Just In
- 629 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 630 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 631 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 632 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio, Airtel અને VIના રિચાર્જ પ્લાન થઈ ગયા છે મોંઘા, BSNL માં આ રીતે કરો પોર્ટ
દેશની બધી જ પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ પોતાના ગ્રાહકો માટેના રિચાર્જ પ્લાન મોંઘા કરી નાખ્યા છે. જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના રિચાર્જ પ્લાન માટે હવે તમારે પહેલા કરતા વધારે રકમ ખર્ચવી પડે છે. આ દરેકના ભાવમાં લગભગ 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માટે રિચાર્જ પ્લાન બજેટ બહાર થઈ ચૂક્યા છે. જેને કારણે ઘણા સ્માર્ટપોન યુઝર્સ ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLમાં સ્વિચ થઈ રહ્યા છે. જો તમે પણ જીયો, એરટેલ, વોડાફોન આઈડિયાના ગ્રાહકો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે પણ તમારો નંબર BSNLમાં પોર્ટ કરાવી શકો છો. જો તમે વિચારી રહ્યા છો કે નંબર પોર્ટ કરાવવો એક લાંબી પ્રોસેસ હશે, તો તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી. એક સરળ પ્રોસેસ દ્વારા તમે કોઈ પણ નંબરને BSNLમાં પોર્ટ કરાવી શકો છો.

BSNL નંબર પોર્ટ કરવા માટે આટલું કરો
તમને જણાવી દઈએ કે કોઈ પણ નંબરને પોર્ટ કરવા માટે એક યુઝરને UPCની જરૂર પડે છે. યુનિક પોર્ટિંગ કોડ તમે તમારા ફોન પર જ મેળવી શકો છો.
- આના માટે સૌથી પહેલા તમારા ફોનના ઈનબોક્સમાં જઈ PORT મેસેજ ટાઈપ કરો અને પાછળ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર લખો.
- હવે આ મેસેજને 1900 પર મોકલી દો.
· મેસેજ મોકલ્યા બાદ તમારા પોન પર એક યુનિક પોર્ટિંગ કોડ આવશે.
· યુનિક પોર્ટિંગ કોડ મોકલ્યા બાદ તમારે એક ફોટો અને આધાર કાર્ડ લઈને બીએસએનએલના કસ્ટમર સર્વિસ સેન્ટર પર જવાનું છે.
· હવે અહીં તમારી પાસે એક ઓલ્ટરનેટિવ નંબર માગવામાં આવશે, જે બાદ તમને બીએસએનએલનું સિમકાર્ડ આપવામાં આવશે.
અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે યુનિક પોર્ટિંગ કોડની એક ટાઈમ લિમિટ હોય છે. આ નંબર લઈ લેવો સરળ છે, પરંતુ તેના દ્વારા પોર્ટિંગ પ્રોસેસ પૂરી કરવા માટે માત્ર 15 દિવસનો જ સમય મળે છે. માત્ર જમ્મુ કાશ્મીર માટે આ સમય મર્યાદા 30 દિવસની છે.
બસ આટલી પ્રોસેસ કર્યા બાદ નિયમ પ્રમાણે તમારો નંબર જે તે કંપનીમાંથી બીએસએનએલમાં પોર્ટ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications