Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Youtube પર આ રીતે બ્લોક કરો Adult Content? જાણો સિમ્પલ ટ્રિક

YouTube વિશ્વના સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાંનું એક છે. યુટ્યુબર પર વ્યુઅર્સને લગભગ દરેક પ્રકારના વીડિયો જોવા મળી જાય છે. જેમાં બાળકોથી લઈને વડીલો માટે, કૂકિંગથી લઈને ક્રિએટિવિટી સુધીના વીડિયોઝ જોવા મળી જાય છે. બાળકો માટેના કન્ટેન્ટની વાત કરીએ તો યુટ્યુબ પર નર્સરી રાઈમ્સ, કાર્ટૂન્સ, કાર્ટૂન મૂવી જેવું કન્ટેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળી જાય છે. આજકાલ બાળકોને મોબાઈલ વાપરવાની આદત પડી ચૂકી છે.
જો બાળક જમતું ન હોય, તો પણ માતા-પિતા બાળકને મોબાઈલ આપી દે છે, જેથી બાળક જમી લે. બાળકોના હાથમાં મોબાઈલ આવવાથી તેઓ કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ જોઈ શકે છે. મોટા ભાગે અલ્ગોરિધમના હિસાબે જે પ્રકારનું કન્ટેન્ટ જોવાઈ રહ્યું હોય, તેના જ સજેશન્સ મળતા હોય છે. બાળકો મોટા ભાગે કાર્ટૂન્સ અને રાઈમ્સ વીડિયોઝ જોતા હોય છે, પરંતુ ઘણીવાર બાલળકોને એડલ્ટ કન્ટેન્ટ પણ સજેશનમાં આવી જાય છે.
જો તમારા બાળકો પણ કલાકો સુધી સ્માર્ટફોન પર યુટ્યુબ પર વીડિયો જોઈ રહ્યા છે, તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. યુટ્યુબ વીડિયોની વચ્ચે ઘણીવાર સજેશન સેક્શનમાં આપત્તિજનક અને સંવેદનશીલ કન્ટેન્ટ જોવા મળી જાય છે. આ વીડિયો પર ક્લિક કરવાની સાથે જ બાળકો એડલ્ટ કન્ટેન્ટને સરળતાથી એક્સેસ કરી શકે છે, જે બાળકોના માનસ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
જો તમને પણ ડર લાગતો હોય કે તમારા બાળકો આ પ્રકારના એડલ્ટ વીડિયો કન્ટેન્ટને ઓપન ન કરે, તો તમે યુટ્યુબ પર કેટલાક સેટિંગ્સ ઓન કરીને આમ થતું અટકાવી શકો છો. યુટ્યુબે એડલ્ટ કન્ટેન્ટને અટકાવવા માટે ખાસ ફીચર આપ્યું છએ. આ ફીચરનો ઉપયોગ કરીને તમે નિશ્ચિંત થઈને તમારો ફોન બાળકોના હાથમાં આપી શકો છો. આ ફીચરનું નામ પેરેન્ટલ કંટ્રોલ છે. આ ફીચર ઓન કરવાની સાથે જ તમારા યુટ્યુબની અંદર એડલ્ટ વીડિયો પ્લે નહીં થઈ શકે.
આ સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરીને એડલ્ટ કન્ટેન્ટને પ્લે થતું અટકાવો.
સ્ટેપ 1: યુટ્યુબ પર પેરેન્ટલ કંટ્રોલ ફીચર ઓન કરવા માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં યુટ્યુબની એપ ઓપન કરો.
સ્ટેપ 2: તમારા સ્માર્ટફોનમાં યુટ્યુબ એપ ઓપન કર્યા બાદ જમણી બાજુ ઉપરની તરફના કોર્નરમાં દેખાઈ રહેલા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને જુદા જુદા પ્રકારના ઓપ્શન જોવા મળશે. જ્યાં તમારે Settings પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 4: બાદમાં અહીં તમારે General નામના વિકલ્પ પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 5: બાદમાં તમને અહીં Restricted Mode નામનો વિકલ્પ દેખાશે. જેની સામે ટૉગલ ઓપ્શન જોવા મળશે. આ ટોગલ ઓપ્શન ઓન કરી દો.
સ્ટેપ 6: રિસ્ટ્રિક્ટેડ મોડ ઓન કરવાથી તમારા યુટ્યુબ પર 18+ કોન્ટેન્ટ રિસ્ટ્રિક્ટેડ થઈ જશે. જેને કારણે એડલ્ટ કન્ટેન્ટ દેખાવાનું મોટા ભાગે ઓછું થઈ જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications