Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Cardનો નહીં થઈ શકે દુરુપયોગ, આટલું રાખો ધ્યાન
Aadhaar Cardનો ઉપયોગ ભારતમાં બધા જ પ્રકારના સરકારી કાર્યોમાં થાય છે. કોઈ પણ ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ સૌથી જરૂરી દસ્તાવેજ છે. આધાર નંબર એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે, જે દરેક ભારતીય નાગરિકને ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકારી સેવા અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે, બેન્ક અકાઉન્ટ ખોલવા સહિતના અગત્યના કામ માટે આધાર કાર્ડ ઉપયોગી સાબિત થાય છે. જો કે, અન્ય દસ્તાવેજોની જેમ આધાર કાર્ડનો પણ દુરુપયોગ થઈ શકે છે. એટલે જ કોઈ પણ અજાણી વ્યક્તિને, બિનજવાબદાર વ્યક્તિને આધાર કાર્ડ ન આપો. જો તમારું આધાર કાર્ડ કોઈ ખોટા વ્યક્તિની હાથમાં આવી જશે, તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આજે આ આર્ટિકલ દ્વાર અમે તમને આધાર કાર્ડનો દુરુપયોગ થતો કેવી રીતે અટકાવી શકાય, તેની કેટલીક ટિપ્સ જણાવીશું.

Aadhaar Cardને સુરક્ષિત રાખવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખો.
કોઈની પણ સાથે આધાર નંબર શૅર ન કરો.
ધ્યાન રાખો કે માત્ર આધાર કાર્ડ જ નહીં, પરંતુ તમારા આધાર નંબરનો પણ દુરુપયોગ થઈ શકે છે. એટલે જ દરેક વ્યક્તિને તમારો આધાર નંબર ન જણાવો. જો કોઈ વ્યક્તિ તમારો આધાર નંબર માગે છે, કે આધાર કાર્ડ માગે છે, તો પહેલા તેમને પૂછો કે તેમને તમારા આધારની જરૂર કેમ છે. જો તમને કારણ યોગ્ય લાગે, તો જ તમારો આધાર નંબર તે વ્યક્તિને આપો. કારણ કે કોઈ પણ વ્યક્તિ તમારા આધાર નંબરનો ઉપયોગ કરીને ગેરકાયદે કામ કરી શકે છે.
આધાર કાર્ડ ડાઉનલોડ કરીને તરત ડિલીટ કરો.
જો તમે તમારું ઈ આધાર કોઈ પબ્લિક કમ્પ્યુટરથી ડાઉનલોડ કર્યું છે, તો તેને પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા પછી યાદ કરીને ડિલીટ કરી દો. UIDAIના કહેવા પ્રમાણે આધાર કાર્ડ માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવું જોઈએ, અને જો ડાઉનલોડ કરવા માટે તમે પબ્લિક કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો છે, કામ થઈ ગયા બાદ આધાર કાર્ડની ફાઈલ ડિલીટ કરવાનું ન ભૂલતા.
Aadhaar Authentication History ચેક કરો
UIDAIની વેબસાઈટ પર જઈને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી જરૂર ચેક કરો. આ હિસ્ટ્રી ચેક કરવાથી તમને ખ્યાલ આવશે કે તમારા આધાર કાર્ડનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થયો છે. તમે UIDAIની વેબસાઈટ પર જઈને My Aadhaar Service સેક્શનમાં ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરી શકો છો. તમે છેલ્લા 60 મહિનામાં 50 ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરી શકો છો.
આધાર ઓટીપી કોઈની સાથે શૅર ન કરો.
આધાર ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ કોઈ પણ વ્યક્તિ સાથે શૅર ન કરો. જો કોઈ થર્ડ પાર્ટી એપ પણ તમારી પાસે આધાર ઓટીપી માગે છે, તો ઓટીપી એન્ટર ન કરો. ઓટીપી આપવાની સાથે જ તમારા આધાર કાર્ડનો તમારી જાણ બહાર કોઈ પણ કામ માટે યુઝ થઈ શકે છે.
આધાર કાર્ડ બાયોમેટ્રિક ડિટેઈલ્સ લૉક કરો.
UIDAI આધાર કાર્ડ ધારકોને તેમની બાયોમેટ્રિક ડિટેઈલ્સ લૉક કરવાની પણ સુવિધા આપે છે. જેના કારણે આધાર કાર્ડનો દુરુપયોગ થવાથી અટકાવી શકાય છે. આ માટે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ. અહીં જઈને હોમ પેજ પર દેખાતા, My Aadhaar Card સર્વિસમાં જઈને Lock/unlock Biometrics Aadhaar પર ક્લિક કરો. બાદમાં મળતી સૂચના મુજબ આગળ વધો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications