Youtube Premiumનું આ ફીચર ફ્રીમાં યુઝ કરો, બેકગ્રાઉન્ડમાં ચલાવો Youtube વીડિયો

By Gizbot Bureau
|

Youtube હાલ સૌથી વધુ વપરાતું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. તમે યુટ્યુબનું પ્રીમિયમ સબસ્ક્રીપ્શન પણ લઈ શકો છો, અને તેનું ફ્રી વર્ઝન પણ વાપરી શકો છો. ફ્રી વર્ઝન અને પેઈડ વર્ઝનમાં ખાસ્સા ફરક છે. યુટ્યુબના પ્રીમિયમ વર્ઝનમાં યુઝર્સને ઘણા એવા વિકલ્પ મળે છે, જેના કારણે તેઓ યુટ્યુબ વધુ સારી રીતે વાપરી શકે છે. પરંતુ આ માટે તમારે પૈસા ખર્ચવા પડશે.

Youtube Premiumનું આ ફીચર ફ્રીમાં યુઝ કરો, બેકગ્રાઉન્ડમાં ચલાવો

પરંતુ જો અમે તમને એવા સ્ટેપ્સ જણાવીશું, જેને કારણે તમે યુટ્યુબ પ્રીમિયમના કેટલાક ફીચર્સનો સાવ ફ્રીમાં ઉપયોગ કરી શક્શો. આ માટે તમારે એક પણ રૂપિયા ખર્ચવાની જરૂર નહીં પડે. બસ, તમારે ખાલી તમારા ફોનમાં ગૂગલ ક્રોમ મોબાઈલ એપનો ઉપયોગ કરવો પડશે.

એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે

જો તમે યુટ્યુબનું ફ્રી વર્ઝન વાપરો છો, તો તમારે તેના વીડિયો જોવા કે ગીતો સાંભળવા માટે એપ ઓપન રાખવી જરૂરી છે. તમે એપ મિનીમાઈઝ કરીને કે ફોન સ્ક્રીન લોક કરીને ગીતો સાંભળી શક્તા નથી. પરંતુ આ વસ્તુ તમે એન્ડ્રોઈડ ફોનમાં કોઈ પણ ખર્ચ વિના કરી શકો, એ માટે તમારે બસ અમે કહીએ એટલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં યુટ્યુબ ઓપન કરી લો. બાદમાં તેને તમારે ડેસ્કટોપ વ્યુમાં ઓપન કરવાનું છે. આ માટે ક્રોમમાં જમણી બાજુ ઉપરના કોર્નરમાં જે થ્રી ડોટ્સ દેખાય છે, તેના પર ક્લિક કરો. હવે અહીં તમને ડેસ્ક ટોપ સાઈટ લખેલો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પ પર ક્લિક કરતાંની સાથે જ તમને યુટ્યુબનું ડેસ્કટોપ વર્ઝન તમારી સ્ક્રીન પર જોવા મળશે. બસ, હવે તમને ગમતો વીડિયો કે સોન્ગ અહીં પ્લે કરો.

વીડિયો શરૂ થાય એટલે હોમ બટન દબાવીને હોમસ્ક્રીન પર આ જાવ. બાદમાં તમે ફોનની નોટિફિકેશન ઓપન કરીને વીડિયો પ્લેના ઓપ્શન પર ક્લિક કરશો, એટલે તરત જ બેકગ્રાઉન્ડમાં વીડિયો ચાલવા લાગશે. બસ તમે હવે ઈયરફોન ભરાવો અને મ્યુઝિક પ્લેયરની જેમ જ યુટ્યુબનો ઉપયોગ કરવા લાગો.

આઈફોન યુઝર્સ માટે

આઈફોનમાં પણ તમે યુટ્યુબને બેકગ્રાઉન્ટમાં પૈસા ખર્ચ્યા વગર ચલાવી શકો છો. આ માટે તમારે આઈફોનમાં પણ કોમ બ્રાઉઝરમાં યુટ્યુબ ઓપન કરવાનું છે. એન્ડ્રોઈડની જેમ જ અહીં પણ ઓપ્શનમાં જઈને ડેસ્કટોપ સાઈટ વર્ઝન ઓપન કરો. હવે કોઈ પણ વીડિયો પ્લે કરીને હોમસ્ક્રીન પર આવી જાવ. તમારો વીડિયો બેકગ્રાઉન્ડમાં ચાલતો રહેશે અને તમે યુટ્યુબને કોઈ પણ ઓડિયો પ્લેયરની જેમ જ યુઝર કરી શક્શો. તમે ફોનના કંટ્રોલ સેન્ટરથી મ્યુઝિક ઓપરેટ કરી શક્શો.

જો તમે યુટ્યુબની એપ વાપરો છો, તો તમારે બેકગ્રાઉન્ટમાં મ્યુઝિક ચલાવવા માટે યુટ્યુબનું પેઈડ સબસ્ક્રીપ્શન લેવું પડશે. જે બાદ તમે કોઈ અન્ય મ્યુઝિક પ્લેયર કે કોઈ પણ અન્ય એપની જેમ યુટ્યુબને પણ બેકગ્રાઉન્ડમાં વાપરી શકો છો. પરંત જો તમે પૈસા બચાવવા ઈચ્છો છો, તો બસ અમે જે સ્ટેપ્સ આપ્યા છે એ ફોલો કરો અને મ્યુઝિક સાથે મજા કરો.

Best Mobiles in India

Read more about:
English summary
How To Play YouTube Videos In Background Without Premium Subscription?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X