Apple Watchનો પાસકોડ ભૂલી ગયા? તો આ રીતે કરો રિસેટ

By Gizbot Bureau
|

જો તમે Apple Watch યુઝ કરો છો, તો આ આર્ટિકલ તમારા માટે ખાસ છે. જો તમે પાસવર્ડ ભૂલી જવાની આદત ધરાવો છો, તો આર્ટિકલ તમને મદદ કરશે. જો તમે ક્યારેય Apple Watchનો પાસકોડ ભૂલી જાવ છો, તો તેને રિસેટ કરવામાં અમારો આ આર્ટિકલ તમને મદદ કરશે. અમે અહીં Apple Watchના પાસકોડને રિસેટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ. બસ તમારે એ વાત યાદ રાખવાની છે કે પાસકોડ ભૂલી જશો, તો તમે ફરી તેને રિસેટ તો કરી શક્શો, પરંતુ તમારી વૉચનો બધો જ ડેટા ડિલીટ થઈ જશે. એટલે વૉચના ડેટાનું બેક અપ રાખવું જરૂરી છે.

Apple Watchનો પાસકોડ ભૂલી ગયા? તો આ રીતે કરો રિસેટ

આ રીતે રિસેટ કરો Apple Watchનો પાસકોડ

1. તમારી Apple Watchનો ડેટા રિસેટ કરવા માટે તમારે એક આઈફોનની જરૂર પડશે, જે વૉચ સાથે કનેક્ટેડ હોય. આ ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન પણ જરૂરી છે.

a. હવે આઈફોનમાં વૉચ એપ્લિકેશન ઓપન કરો અને My Watch ટેબ પર જાવ.

b. પછી General વિકલ્પ પર ટેપ કરો અને રિસેટ કરો.

2. બધું જ કન્ટેન્ટ અને સેટિંગ્સ ડિલીટ કરી દો.

a. સૌથી પહેલા રિસેટ મેન્યુમાં જાવ, અહીં તમને જુદા જુદા વિકલ્પ મળશે. જેમાં તમારે Erase Apple Watch Content and Settings પર જવાનું છે. પછી તમારે એપલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરવાનો છે.

3. હવે તમારી એપલ વૉચને શરૂઆતથી સેટ કરો અને ડેટા બેકઅપ કે રિસ્ટોર કરો.

a. ડેટા ઈરેઝ થઈ ગયા બાદ તમારી એપલ વૉચ રિબૂટ થઈ જશે. પછી તમને એક વેલકમ સ્ક્રીન જોવા મળશે. અહીં બે વિકલ્પ મળશે.

b. પહેલો વિકલ્પ હશે નવી વૉચની જેમ સેટઅપ કરવાનો. આ વિકલ્પ પસંદ કરો અને એપને ફરીથી નવાની જેમ સ્ટાર્ટ કરો. તમારે આઈફોનને એપલ વૉચ સાથે ફરી કનેક્ટ કરવી પડશે.

c. બીજો વિકલ્પ હશે, એપલ વૉચ ડેટા રિસ્ટોર કરવાનો. જો તમે ડેટા બેકઅપ લીધો છે, તો તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો.

d. આમ કવરાથી તમારા સેટિંગ્સ, એપ્સ અને અન્ય ડેટા પહેલાની જેમ જ વૉચમાં રિસ્ટોર થઈ જશે.

4. તમારી એપલ વૉચને આઈફોન સાથે પૅર કરો.

a. તમારા આઈફોન પર વૉચ એપ્લિકેશનને ઓન કરો.

b. હવે સ્ટાર્ટ પેરિંગ પર ટેપ કરો અને તમારા આઈફોનના કેમેરાને એપલ વૉચ એનિમેશન સાથે પોઈન્ટ કરો.

c. પેરિંગ કરવા માટે ઓન સ્ક્રીન ઈન્સ્ટ્રક્શન ફોલો કરો.

5. એક નવો પાસકોડ સેટ કરો.

a. એકવાર તમારી એપલ વૉચ તમારા આઈપોન સાથે પૅર થઈ જાય, તો તમારે એપમાં નવો પાસકોડ સેટ કરવો પડશે.

b. નવો પાસકોડ સેટ કરતી વખતે ધ્યાન રાખો કે તે સ્ટ્રોંગ હોય, અને હૅક ન થઈ શકે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે તમે આ પાસકોડ સરળતાથી યાદ રાખી શકો.

Best Mobiles in India

English summary
How to reset passcode of apple watch follow tips

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X