Free Fire અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે આટલું કરો

By Gizbot Bureau
|

Free Fire ગેમ ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થવાની છે. ગરેનાની આ બેટલ રોયલ ગેમ પર ભારતમાં ગત વર્ષે 14 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ ગેમનું પ્રિ રજિસ્ટ્રેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર શરૂ થઈ ચૂક્યુ છે. 5 સપ્ટેમ્બરે આ ગેમ સત્તાવાર રીતે લોન્ચ થવાની હતી, પરંતુ ગેમ ડેવલપર્સે આ લોન્ચ ડેટ બદલીને થોડી મોડી કરી છે. આ ગેમ માટે 40 મિલિયન એટલે કે અધધધ 4 કરોડ યુઝર્સ પ્રિ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ભારતમાં બેન થતા પહેલા પણ આ ગેમના 40 મિલિયન યુઝર્સ હતા.

Free Fire અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે આટલું કરો

ફ્રી ફાયર ગેમ પર બેન લાગ્યા બાદ એવા ઘણા યુઝર્સ હતા, તેમના ફ્રી ફાયર અકાઉન્ટ સાથે લિંક થયેલા ઈમેઈલ અથવા ફેસબુક અકાઉન્ટ બંધ થઈ ચૂક્યા હશે, કે બદલાઈ ગયા હશે. આવામાં યુઝર્સે ગેમ લોન્ચ થતાં જ પહેલા પોતાનું અકાઉન્ટ અને ડેટા ટ્રાન્સફર કરવો પડશે. ગેમ ડેવલપર્સ આ માટે કાસ સુવિધા આપવાના છે. જો કે ફ્રી ફાયરમાં અકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું શક્ય નથી. એટલે પ્લેયર્સ પોતાના જૂના અકાઉન્ટને માત્ર રિકવર કરી શક્શે. અમે તમને પ્રી ફાયર ગેમનું અકાઉન્ટ રિકવર કરવા માટે સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ.

આવી રીતે રિકવર કરો ફ્રી ફાયર અકાઉન્ટ

  • ફ્રી ફાયર અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે સૌથી પહેલા યુઝર્સે ફ્રી ફાયર સપોર્ટ વેબસાઈટ પર જવાનું છે.
  • બાદમાં તમારે Account Issues ઓપ્શન પર ક્લિક અથવા ટેપ કરવાનું છે.
  • હવે આગળના સ્ટેપમાં તમારે Lost Login Account પર ક્લિક કરવાનું છે.
  • આ રીતે તમે તમારા જૂના ફ્રી ફાયર અકાઉન્ટને રિકવર કરી શકો છો.
  • આ ઉપરાંય યુઝર્સ સોપર્ટ પેજ પર રિક્વેસ્ટ નોધાવીને પણ પોતાના અકાઉન્ટને રિકવર કરી શકે છે.

ભારતમાં ક્યારે લોન્ચ થશે ફ્રી ફાયર?

આમ તો સત્તાવાર રીતે હજી સુધી કંપનીએ ભારતમાં ફ્રી ફાયર લોન્ચ કરવાની તારીખ જાહેર નથી કરી. પરંતુ અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ ગેમ આ અઠવાડિયાના અંતમાં એટલે કે 15 અથવા 16 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી શકે છે. ગેમ માટે જે યુઝર્સ પ્રિ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે, તેમના ફોનમાં ગેમ ઓટોમેટિક જ ડાઉનલોડ થઈ જશે. આ ઉપરાંત યુઝર્સ મેન્યુઅલી પણ આ ગેમને ડાઉનલોડ કરી શકે છે. જો કે પ્રિ રજિસ્ટ્રેશન કરાવાનાર પ્લેયર્સને ફ્રી ફાયર ગેમમાં ફ્રી રિવોર્ડ્ઝ મળશે.

ઉલ્લેખનીય છે કે આ ગેમ રમનાર યુઝર્સ સાથે કેટલાક યુઝર્સ ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા. એટલે હવે રિલોન્ચ સમયે ફ્રી ફાયરમાં એક ખાસ ફીચર મળવાનું છે. આ ફીચરને Toxicity Reporting Mechanism નામ આપવામાં આવ્યું છે. જેની મદદથી પ્લેયર્સ આવા ખરાબ વર્તન કરતા કે અભદ્ર શબ્દો બોલતા યુઝ્સને રિપોર્ટ કરી શક્શે. જેમની સામે ગેમ ડેવલપર્સ એક્શન લેશે.

Best Mobiles in India

English summary
How to recover old free fire account

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X