JioMart પર WhatsApp દ્વારા સરળતાથી કરિયાણું ઓર્ડર કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

By Gizbot Bureau
|

Meta અને Jio દ્વારા તાજેતરમાં જ વિશ્વમાં પ્રથમ વખત વ્હોટ્સ એપ પરથી કરિયાણા સહિતની જીવન જરૂરી વસ્તુઓ ખરીદી કરવાની સર્વિસની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકો પોતાના ફોનમાં વ્હોટ્સ એપ દ્વારા જ જીયો માર્ટમાંથી કરિયાણું અને બીજી ઘણી વસ્તુઓ ખરીદી શકે છે. મેટા અને જીયો બંને આ સર્વિસનો વધુમાં વધુ ઉપયોગ થાય, તે માટે પ્રયાસો કરી રહી છે. આખરે બંને કંપનીએ આ સર્વિસ રોલઆઉટ પણ કરી દીધી છે.

JioMart પર WhatsApp દ્વારા સરળતાથી કરિયાણું ઓર્ડર કરો

આ નવી સર્વિસને કારણે વ્હોટ્સ એપ પણ પોતાની કોમ્પિટિટર એપ્સ કરતા એક ડગલું આગળ નીકળી ચૂકી છે. એપ્સ માર્કેટમાં સુપર એપ બનવા માટે વ્હોટ્સ એપને આ સ્ટેપ ખૂબ જ ઉપયોગી બનવાનો છે. આ સર્વિસની ખાસ વાત એ છે કે તમે જિયો માર્ટથી કોઈ વસ્તુ ઓર્ડર કરો છો, તો તમે તેનું પેમેન્ટ પણ વ્હોટ્સએપમાંથી બહાર નીકળ્યા વગર જ કરી શકો છો.

સાથે જ વ્હોટ્સ એપ ખરીદી માટે વન સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે. ખાસ કરીને જે પ્રૌઢ લોકો જેમને એપ્સ ચલાવવામાં મુશ્કેલી પડે છે, તેઓ હવે સામાન્ય રીતે વ્હોટ્સ એપ દ્વારા જ વસ્તુઓ મંગાવી શક્શે. અમે આ આર્ટિકલમાં તમને શીખવીશું કે તમે વ્હોટ્સ એપના ઉપયોગથી જીયો માર્ટ પરથી કેવી રીતે ખરીદી કરી શખો છો. બસ આ સિમ્પલ સ્ટેપ્સ પ્રમાણે આગળ વધતા જાવ અને તમારું કામ સરળતાથી થઈ જશે.

જીયો માર્ટમાંથી વ્હોટ્સ એપ દ્વારા કરો ખરીદી

1. સૌથી પહેલા તમારે તમારા ફોનમાં વ્હોટ્સ એપ અપડેટ કરવું પડશે. વ્હોટ્સ એપ અપડેટ કર્યા પછી તમારા ફોનમાં જીયો માર્ટનો કોન્ટેક્ટ નંબર 7977079770 એડ કરી દો.

2. હવે આ નંબર સેવ કર્યા પછી, તેના પર જ વ્હોટ્સ એપ દ્વારા Hi નો મેસેજ કરો.

3. આ મેસેજ કર્યા પછી તમને એક મેસેજ મળશે, જેમાં ખરીદી કરવા માટે વિકલ્પ આપવામાં આવશે. અહીં તમારે Get Started વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

4. હવે તમને વધુ એક રિપ્લાય મળશે, જેમાં View Catalogue લખેલું હશે. અહીં ક્લિક કરવાથી તમને જુદી જુદી વસ્તુઓનું લિસ્ટ જોવા મળશે.

5. હવે એપ તમને તમારા વિસ્તારનો પિનકોડ પૂછશે, જેથી તે ડિલીવરી માટે તમારું લોકેશન જાણી શકે. પિનકોડ ટાઈપ કર્યા પછી તમારે Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.

6. અહીં હવે તમને શાકભાજી, ફ્રૂટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ, ઠંડા પીણાં, ઘરની જરૂરી વસ્તુઓ સહિત સંખ્યાબંધ વસ્તુઓની યાદી જોવા મળશે.

7. તમારે જે વસ્તુ ખરીદવી છે, તેને કાર્ટમાં એડ કરવા માટે બાજુમાં રહેલી સરવાળાની નિશાની પર ક્લિક કરતા જાવ.

8. તમારે જોઈતી વસ્તુઓ સિલેક્ટ થઈ જાય, તે બાદ હવે View Cart બટન પર ક્લિક કરો અને અહીં Send to business વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

9. અહીં હવે એપ તમને તમારું સરનામું પૂછશે. એટલે Provide Address વિકલ્પ પર ટેપ કરો.

10. અહીં તમારે તમારું નામ, ફોન નંબર સહિતની માહિતી આપવાની રહેશે.

11. બાદમાં તમને વ્હોટ્સ એપ ચેટમાં જ કન્ફર્મ અથવા Change The Adressનો વિકલ્પ મળશે.

12. એકવાર યુઝર્સ Confirm વિકલ્પ પર ક્લિક કરશે કે તરત જ તમને Cash On Delivery, Pay on JioMart, Pay on Whatsapp જેવા વિકલ્પ જોવા મળશે.

13. તમે તમને અનુકૂળ હોય તે પ્રમાણે અહીંથી પેમેન્ટ કરીને ઓર્ડર નોંધવી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
How to order groceries from Jio mart via WhatsApp

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X