ડીલીટેડ ટેક્સ્ટ SMS ને કઈ રીતે રિકવર કરવા

By: Keval Vachharajani

એવું ઘણી બધી વખત બની શકે છે કે તમારા અગત્ય ના SMS ટેક્સ્ટ મેસેજીસ તમને કોઈ જાણ મળ્યા વગર જ ડીલીટ થઇ જાય, અને તેની પાછળ ઘણા બધા જુદા જુદા કારણો હોઈ શકે છે. અને જ્યારે થી સ્માર્ટફોન્સ ટચ બેઝડ થઇ ગયા છે ત્યાર થી મોબાઈલ ની અંદર આ પ્રકાર ની ઘટનાઓ ખુબ જ વધારે થવા લાગી છે.

ડીલીટેડ ટેક્સ્ટ SMS ને કઈ રીતે રિકવર કરવા

પરંતુ તેવું કહેવા માં આવે છે કે ડીલીટેડ મેસેજીસ ખોવાઈ નથી ગયા તે વર્ચુઅલ સ્પેસ ની અંદર સ્ટોર થઇ ગયા હોઈ છે કે જેને તમે પાછા લઇ આવી શકો છો. અને SMS ને પાંચ રીસ્ટોર કરવા માટે બીજા ઘણા બધા ટુલ્સ પણ ઉપલબ્ધ છે. આજે આપડે એન્ડ્રોઇડ રિકવરી તુલ વિષે વાત કરીશું જેના દ્વારા તમે કોન્ટેક્ટસ, SMS, મીડિયા ફાઇલ્સ, અને ડોકયુમેન્ટ ને તરત જ રીસ્ટોર કરી શકશો.

ડીલીટેડ ટેક્સ્ટ SMS ને કઈ રીતે રિકવર કરવા

#સ્ટેપ-1: તમારા એન્ડ્રોઇડ ફોન ને કોમ્પ્યુટર સાથે જોડો

#સ્ટેપ-2: એન્ડ્રોઇડ રિકવરી સોફ્ટવેર ને ડાઉનલોડ કરી અને ઇંસ્ટોલો કરો

#સ્ટેપ-3: હવે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર USB ડિબગીંગ ને ઓન કરો. ડિબગીંગ દ્વારા કોમ્પ્યુટર તમારા એન્ડ્રોઇડ ફોન ને વધુ સારી રીતે વાપરી શકશે.

ડીલીટેડ ટેક્સ્ટ SMS ને કઈ રીતે રિકવર કરવા

#સ્ટેપ-4: જો તમને ના ખબર ના હોઈ કે તેને કઈ રીતે ચાલુ કરવું તો, તમારે સેટિંગ્સ> અબાઉટ ફોન> બિલ્ડ નંબર ને થોડી વખત સુધી ટેપ કરે રાખો જ્યાં સુધી તમને 'યુ આર અન્ડર ડેવલોપર મોડ' ની નોટ ના આવે ત્યાં સુધી> પાંચ સેટિંગ્સ માં આવો> ડેવલોપર ઓપ્શન> ચેક USB ડિબગીંગ.

#સ્ટેપ-5: ત્યાર બાદ તમે જયારે મેઈન સ્ક્રીન પર થી સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એટલે સોફ્ટવેર બધા જ લોસ્ટ મેસેજીસ ને સ્કેન કરી નાખશે.

ડીલીટેડ ટેક્સ્ટ SMS ને કઈ રીતે રિકવર કરવા

#સ્ટેપ-6: અને આ પ્રક્રિયા જયારે ચાલુ હોઈ ખાસ ધ્યાન રાખવું કે તમારા ફોન ની બેટરી 30% કરતા વધારે હોઈ.

#સ્ટેપ-7: ત્યાર બાદ એક વખત જયારે સ્કેન થઇ જશે ત્યાર બાદ તમારી સમક્ષ એક લિસ્ટ રજુ કરવા માં આવશે.

#સ્ટેપ-8: ત્યાર બાદ સાબી બાજુ ના મેનુ બાર પર થી મેસેજિંગ ઓપ્શન પર ક્લિક કરો, અને ત્યાર બાદ તે તમને તે બધા જ મેસાજીસ બતાવશે કે જે તમારા ડીવાઈસ પર સ્ટોર્ડ હશે, અને તેની અંદર ડીલીટ કરેલા મેસેજીસ નો પણ સમાવેશ થઇ જાય છે.

અને તેની અંદર જે મેસેજીસ ને લાલ કલર સાથે માર્ક કરવા માં આવેલ છે તે લોસ્ટ થઇ ગયેલા મેસેજીસ છે અને તે રીકવરેબલ છે. અને ત્યાર બાદ નીચે આપેલા "રિકવરી" બટન પર ક્લિક કરો જેથી રિકવરી ની પ્રક્રિયા શરૂ થઇ શકે.

English summary
There will be many instances, where your text messages might get deleted without any notifications, due to various unfortunate reasons. With smartphone becoming touch-based, the mobiles are prone to these types of things.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot