Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ફોનમાં કરો આ સેટિંગ, Google નહીં કરી શકે તમને ટ્રેક
વિશ્વમાં જેટલા પણ મોબાઈલ યુઝર્સ છે, તેમાંથી મોટાભાગના યુઝર્સ ગૂગલની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. કોઈ પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન વાપરવા માટે તમારે ગૂગલ અકાઉન્ટ કે જીમેઈલ અકાઉન્ટથી લોગઈન કરવું પડે છે. ગૂગલ અકાઉન્ટમાં લોગઈન કર્યા બાદ જ તમે ગૂગલ પ્લે સ્ટોરથી કોઈ પણ એપ ડાઉનોલડ કરી શકો છો. ઘણીવાર યુઝ્સ ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કે સાઈન અપ કરતા સમયે ગૂગલને ઘણી બધી પરમિશન આપી દે છે. જેને કારણે ગૂગલ તમારા સ્માર્ટફોનની ઘણી બધી એક્ટિવિટીઝ ટ્રેક કરતું રહે છે.
ગૂગલ તમારી આ એક્ટિવિટીઝ ટ્રેક કરીને તેના આધારે જ તમને જુદી જુદી જાહેરાતો પણ દર્શાવે છે. ગૂગલનો આખો એડ બિઝનેસ યુઝર્સની આવી એક્ટિવિટી પર આધારિત છે. તમને પણ ઘણી વાર એવો અનુભવ થયો હશે, કે તમે જે વસ્તુ સર્ચ કરી, તરત જ તેની જાહેરાત તમારા સ્માર્ટફોનમમાં આવવા લાગે છે. ઘણી બધી વાર એવી ચર્ચા થાય છે કે તમે ક્યાં જાવ છો, શું ભોજન કરો છો, એ બધી જ વાત હવે ગૂગલને ખબર છે. સાથે જ તમારી પ્રાઈવસી બચાવવા માટે શું પગલાં લઈ શકાય તેની પણ ચર્ચા થાય છે. જો કે માત્ર જીપીએસ બંધ કરવાથી તમારી આ એક્ટિવિટીઝ ટ્રેક થઈ જવાનું બંધ થઈ જાય તેવું નથી.

આ સેટિંગ્સથી પ્રાઈવસી થશે મજબૂત
ગૂગલ પોતાના યુઝર્સને સરળતા રહે તે માટે તેમના પ્રેફરન્સ મુજબ સજેશન આપવા માટે સ્માર્ટફોનની એક્ટિવિટી ટ્રેક કરે છે. પરંતુ ગૂગલને તમારી એક્ટિવિટી ટ્રેક કરવા દેવી કે નહીં, એ સંપૂર્ણપણે તમારા હાથમાં છે. તમારી પ્રાઈવસી બચાવવા માટે તમારે ફોનમાં બસ એક નાનકડું સેટિંગ કરવાનું હોય છે.
આ સ્ટેપ્સ ફોલો કરીને બચાવો તમારી પ્રાઈવસી
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોન કે વેબ બ્રાઉઝરમાં My Activity પેજ પર જાવ.
સ્ટેપ 2: આ માટે તમારે તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં https://myactivity.google.com/myactivity સર્ફ કરવાનું છે.
સ્ટેપ 3: અહીં તમને હોમ પેજ પર Google My Activity નામનું બેનર દેખાશે.
સ્ટેપ 4: આ બેનરની બરાબર નીચે તમને ત્રણ જુદા જુદા ઓપ્શન Web & App Activity, Location History અને YouTube History જોવા મળશે.
સ્ટેપ 5: આ ત્રણેય ઓપ્શન બાયડિફોલ્ટ ઓન રહે છે.
સ્ટેપ 6: હવેના સ્ટેપમાં તમારે આ ત્રણેય ઓપ્શનને બંધ કરવાના છે. એક એક કરીને ત્રણેય ઓપ્શન બંધ કરી દો.
સ્ટેપ 7: ત્રણેય ઓપ્શન બંધ કરવા માટે Turn Off વાળા બટન પર ટેપ અથવા ક્લિક કરો.
બસ, આટલું કર્યા બાદ ગૂગલ તમારી કોઈ પણ એક્ટિવિટીને ટ્રેક નહીં કરી શકે. તમે એક્ટિવિટીઝ ટ્રેકિંગમાં જઈને ગૂગલની સર્વિસિઝ દ્વારા તમે કરેલી દરેક એક્ટિવિટીની હિસ્ટ્રી પણ જોઈ શકો છો, અને ઈચ્છો તો ડિલીટ પણ કરી શકો છો. જેથી, કોઈ પણ હેકર આ માહિતી મેળવી ન શકે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications