Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Income Taxની એપ પર આ રીતે કરો રજિસ્ટ્રેશન, સેટ કરો MPIN
Income Tax ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓનું કામ સરળ બનાવવા માટે એક ખાસ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી કરદાતાઓ ઈન્કમ ટેક્સને લગતા બધા જ કામ પોતાના મોબાઈલથી સરળતાથી કરી શક્શે. ઈન્કમ ટેક્સ વિભાગની આ એપનું નામ AIS for Taxpayer App રાખવામાં આવ્યું છે. જેનું આખું નામ Annual Information Statement છે. આ એપ દરેક યુઝર માટે નિઃશુલ્ક છે. સાથે જ આ એપ એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટ માટે અવેલેબલ છે.

AIS for Taxpayer App પર રજિસ્ટ્રેશન કરવાની રીત
જે યુઝર કે કરદાતા ઈન્કમ ટેક્સ વિભાગની આ એપનો ઉપયોગ કરવા માગે છે, તેઓ પોતાના PAN નંબરનો ઉપયોગ કરીને, પોતાની ડિટેઈલ્સને ઓટીપી દ્વારા વેરિફાઈ કરી શકે છે. આ ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો ઈમેઈલ આઈડી પર આવશે. આ AIS for Taxpayers એપની મદદથી તમે એ બધી જ માહિતી જોઈ વાંચી શક્શો જે તમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટના ઈ ફાઈલિંગ પેજ પર આપી છે.
આટલું કર્યા બાદ તમારે એક 4 ડિજિટનો પાસવર્ડ સેટ કરવાનો છે. જેનાથી તમે એપ્લીકેશનનો ઉપયોગ કરી શક્શો. અહીં અમે તમને એપ પર રજિસ્ટ્રેશન કરવા માટે અને MPIN સેટ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપી રહ્યા છીએ. જેની મદદથી તમે સરળતાથી રજિસ્ટ્રેશન કરી શક્શો.
આ સ્ટેપ્સ કરો ફોલો.
1. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર અથવા તો એપ સ્ટોર પર જઈને, તમારા મોબાઈલ ફોનમાં AIS For Taxpayer મોબાઈલ એપ ડાઉનલોડ કરો.
2. હવે નેક્સ્ટ અથવા તો સ્કીપ બટન પર ક્લિક કરો.
3. બાદમાં તમને Get Startedનું બટન મળશે, તેના પર ક્લિક કરીને વેરિફિકેશન પ્રોસેસ શરૂ કરો.
4. અહીં તમારે PAN નંબર અને જન્મતારીખ એન્ટર કરવાની છે. બાદમાં Terms and Conditionsના ચેકબોક્સ પર ક્લિક કરો.
5. હવેના પેજ પર તમારે મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રેસ ઈનપુટ કરવાનું છે. ધ્યાન રાખો કે તમે એ જ મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આપી રહ્યા છો, જે ઈ ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે.
6. હવે તમારી સામે એક પોપ અપ વિન્ડો ખુલશે, જેમાં દેખાતા Confirm ઓપ્શન પર ક્લિક કરો.
7. આટલું કર્યા બાદ તમને મોબાઈલ નંબર પર અને ઈમેઈલ એડ્રેસ પર બે જુદા જુદા ઓટીપી મળશે.
8. તમારે આ બંને ઓટીપીને યોગ્ય બોક્સમાં ઈનપુટ કરો, બાદમાં વેરિફાય બટન પર ક્લિક કરો.
9. છેલ્લે તમારે 4 આંકડાનો MPIN સેટ કરવાનો છે. હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને છેલ્લે કન્ફર્મ ઓપ્શન સિલેક્ટ કરો.
આટલું કર્યા બાદ તમે આ મોબાઈલ એપનો ઉપયોગ કરીને ગમે ત્યારે AIS/TIS માહિતી ગમે ત્યાંથી મેળવી શક્શો. પરંતુ ધ્યાન રાખો કે આ એપ એક્સેસ કરવા માટે દરેક કરદાતાને ઓટીપીના 5 જ ચાન્સ મળે છે. જો તમે 5 વખત સાચો ઓટીપી નાખવામાં નિષ્ફળ રહેશો, તો તમારું અકાઉન્ટ 24 કલાક માટે બ્લોક કરી દેવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications