વધારે વ્યૂઝ મેળવવા માટે Instagram Reelsને Facebook પર આ રીતે કરો પોસ્ટ

By Gizbot Bureau
|

ભારતીય માર્કેટમાં ટીકટોકે શોર્ટ વીડિયોઝ ક્ષેત્રે ક્રાંતિ સર્જી હતી. સોશિયલ મીડિયામાં લોકોને શોર્ટ વીડિયો જોવાની અને કન્ટેન્ટ ક્રિએટ કરવાની આદત ટિકટોકે પાડી. પરંતુ ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા ભારતીય માર્કેટમાં શોર્ટ વીડિયો ક્ષેત્રે મોટી ખાલી જગ્યા સર્જાઈ. પરંતુ તેના કારણે ભારતીય કંપનીઓ સહિત અન્ય સોશિયલ મીડિયા કંપનીઓને આ ક્ષેત્રે પગ જમાવવાનો મોકો મળી ગયો. હાલ લાખો ક્રિએટર્સ શોર્ટ વીડિયો બનાવીને આવક રળે છે. મેટાએ પણ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ લોન્ચ કરીને વહેતી ગંગામાં હાથ ધોવાની કોશિશ કરી છે. અને એમાં સહેજ પણ બેમત નથી કે ટિકટોક બાદ ઈન્સ્ટાગ્રામ રીલ્સ જ સૌથી વધુ સફળ થઈ છે.

વધારે વ્યૂઝ મેળવવા માટે Instagram Reelsને Facebook પર આ રીતે કરો પોસ્ટ

અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માત્ર ઈન્સ્ટાગ્રામમાં જ રીલ્સ બનાવીને શેર કરી શક્તા હતા. પરંતુ મેટાએ પોતાના યુઝર્સ માટે એક નવું પીચર લોન્ચ કર્યું છે. આ ક્રોસ પોસ્ટ ફીચરનો યુઝ કરીને ક્રિએટર્સ પોતાની ઈન્સ્ટાગ્રામ રીલ્સ ફેસબુક પર પણ શૅર કરી શક્શે, જેને કારણે ક્રિએટર્સને પોતાનું કન્ટેન્ટ વધઆરે ઓડિયન્સ સુધી પહોંચાડવાની તક મળશે. ચાલો, આ મામલે થોડું વિગતે જાણીએ.

ઈન્સ્ટાગ્રામ ચીફે કરેલા ટ્વિટમાં આ ફીચર કન્ફર્મ કરવામાં આવ્યું છે. આ ટ્વિટમાં ઈન્સ્ટાગ્રામ પરથી ફેસબુકમાં રીલ્સ વીડિયો ક્રોસ પોસ્ટિંગ કરવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. બસ, આ માટે યુઝર્સના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને પ્લેટફોર્મ પર અકાઉન્ટ હોવા જરૂરી છે.

એક નિવેદમાં મોસ્સેરીએ કહ્યું,’લોકો વધારે સારું કન્ટેન્ટ સરળતાથી શોધી શકે, કન્ટેન્ટનો આનંદ લઈ શકે તે માટે રીલ્સ પર અમે નવું ફીચર લોન્ચ કરી રહ્યા છીએ.’ વધુમાં તેમણએ ઉમેર્યું કે,’રીલ્સમાં Add your Stickersની સાથે સાથે ઈન્સ્ટાગ્રામથી ફેસબુક પર ક્રોસ પોસ્ટિંગ અને ફેસબુક રીલ્સ ઈનસાઈટ નામનું ફીચર લાઈવ થઈ રહ્યું છે.’

જો તમે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ક્રિએટ કરો છો, અને તમારે તમારું કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચાડવું છે તો તમે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને પર એક જ કન્ટેન્ટ એક સાથે પોસ્ટ કરી શકો છો. આ નવું ક્રોસ પોસ્ટિંગ ફીચર આ માટે તમને મદદ કરશે. તો ચાલો, ફટાફટ જાણી લઈએ કે ઈન્સ્ટાગ્રામ પર બનાવેલી રીલ્સને કેવી રીતે ફેસબુક પર પણ સમાંતરે પોસ્ટ કરી શકાય છે. આ માટે બસ તમારે નીચે આપેલા કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

સ્ટેપ 1: તમારા ફોન કે ટેબ્લેટમાં ઈન્સ્ટાગ્રામની એપ ઓપન કરો.

સ્ટેપ 2: તમારી રીલ રેકોર્ડ કરો.

સ્ટેપ 3: રીલ રેકોર્ડ થઈ ગયા બાદ હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે તમને આગળ Share on Facebook વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.

સ્ટેપ 5: તમારે જે ફેસબુક અકાઉન્ટમાં આ રીલ પોસ્ટ કરવી છે, તે અકાઉન્ટ સિલેક્ટ કરો.

સ્ટેપ 6: બસ હવે Share બટન પર ક્લિક કરો.

અહીં તમને ઈન્સ્ટાગ્રામ રીલ્સને ફેસબુક પર ઓટોમેટિક ક્રોસ પોસ્ટ કરવાનો પણ વિકલ્પ જોવા મળશે. જો કે આ ઓટોમેટિક ક્રોસ પોસ્ટિંગનો ઉપયોગ કરવો કે જાતે ક્રોસપોસ્ટિંગ કરવું એ તમે નક્કી કરી શકો છો.

આ રીતે કરો ઓટોમેટિક ક્રોસ પોસ્ટિંગ

સ્ટેપ 1: તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.

સ્ટેપ 2: તમારા પ્રોફાઈલ પર ક્લિક કરો.

સ્ટેપ 3: અહીં More નામના વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે સેટિંગ્સને સિલેક્ટ કરો અને ત્યાર બાદ અકાઉન્ટ સેન્ટરમાં જાવ.

સ્ટેપ 5: તમારી સ્ક્રીન પર દેખાતા સ્ટેપ્સ ફોલો કરો અને નક્કી કરો કે તમારે કયા અકાઉન્ટમાં રીલ્સનું ક્રોસ પોસ્ટિંગ કરવું છે.

સ્ટેપ 6: હવે અહીં તને પોસ્ટ ઓટોમેટિક શેર કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.

બસ, આટલું કરતા જ હવે તમે જે પણ રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરશો, તે બધી જ ફેસબુક અકાઉન્ટમાં પણ સમાંતરે પોસ્ટ થતી રહેશે.

Best Mobiles in India

Read more about:
English summary
How to post Instagram reels on Facebook to gain more views

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X