UPI કે બેન્કિંગ ફ્રોડમાં ગુમાવેલા પૈસા મળશે પાછા, આટલું કરો

By Gizbot Bureau
|

UPI અને ઈન્ટરનેટ બેન્કિંગ સહિતના ડિજિટલ વ્યવહાર આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યા છે. જો કે, ઓનલાઈન લેવડદેવડ સમયે જુદા જુદા ફ્રોડ અને છેતરપિંડી થવાની ઘટનાઓ પણ વધી રહી છે. UPI ફ્રોડ હોય કે પછી બેન્કિંગ ફ્રોડ અથવા તો ઓનલાઈન મની ટ્રાન્સફર કરી આપતી ભ્રમિત કરી સ્કીમ્સ, ફ્રોડસ્ટર્સ આપણા પૈસા સેરવી લેવા માટે જાતભાતના તિકડમ અજમાવે છે. એટલે આપણી મહેનતની કમાણી બચાવવા માટે આવા સ્કેમ્સથી બચવા માટે જાગૃત રહેવું જરૂરી છે. જો કે, તેમ છતાંય રોજે હજારો લોકો આવા નાણાકીય ફ્રોડનો ભોગ બને છે. ત્યારે મહત્વની વાત એ છે કે જો આવા ફ્રોડમાં તમે પૈસા ગુમાવ્યા છે, તો તેને પાછા કેવી રીતે મેળવશો?

UPI કે બેન્કિંગ ફ્રોડમાં ગુમાવેલા પૈસા મળશે પાછા, આટલું કરો

જો તમે અથવા તમારા કોઈ મિત્રે, પરિવારજને ઓનલાઈન સ્કેમમાં પૈસા ગુમાવ્યા છે, તો તમે તેને પાછા મેળવી શકો છો. આ માટે શું કરવાનું રહેશે તેન વિસ્તૃત માહિતી અમે અહીં આપી રહ્યા છીએ.

UPI ફ્રોડ

Unified Payments Interface (UPI) આવવાથી ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. UPI દ્વારા પૈસા તાત્કાલિક અને સરળતાથી આપી શકાય છે, મેળવી શકાય છે. પરંતુ આ માધ્યમથી પણ છેતરપિંડી થાય છે. જો તમે UPI ફ્રોડનો શિકાર બન્યા છો, તો નીચે આપેલી માહિતી અનુસરો.

UPI સર્વિસ આપતા પ્રોવાઈડરને જાણ કરો

RBIની માર્ગદર્શિકા મુજબ જ્યારે તમે UPI ફ્રોડનો શિકાર બનો છો, ત્યારે સૌથી પહેલા તમારે તમારા UPI સર્વિસ પ્રોવાઈડર જેમ કે Gpay, PhonePe, Paytmને આ મામલાની જાણ કરવી જોઈએ. સાથે જ તેમને તમારા ચોક્કસ ટ્રાન્ઝેક્શન વિશે જણાવો અને તેમની પાસેથી તમારા નાણા પાછા મેળવવા માટે અનુરોધ કરો.

NCPI ફરિયાદ પોર્ટલ

જો તમારા UPI સર્વિસ પ્રોવાઈડર તમને દાદ નથી આપતા તો તમે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI)ના પોર્ટલ npci.org.in પર ફરિયાદ કરી શકો છો. સાથે જ તમે પેમેન્ટ સર્વિસ પોર્ટલ બેન્ક અને એ બેન્કમાં પણ ફરિયાદ દાખલ કરી શકો છો, જે બેન્કના ખાતામાંથી તમારા પૈસા ડેબિટ થયા છે.

બેન્કિંગ લોકપાલ અને ડિજિટલ ફરિયાદ

જો 30 દિવસ પછી પણ તમારી ફરિયાદ પર કોઈ પગલાં નથી લેવાતા તો તમે ડિજિટલ ફરિયાદ માટે નક્કી કરવામાં આવેલા બેન્કિંગ લોકપાલનો સંપર્ક કરી શકો છો. રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા અનુસાર લોકપાલને એક સત્તાવાર ફરિયાદ કરો. લોકપાલને તમે cms.rbi.org.in પર ઓનલાઈન અથવા તો બેન્કિંગ લોકપાલને [email protected] પર મેઈલ કરીને ફરિયાદ દાખલ કરી શકો છો.

બેન્કિંગ ફ્રોડ્સ

આવા કિસ્સામાં સાઈબર ફ્રોડ્સ અનધિકૃત પૈસાની લેવડદેવડ કરવા માટે તમારા પાસવર્ડ જેવી અંગત માહિતી ચોરી લે છે. આ કામ ફિશિંગ લિંક કે પછી તમારા મોબાઈલ, કમ્પ્યુટરને હૅક કરીને થાય છે. જો તમે આવી છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો નીચે આપેલી માહિતી અનુસરો.

તાત્કાલિક બેન્કને જાણ કરો.

આવી છેતરપિંડી થયા બાદ જેટલું બને તેટલું જલદી તમારી બેન્કને જાણ કરો. ખાસ કરીને જો તમે ગુમાવેલા નામા 25,000થી ઓછા છે, તો નુક્સાનથી બચવા માટે 3 દિવસની અંદર અંદર તમારી ફરિયાદ બેન્કને જણાવો.

વીમા કંપનીને જાણ કરો.

બેન્ક તમારી જવાબદારી ઘટાડવા માટે આ છેતરપિંડી અંગે વીમા કંપનીને જાણ કરશે. બેન્ક દ્વારા તમને 10 વર્કિંગ ડેઝમાં વળતર મળવું જરૂરી છે.

સાઈબર ક્રાઈમ પોર્ટલ

અન્ય કિસ્સાઓ જેમાં ફ્રોડસ્ટર્સ તમને વર્ક ફ્રોમ હોમ સ્કેમ, કે પછી લોટરી અથવા તો ફ્રોડ બેન્ક અકાઉન્ટ દ્વારા છેતરે છે, તેવા કિસ્સામાં જો તમે પૈસા ગુમાવો તો બેન્ક અધિકારીઓ સાથે સંપર્ક કરો. જો તમારો કેસ વધારે ગૂંચવણ ભર્યો છે, અને તમે કન્ફ્યૂઝ છો કે ક્યાં ફરિયાદ દાખલ કરવી, તો સાઈબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ કો.

અથવા તો તમે સ્થાનિક પોલીસને પણ આ છેતરપિંડી પર ફરિયાદ કરી શકો છો. તેમ જ તમે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના હેલ્પ લાઈન નંબર 1930 પર કૉલ કરીને અથવા cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.

ઓનલાઈન છેતરપિંડથી બચવા આટલું કરો.

ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ પાય છે, છેતરપિંડીની રીતોથી માહિતગાર રહેવું, આવા ફ્રોડસ્ટર્સને ઓળખવા. સાથે જ તમારે તમારી અંગત માહિતી અને ઓનલાઈન બેન્ક અકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા જોઈએ.

ક્યારેય તમારા પાસવર્ડ કે ઓટીપી કોઈ પણ એવી વ્યક્તિને ન આપો, જેને તમે ઓળખતા નથી, અથવા ભરોસો નથી કરતા.

કોઈ પણ ઈમેઈસ કે મેસેજમાં આવતી લિંક પર સમજ્યા વિચાર્યા વગર ક્લિક ન કરો. આવી લિંક પર ક્લિક કરવાથી તમારી અંગત માહિતી હેકર્સ સુધી પહોંચી શકે છે.

યુપીઆઈ એપ્સથી લઈને નેટ બેન્કિંગ માટેના પાસવર્ડ સ્ટ્રોંગ રાખો.

તમારા ઓનલાઈન અકાઉન્ટને ટુ ફેક્ટર ઓથેન્ટિકેટરથી સજ્જ કરો.

Best Mobiles in India

English summary
How to recover lost money in upi or online frauds

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X