Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneના સેટિંગ્સમાં કરો આ ચેન્જ, ઓછો વપરાશે મોબાઈલ ડેટા
આજકાલ મોટા ભાગના યુઝર્સ ગેમ કરવાથી લઈને ઘરના કામ કરવા માટે પણ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેને કારણે મોબાઈલ ડેટા ખૂબ જ ઝડપથી વપરાઈ જાય છે. પરંતુ iPhoneમાં એક એવું ફીચર આપવામાં આવ્યું ચે, જેના કારણે યુઝર્સ પોતાના ડેટાનો વપરાશ ખૂબ જ ઘટાડી શકે છે. અમે તમને આ આર્ટિકલ દ્વારા આઈફોનના આ ફીચર અને તેના ઉપયોગ વિશે જણાવીશું. જેના કારણે તમારો ડેટા પણ બચશે અને તમારા પૈસા પણ બચશે.

Low Data Mode
આઈફોનના ડેટા સેવર ફીચરનું નામ લો ડેટા મોડ છે. આ ફીચરનો ઉપયોગ કરીને આઈફોન યુઝર્સ ડેટાના વપરાશ પર લગામ લગાવી શકે છે. આ ફીચરને એક્ટિવેટ કરવા માટે તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનના સેટિંગ્સ મેન્યુમાં જાવ.
સ્ટેપ 2: હવે નીચેની તરફ સ્ક્રોલ કરો.
સ્ટેપ 3: જ્યાં તમને Cellular નામનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે અહીં તમને Cellular Data Option જોવા મળશે. તેના પર ટેપ કરો.
સ્ટેપ 5: આટલું કર્યા બાદ હવે Low Data Mode પર ક્લિક કરો.
સ્ટેપ 6: બસ આઈફોનમાં તમારું ડેટા સેવર ફીચર આટલું કરતા જ ઓન થઈ જશે.
આઈફોનના લો ડેટા ફીચર વિશે ખાસ માહિતી
- આઈફોનનું આ લો ડેટા ફીચર એક્ટિવ થયા બાદ બેકગ્રાઉન્ડમાં એપ્સને રિફ્રેશ થતા અટકાવે છે. સાથે જ ઓટોમેટિક ડાઉનલોડ પણ બંધ કરી દે છે. સાથે જ આ ફીચર વિઝ્યુઅલ ઈફેક્ટ પણ ઓછી કરે છે.
- ડેટા સેવર મોડ મોબાઈલ ડેટાનો વપરાશ ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ તેની સાઈડ ઈફેક્ટ એવી છે કે તે કેટલીક હાઈ સ્ટ્રીમિંગ એપ્સના પર્ફોમન્સને પણ અસર કરે છે.
- લો ડેટા મોડને તમે મેન્યુઅલી બંધ કરી શકો છો. આ માટે તમે જેમ ઉપર દર્શાવેલા સ્ટેપ્સની મદદથી લો ડેટા મોડ ઓન કર્યો, તેવી જ રીતે તેને ઓફ કરી શકો છો. સેટિંગ્સ મેન્યુમાં જઈને તમારે સેમ પ્રોસેસ ફોલો કરવાની છે.
એપલનું આ ફીચર પણ યુઝર્સ માટે છે ઉપયોગી
તમને જણાવી દઈએ કે એપલે માર્ચ મહિનામાં પોતાના યુઝર્સની સુવિધા માટે Shop with Specialist નામનું ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરની ખાસ વાત એ છે કે તેની મદદતી યુઝર્સ સ્ટોર પર ગયા વિના જ ખરીદી કરી શકે છે. સાથે જ કોઈ પણ કંપનીની પ્રોડક્ટ કે સર્વિસ અંગે માહિતી મેળવી શકે છે.
હાલ આ ફીચર માત્ર અમેરિકાના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. પરંતુ શક્યતા છે કે એપલ ટૂંક સમયમાં વિશ્વના અન્ય યુઝર્સ માટે પણ આ ફીચર રોલ આઉટ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications