જીઓ માર્ટ વોટ્સએપ પર ઉપલબ્ધ ગ્રોસરીસ કઈ રીતે ઓનલાઈન ઓર્ડર કરવી

By Gizbot Bureau
|

ફેસબુક અને રિલાયન્સ વચ્ચે થયેલી ડિલ ના થોડા દિવસ પછી જ વોટ્સએપ પર જીઓ માં સર્વિસને ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. રિલાયન્સ ના આ retail ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને વોટ્સએપ પર ઉપલબ્ધ ભારતીય ૪૦૦ મિલિયન જેટલા યૂઝર્સ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે આ સર્વિસ ની અંદર રિલાયન્સ દ્વારા નાના કિરાણા સ્ટોર્સ કે જે આખા ભારતની અંદર ફેલાયેલા છે તેમનો સાથ લેવામાં આવ્યો છે.

જીઓ માર્ટ વોટ્સએપ પર ઉપલબ્ધ ગ્રોસરીસ કઈ રીતે ઓનલાઈન ઓર્ડર કરવી

જોકે અત્યારે આ સર્વિસને મુંબઈના માત્ર ત્રણ વિસ્તારની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની અંદર નવી મુંબઈ થાણે અને કલ્યાણ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની અંદર ઓર્ડર આપવા માટે તમારે 8850008000 નંબર પર ઓર્ડર આપવાનો રહેશે સાથે-સાથે રિલાયન્સ દ્વારા આવનારા સમયની અંદર પણ બીજી પણ ઘણી બધી સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

વોટ્સએપ પર જીઓ માર્ટ ની અંદર ઓર્ડર કઈ રીતે કરવું

- જીઓ માર્ટ પર થી ઓર્ડર કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનની અંદર તેમના 8850008000 નંબર ને સેવ કરવો પડશે

- ‎ત્યાર પછી તમારે તેની અંદર હાઈ મોકલવાનું આવશે જેથી તેમને જીઓ માર્ટ દ્વારા એક લિંક મોકલવામાં આવશે.

- ‎ત્યાર પછી તે લીંક ની અંદર તમને તમારો મોબાઈલ નંબર એરીયા લોકાલિટી અને બાકીનું એડ્રેસ પુછવામાં આવશે.

- ‎ત્યાર પછી તે પ્લેટફોર્મ પર જેટલી પણ વસ્તુ ઓર્ડર માટે ઉપલબ્ધ હશે તેનું કેટલો બતાવવામાં આવશે.

- ‎ત્યાર પછી જીઓસ્ટોર દ્વારા લોકલ કિરાના સ્ટોર ના લિસ્ટ અને બતાવવામાં આવશે.

- ‎ત્યાર પછી જ્યારે ગ્રાહક દ્વારા જણાવવામાં આવેલ બધી જ વસ્તુઓ તૈયાર થઈ જશે ત્યાર પછી સ્ટોર દ્વારા તેમને એક નોટિફિકેશન મોકલવામાં આવશે ઓર્ડર આપ્યા પછી બે દિવસમાં આ પ્રક્રિયા થઇ શકે છે.

- ‎અને કેમકે આ સર્વિસ હજી પોતાના પ્રથમ તબક્કાની અંદર છે જેને કારણે ગ્રાહકોએ પોતાના નજીકના સ્ટોર પર જઈ અને પોતાના સામાનની ડિલિવરી લેવી પડશે અને પેમેન્ટ માટે પણ માત્ર કેશ ઓન ડિલિવરી નવો વિકલ્પ જ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

- ‎અહીં એક વસ્તુની ખાસ નોંધ લેવી કે આ લિન્ક માત્ર ૩૦ મિનિટ સુધી જ કામ કરશે ત્યાર પછી તે બંધ થઈ જશે ત્યાર પછી નવી લિંક મેળવવા માટે તમારે ફરી એક વખત હાય નો મેસેજ મોકલવો પડશે.

આ સર્વિસને કારણે ભારતની અંદર એમેઝોન અને ફ્લિપકાર્ટ અને અસર પહોંચી શકે છે. અને સાથે સાથે બીજા પણ એ કોમન પ્લેટફોર્મ જેવા કે બિગબાસ્કેટ મિલ્ક બાસ્કેટ ગ્રફર્સ વગેરેને પણ આ સર્વિસને કારણે ઘણી બધી અસર પહોંચી શકે છે.

Best Mobiles in India

English summary
How to order groceries via JioMart on WhatsApp

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X