વોટ્સએપ વિડિઓ કોલ્સ ને એન્ડ્રોઇડ અને આઈઓસ પર કઈ રીતે રેકોર્ડ કરવા?

By Gizbot Bureau
|

વોટ્સએપ એ એક ખુબ જ પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. અને આ એપ તેની અંદર આપવા માં આવતા વોઇસ અને વિડિઓ કોલ ના ફીચર માટે પણ પ્રખ્યાત છે. અને આજ ના સમય ની અંદર વોટ્સએપ એ આપણા માટે એક વન સ્ટોપ સોલ્યુશન થઇ ચૂક્યું છે. વોટ્સએપ તમને વોઇસ અને વિડિઓ કોલ કરવા ની અનુમતિ આપે છે પરંતુ તેને રોકોર્ડ કરવા ની અનુમતિ આપતું નથી.

વોટ્સએપ વિડિઓ કોલ્સ ને એન્ડ્રોઇડ અને આઈઓસ પર કઈ રીતે રેકોર્ડ કરવા?

અને જો તમે તમારા વોટ્સએપ વિડિઓ કોલ્સ ને રેકોર્ડ કરવા માંગતા હોવ તો તમારે અમુક વર્કઅરાઉન્ડ ની મદદ લેવી પડશે અથવા તમે કોઈ થર્ડ પાર્ટી એપ્સ નો ઉપીયોગ કરી શકો છો. અને તેની મદદ થી તમે વોટ્સએપ ના વિડિઓ કોલ્સ ને રેકોર્ડ કરી શકશો કેમ કે વોટ્સએપ દ્વારા આ પ્રકાર નું કોઈ ફીચર આપવા માં આવતું નથી. પરંતુ વોટ્સએપ વિડિઓ કોલ્સ ને એક સરળ રીતે પણ રેકોર્ડ કરી શકાય છે જેના વિષે અહીં જણાવવા માં આવેલ છે.

એન્ડ્રોઇડ પર વોટ્સએપ વિડિઓ કોલ્સ ને કઈ રીતે રેકોર્ડ કરી શકાય છે.

નીચે જણાવેલ પદ્ધતિ ની મદદ થી માત્ર અમુક સ્માર્ટફોન ની અંદર તમારા વોટ્સએપ ના વિડિઓ કોલ્સ ને રેકોર્ડ કરી શકાય છે. તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર વોટ્સએપ ના વિડિઓ કોલ્સ ને રેકોર્ડ કરવા માટે નીચે જણાવેલ પદ્ધતિ અનુસરો. જો તમારા સ્માર્ટફોન ની અંદર બિલ્ટ ઈન સ્ક્રીન રેકોર્ડિંગ નો વિકલ્પ આપવા માં ન આવતો હોઈ તો તમે કોઈ થર્ડ પાર્ટી એપ ને ડાઉનલોડ કરી અને તમારા વોટ્સએપ વિડિઓ કોલ્સ ને રેકોર્ડ કરી શકો છો.

ગુગલ પ્લે સ્ટોર પર ઘણી બાળી સ્ક્રીન રેકોર્ડિંગ એપ છે તમે તેમાંથી કોઈ પણ એપ ને ડાઉનડલોડ કરી શકો છો. તમે ડીયુ રેકોર્ડર ને પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી તમારે એપ ની અંદર બધી જ જરૂરી પરવાનગી આપવા ની રહેશે. અને ત્યાર પછી એક પૉપ અપ સ્ક્રીન ની અંદર તમને સ્ક્રીન રેકોર્ડિંગ નો વિકલ્પ બતાવવા માં આવશે. તે વિકલ્પ ને પસન્દ કરી અને તમે વોટ્સએપ ના વિડિઓ કોલ ને રેકોર્ડ કરવા નું શરૂ કરી શકો છો.

આઇઓએસ પર વોટ્સએપ વિડિઓ કોલ્સ ને કઈ રીતે રેકોર્ડ કરવા?

આઇઓએસ ની અંદર વોટ્સએપ ના વિડિઓ કોલ્સ ને રેકોર્ડ કરવા માટે નીચે જણાવેલ પદ્ધતિ ને અનુસરો. તમારે આઇઓએસ ની અંદર કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સ ની જરૂર પડતી નથી.

સૌથી પહેલા, તમારે વોટ્સએપ વીડિયો કોલ શરૂ કરવાની જરૂર છે અને પછી નિયંત્રણ કેન્દ્રને એક્સેસ કરવા માટે નીચેથી ઉપર સુધી સ્વાઇપ કરો. હવે, તમને સ્ક્રીન રેકોર્ડ કરવાનો વિકલ્પ મળશે અને તમારે તેના પર ક્લિક કરવાની જરૂર છે. એકવાર તમે આયકન પર ક્લિક કરો જે સ્ક્રીન રેકોર્ડ કરવાનું શરૂ કરશે, તમારે માઇક્રોફોન વિકલ્પ ચાલુ કરવાની જરૂર છે. બસ આ! તમારા આઈફોન પર વોટ્સએપ વિડિયો કોલ પણ રેકોર્ડ થશે. નોંધનીય છે કે, તમામ આઇફોન સ્ક્રીન રેકોર્ડિંગ વિકલ્પ સાથે આવે છે, જે તમને વોટ્સએપ વિડીયો કોલ રેકોર્ડ કરવાની પરવાનગી આપે છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Record WhatsApp Video Calls On Android And iOS

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X