Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook વીડિયોઝને આ રીતે કરો સેવ અને ડાઉનલોડ, સરળ છે રીત
Facebook લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ફેસબુક દ્વારા યુઝર્સ પોતાના મિત્રો અને સગા-સંબંધીઓ સાથે કનેક્ટ રહી શકે છે. સાથે જ યુઝર્સ પોતાના બધા જ વિચારોને મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડી શખે છે. ફેસબુક પર એવા વીડિયોઝ અને પોસ્ટ પણ જોવા મળે છે, જે યુઝર્સને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. કેટલાક ક્રિયેટર્સ ટિપ્સથી લઈને હાઉ ટુ સુધીના વીડિયોઝ દ્વારા આપણું કામ સરળ બનાવી દે છે.

ફેસબુક પોતાના યુઝર્સને વીડિયો જોવાની અને બાદમાં જો વીડિયો તમને ગમે તો સેવ કરવાનો પણ વિકલ્પ આપે છે. જી હાં, જો તમને ફેસબુક પર જોયેલો કોઈ વીડિયો ગમી જાય છે, અને તમારે તેને સેવ કરી રાખવો છે, તો આ માટેનું ફીચર ફેસબુકમાં ઉપલબ્ધ છે. આ માટે તમારે બસ એક નાનકડી પ્રોસેસ કરવાની છે. ફેસબુકનો વીડિયો તમે કેવી રીતે સેવ કરી શક્શો, એ આખી વાત અમે તમને જણાવીશું. સાથે જ આ વીડિયો સેવ થયા બાદ ક્યાં જોઈ શકાશે, તે પણ અમે તમને જણાવીશું.
Facebook Videoને આ રીતે કરો સેવ
ફેસબુક વીડિયોને સેવ કરવા માટે યુઝર્સે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી, ના તો તમારે એપના કોઈ સેટિંગ્સમાં ફેરફાર કરવાનો છે. તમે ઈચ્છો ત્યારે વીડિયોને જોઈને સેવ કરી શકો છો. આ માટે તમારે બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
- સૌથી પહેલા તમારા ફોનમાં ફેસબુક એપ ઓપન કરો.
- બાદમાં તમે જે વીડિયો જોઈ રહ્યા છો, તેની જમણી તરફ ઉપરની બાજુ દેખાતા ત્રણ ડોટ્સના આઈકન પર ક્લિક કરો.
- આટલું કરતાની સાથે જ તમને સ્ક્રીન પર ઘણા ઓપ્શન જોવા મળશે. જેમાં એક સેવ વીડિયોનો પણ વિકલ્પ હશે. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમે વીડિયો સેવ કરી શકો છો.
ક્યાં જોવા મળશે સેવ કરેલો વીડિયો?
હવે તમે જે વીડિયો સેવ કરી લીધો છે, તેને તમે વારંવાર ઈચ્છો ત્યારે જોઈ શકો છો.
- સેવ કરેલો વીડિયો જોવા માટે એપ ઓપન કરો, લેફ્ટ સાઈડમાં સૌથી નીચે જઈને પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
- અહીં તમને જુદા જુદા ઘણા ઓપ્શન જોવા મળશે. જેમાંનો એક ઓપ્શન હશે Saved Videos. આ વિકલ્પ પર ક્લિક કરો.
- બસ એક ક્લિક કરવાથી તમે અત્યાર સુધી ફેસબુકમાંથી સેવ કરેલા બધા જ વીડિયો તમને જોવા મળશે.
આ રીતે વીડિયો કરો ડાઉનલોડ
ફેસબુકના વીડિયોને સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવા માટે કોઈ ઈનબિલ્ટ ઓપ્શન આપવામાં નથી આવ્યો. આ માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે ફેસબુક વીડિયો ડાઉનલોડર જેવા પ્લેટફોર્મની મદદથી વીડિયોઝ ડાઉનલોડ કરી શકો છો. જો કે કોઈ પણ થર્ડ પાર્ટી એપ અથવા પ્લેટફોર્મ યુઝર કરતા પહેલા ધ્યાન રાખો કે તેનાથી તમારી પ્રાઈવસી અને ડેટાને જોખમ સર્જાઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications