ અને સિક્યોરિટીના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન લખેલું જોવા મળશે, તેના પર ક્લિક કરો. છેલ્લે તમારે જે અકાઉન્ટ પર ટુ સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરવો છે, તેના પર ક્લિક કરો અને કન્ફર્મેશનથી લઈને પાસવર્ડ લગાવી દો.

Best Mobiles in India

English summary
How to save Instagram accounts from hackers know here

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X