Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Monsoon hack: વરસાદમાં પલળી જાય ફોન તો આ ટિપ્સ કરો ફોલો
સમગ્ર દેશમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં પણ ચોમાસું વિધિવત્ જામી ચૂક્યુ છે. ચોમાસામાં કોઈ પણ ગેજેટ પલળી જવાની શક્યતાઓ વધી જાય છે, ખાસ કરીને સ્માર્ટફોન. કારણ કે, સ્માર્ટફોન આપણે બધે જ સાથે લઈને ફરીએ છીએ. ચોમાસા દરમિયાન અણધાર્યો વરસાદ તમારી સાથે તમારા મોંઘા સ્માર્ટફોનને પણ પલાળી શકે છે. જો તમારી પાસે સેફ્ટી કવર છે, તો સ્માર્ટફોન બચવાની શક્યતા વધી જાય છે, પરંતુ જો પાણી સ્માર્ટફોનની અંદર જતું રહેશે, તો તમારો ફોન બગડી શકે છે. જો તમે ચોમાસા દરમિયાન વારંવાર બહાર ફરો છો, તો તમારા સ્માર્ટફોનને બચાવવા માટે અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છઈએ, જેને કારણે જો તમારો ફોન વરસાદમાં પલળી જાય તો પણ તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખી શકો છો.

વાઈપરથી કાઢો પાણી
જો તમે ફોનને ખિસ્સામાં લઈને બહાર નીકળ્યા છો અને અચાનક વરસાદ પડી જાય અને ફોનમાં થોડું પાણી ગયું હોય તો તમે તેને ઘરે લાવીને વાઈપરની મદદથી સાફ કરી શકો છો. વાઈપર પાણીના નાના નાના ટીપાને પણ સાફ કરી શકે છે, જેને કારણે સ્માર્ટફોન બગડી શકે છે. પરંતુ આ ઉપાય ત્યારે જ કામ કરશે, જ્યારે તમારા ફોનમાં થોડુંક જ પાણી ગયું હોય. જો તમારા ફોનમાં વધારે પાણી ગયું છે, તો તેને તાત્કાલિક રિપેરિંગ માટે જ લઈ જાવ.
ફોનને બચાવશે ઘરમાં રહેલા ચોખા
આ ઉપાય તમને લાગશે કે લોકો ખાલી વાતો કરે છે. પરંતુ ચોખા ખરેખર તમારા પલળેલા સ્માર્ટફોનને રિપેર કરી શકે છે. ચોખા પાણીને શોષવાનું કામ કરે છે. એવામાં જો ભૂલથી પણ તમારો સ્માર્ટફોન પલળી જાય છે, અચાનક આવેલો વરસાદ તમારા ફોનને ભીંજવી દે છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તાત્કાલિક ઘરે પહોંચીને, તમારા સ્માર્ટફોનને ઘરમાં જે ડબ્બામાં ચોખા ભરેલા છે, તેમાં મૂકી દો. પરંતુ આવું કરતા પહેલા ખાસ ધ્યાન રાખીને ફોન ઓન કરવાની કોશિશ ન કરો. પલળેલો સ્માર્ટફોન સીધો જ 24 કલાક માટે ચોખાની વચ્ચે રાખી દો. જ્યારે તમે બીજા દિવસે ફોનને ચોખામાંથી બહાર કાઢશો, તો જોશો કે ફોન બિલકુલ બરાબર છે. કારણ કે ચોખા બધું જ પાણી અને ભેજ શોષી લે છે.
Silica Gels સાથે પોલિથીનમાં સીલ કરો.
આ ઉપાય પણ તમારા પલળી ગયેલા સ્માર્ટફોનને બચાવી શકે છે. તમારો ફોન પલળી ગયો હોય, તેવી સ્થિતિમાં તમે તેને Silica Gels વાળી પોલિથીનમાં સીલ કરીને મૂકી દો. સિલીકા જેલ કોઈ પણ વસ્તુને ગરમ રાખવા માટે કારગર સાબિત થાય છે. આ સિલીકા જેલ તમને નવા ખરીદેલા જૂતાની સાથે, ઈલેક્ટ્રોનિક સામાનની પોલિથીનમાં કે પછી ઓનલાઈન શોપિંગથી આવતા બોક્સમાં મળી જશે.
જો કે, સૌથી બેસ્ટ ઉપાય સ્માર્ટફોનને પલળતા જ અટકાવવાનો છે. એટલે વરસાદમાં ફોન લઈને બહાર ન નીકળો, અથવા તો વરસાદ હોય ત્યારે બહાર જ ન જાવ. જો જવું અગત્યનું હોય તો ફોનને પ્લાસ્ટિકની થેલીમાં કવરમાં અથવા એવી વસ્તુમાં મૂકીને લઈ જાવ, જેમાં પાણી ન જાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications