Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 539 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android સ્માર્ટફોનમાંથી આ રીતે હટાવો Google, Gmail Account
આજના સમયમાં આપણે બધા જ સ્માર્ટફોન વાપરીએ છીએ. અને, જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરો છો, તો ફોનના બધા જ ફીચર્સનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે જીમેઈલ અથવા તો ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કરવું જરૂરી બની જાય છે. સાથે જ આ જ ફોનમાં મેઈલ એક્સેસ કરવા માટે ઈમેઈલ આઈડી પણ લોગ ઈન કરવાનું હોય છે. ઘણીવાર આપણે એક જ સમયે જુદા જુદા 2-3 ઈમેઈલ અકાઉન્ટ ઓપન કરી દઈએ છીએ. જેને કારણે તમારા ફોનની બેટરીનો વપરાશ વધી જાય છે, કારણ કે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં 2-3 અકાઉન્ટ સિંક થઈ જાય છે, જે બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહે છે. પરંતુ આવી પરિસ્થિતિ ટાળવા માટે તમે જીમેઈલ અકાઉન્ટને હટાવી પણ શકો છો.

Android ફોનમાંથી Google અકાઉન્ટને આ રીતે હટાવો
કોઈ પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાંથી તમે જીમેઈલ અકાઉન્ટને સહેલાઈથી ડિલીટ કરી શકો છો. જો કે, આ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કે, તમે તમારા સ્માર્ટફોનને એક્સેસ કરવા માટે જે જીમેઈલ અકાઉન્ટ લિંક કર્યું છે, તે ગૂગલ અકાઉન્ટ જો હટાવશો, તો તમારી બધી જ ડિટેઈલ્સ સ્માર્ટફોનમાંથી જતી રહેશે. એટલે કે તમારા જીમેઈલ સાથે લિંક બધી જ સર્વિસિસ બ્લેન્ક થઈ જશે.
સ્માર્ટફોનમાંથી જીમેઈલ અકાઉન્ટ હટાવવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં સેટિંગ્સ ઓપન કરો, અને અકાઉન્ટ સેક્શનમાં જાવ.
સ્ટેપ 2: હવે એ ગૂગલ અકાઉન્ટને સર્ચ કરો, જેને તમે હટાવવા ઈચ્છી રહ્યા છો. બાદમાં આ અકાઉન્ટ પર ટેપ કરો.
સ્ટેપ 3: ટેપ કરતાની સાથે જ તમને તે જીમેઈલ અકાઉન્ટ હટાવવાનો વિકલ્પ દેખાશે.
સ્ટેપ 4: જો તમારા સ્માર્ટફોનમાં ચાલી રહેલું આ એકમાત્ર જીમેઈલ અકાઉન્ટ છે, તો તેને હટાવવા માટે કન્ફર્મેશન આપવા તમારે ફોનનું પેટર્ન લૉક, અથવા પાસવર્ડ ઈન્સર્ટ કરવો પડશે. તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાંથી આ જીમેઈલ અકાઉન્ટ હટાવવા માટે તેના પર ટેપ કરો.
હવે જ્યારે તમે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાંથી ગૂગલ અકાઉટ હટાવી દો છો, ત્યારે તમે આ ફોનથી તે અકાઉન્ટને એક્સેસ પણ નહીં કરી શકો. એટલે કે બીજા કોઈ પણ એન્ડ્રોઈડ ડિવાઈસ પર ગૂગલ અકાઉન્ટમાં સાઈન ઈન કરી શકાય છે.
Android પર Gmail કેવી રીતે બંધ કરશો?
જો તમે એવા વય્ક્તિ છો, જે દરેક વખતે આવતા મેઈલની નોટિફિકેશન નથી ઈચ્છા તો, તો તમે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને નોટિફિકેશન બંધ કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા તો તમારા ફોન પર જીમેઈલ એપ્લિકેશન ઓપન કરો અને ઉપરની તરફ જમણી બાજુ ખૂણામાં દેખાતા હેમબર્ગર આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે સેટિંગ્સમાં જાવ અ પછી જે ઈમેઈલની નોટિફિકેશન બંધ કરવી છે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: નોટિફિકેશનમાં નીચેની તરફ સ્ક્રોલ કરો અને ટેપ કરો. હવે તમને ત્રણ ઓપ્શન દેખાશે, જેમાંથી તમારે None વિકલ્પ પસંદ કરવાનો છે, બાદમાં ઓકે બટન દબાવો. બસ તમારી નોટિફિકેશન બંધ થઈ ગઈ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications