Google Meet hacks: આ રીતે રેકોર્ડ કરો મીટિંગ

By Gizbot Bureau
|
Google Meet hacks: આ રીતે રેકોર્ડ કરો મીટિંગ

કોરોનાએ આખું વિશ્વ અને રહેણી કરણીમાં મોટું પરિવર્તન આણ્યું છે. ટેક વર્લ્ડમાં તો કોરોનાએ વર્ક ફ્રોમ હોમનો નવો કન્સેપ્ટ ગિફ્ટ આપ્યો છે. ત્યારે આ ટેક્નોલોજીના યુગમાં વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઓફિસ મીટિંગ્સ પણ ડિજિટલ થઈ ગઈ છે. આ માટે દરેક સંસ્થાઓ જુદી જુદી એપ્લીકેશનનો યુઝ કરે છે. કોઈ માઈક્રોસોફ્ટ ટીમ વાપરે છે, તો કોઈ ઝૂમ તો કોઈ સંસ્થા ગૂગલ મીટ્સનો ઉપયોગ કરે છે. Google Meet ઘણા બધા ઉપયોગી ફીચર્સથી સજ્જ છે. Google Meetમાં 100 જેટલા પાર્ટિસિપન્સ એક સાથે મીટિંગમાં જોડાઈ શકે છે, સાથે જ મીટિંગમાં જે વાચીત ચાલી રહી છે, તેનું લાઈવ ટ્રાન્સલેસન પણ કરવાની સુવિધા Google Meetમાં છે. જો તમે મીટિંગ ચૂકી જાવ તો પણ ચિંતા નથી, Google Meetમાં રેકોર્ડિંગનો પણ વિકલ્પ મોજૂદ છે.

જો કે, આ ફીચર કેટલાક પસંદગીના યુઝર્સ માટે જ છે. જેમ કે જે યુઝર્સ ગૂગલ વર્કપ્લેસ, બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ પ્લસ, એન્ટરપ્રાઈઝ સ્ટાર્ટર, ટીચિંગ એન્ડ લર્નિંગ અપગ્રેડ, વર્કસ્પેસ ઈન્ડિવિજ્યુલ સબસ્ક્રાઈબર અને 2 ટીબી કે તેના કરતા વધારે સ્ટોરેજ સ્પેસ ધરાવતા ગૂગલ વન સબસ્ક્રાઈબર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. સાથે જ આ રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરવા માટે મીટિંગ ગોઠવનારે આ ફીચર ઓન કરવું પડે છે.

જો તમે પણ Google Meet નવો વપરાશ કરો છો, અને મીટિંગ રેકોર્ડ કરવી છે, તો આ આર્ટિકલમાં અમે તમને જરૂરી બધા જ સ્ટેપ્સ વન બાય વન જણાવીશું.

Google Meetમાં મીટિંગ રેકોર્ડ કરવા માટે આટલું કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ મીટ ઓપન કરો.

સ્ટેપ 2: હવે જમણી તરફ નીચેની બાજુ ખૂણામાં Activities બટન પર ક્લિક કરો, ત્યાર બાદ Recording બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમારે Start Recording બટન દબાવવનું છે.

સ્ટેપ 4: હવે એક નવી વિન્ડો ખુલશે, જેમાં રેકોર્ડિંગ શરૂ કરવા માટે Start બટન દેખાશે. આ બટન પર ક્લિક કરો.

રેકોર્ડિંગ શરૂ થાય તેટલી સેકન્ડ રાહ જુઓ. આ સ્ટાર્ટ દબાવવાની સાથે જ મીટિંગમાં હાજર બધા જ યુઝર્સને જાણ કરવામાં આવશે કે આ મીટિંગ રેકોર્ડ થઈ રહી છે.

સ્ટેપ 5: મીટિંગ પૂરી થાય ત્યારે રેકોર્ડિંગ સ્ટોપ કરી દો. આ માટે ફરી Activities વિકલ્પમાં જઈને રેકોર્ડિંગ પર અન તેના પછી સ્ટોપ રેકોર્ડિંગ પર ક્લિક કરો.

સ્ટેપ 6: હવે એક નવી વિન્ડો ખુલશે, જ્યાં Stop Recordingનો વિકલ્પ હશે. તેના પર ક્લિક કરો.

એકવાર તમે રેકોર્ડિંગ અટકાવી દેશો, ત્યાર બાદ આ રેકોર્ડિંગ જેણે મીટિંગ યોજી હશે તેના ડ્રાઈવમાં Meet Recording નામના ફોલ્ડરમાં મળી જશે.

પરંતુ અહીં ધ્યાન રાખવાની વાત એ છે, જો મીટિંગ રેકોર્ડ કરનાર બદલાય છે અથવા જો મીટિંગ નક્કી કરેલા કેલેન્ડર સમય કરતા જુદા સમયે થાય છે, તો રેકોર્ડિંગ લિંક મૂળ ઇવેન્ટ સર્જકને મોકલવામાં આવે છે. એકવાર તમને ખબર પડી જાય કે રેકોર્ડિંગ કોની પાસે છે, તમે તેને મીટિંગમાં બધા અટેન્ડીઝ સાથે કેવી રીતે શેર કરી શકો છો, તે પણ અમે જણાવી રહ્યા છીએ.

આ રીતે શૅર કરો Google Meetનું રેકોર્ડિંગ

સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ ડ્રાઈવ ઓપન કરો.

સ્ટેપ 2: હવે અહીં મીટ રેકોર્ડિંગ્સ ફોલ્ડરમાં જાવ.

સ્ટેપ 3: જે ફાઈલ તમારે શૅર કરવી છે, તે સિલેક્ટ કરો અને જેને શૅર કરવી છે, તેના નામ અથવા ઈમેઈલ આઈડી લખો.

Best Mobiles in India

English summary
How To Record Google Meet in Simple Steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X